Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 8:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લાવ્યો, તો જુઓ, યહોવાના મંદિરના બારણા આગળ, પરસાળ તથા વેદીની વચ્ચે, આશરે પચીસ માણસો હતા, તેઓની પીઠ યહોવાના મંદિર તરફ હતી, ને તેમનાં મુખ પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વ તરફ [જોઈને] સૂર્યની પૂજા કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 પછી તે મને પ્રભુના મંદિરના અંદરના પટાંગણમાં લઈ આવ્યો, ત્યાં પ્રભુના મંદિરના પ્રવેશદ્વાર પાસે, પરસાળ તથા યજ્ઞવેદીની વચ્ચે આશરે પચીસ માણસો હતા. તેમની પીઠ પ્રભુના મંદિર તરફ હતી અને મોં પૂર્વ તરફ હતાં. તેઓ પૂર્વમાં જોઈને સૂર્યની પૂજા કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 પછી તે મને યહોવાહના સભાસ્થાનના અંદરના આંગણામાં લાવ્યો, તો જુઓ, ત્યાં યહોવાહના સભાસ્થાનના પ્રવેશદ્વાર આગળ, પરસાળ તથા વેદીની વચ્ચે આશરે પચીસ માણસો યહોવાહના સભાસ્થાનની તરફ પીઠ ફેરવીને તથા તેઓનાં મુખ પૂર્વ તરફ કરીને સૂરજની પૂજા કરતા હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 પછી તે મને યહોવાના મંદિરના અંદરના ચોકમાં લઇ આવ્યા. તો ત્યાં મંદિરના પ્રવેશદ્વાર આગળ, મંદિર અને વેદીની વચ્ચે આશરે પચીસ માણસો પવિત્રસ્થાન તરફ પીઠ કરીને અને પૂર્વાભિમુખ થઇને ઊગતા સૂરજની પૂજા કરવા માટે નીચે નમતા હતા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 8:16
29 Iomraidhean Croise  

આ મંદિર પર, એટલે જે જગા વિષે તમે કહ્યું છે કે ‘ત્યાં મારું નામ રહેશે, તે પર તમારી આંખ રાત દિવસ ઉઘાડી રહે કે, તમારો સેવક આ સ્થાન તરફ [મુખ ફેરવીને] જે પ્રાર્થના કરે, તે તમે સાંભળો.


યહોવાની સમક્ષ જે પિત્તળની વેદી હતી, તેને મંદિરને મોખરેથી, એટલે પોતાની વેદી તથા યહોવાના મંદિરની વચ્ચેથી લાવીને તેણે તે પોતાની વેદીની ઉત્તર બાજુએ મૂકી.


વળી તેણે યહોવાના મંદિરનાં બે આંગણાંમાં આખા જ્યોતિમંડળને માટે વેદીઓ બાંધી.


યહોવાના મંદિરની ભાગળ આગળ, પડોશમાં આવેલી મુખ્ય ચાકર નાથાન મેલેખની ઓરડી પાસે, જે ઘોડા [ની પ્રતિમાઓ] યહૂદિયાના રાજાઓએ સૂર્યને અર્પણ કરેલી હતી, તેઓને તેણે દૂર કરી, ને સૂર્યના રથોને તેણે અગ્નિથી બાળી નાખ્યા.


અને યહૂદિયાના નગરોમાં તથા યરુશાલેમની આસપાસનાં ઉચ્ચસ્થાનોમાં ધૂપ બાળવા માટે જે મૂર્તિપૂજક યાજકો યહૂદિયાના રાજાઓએ ઠરાવ્યા હતા તેઓને, તેમ જ બાલને માટે, સૂર્યને માટે, ચંદ્રને માટે, ગ્રહોને માટે તથા આખા જ્યોતિમંડળને માટે જે ધૂપ બાળનારા હતા તેમને પણ તેણે દૂર કર્યાં.


કેમ કે આપણા પિતૃઓએ ઉલ્લંઘન કરીને આપણા ઈશ્વર યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું છે તે કર્યું છે, તેમને તજી દીધા છે, ને તેઓએ યહોવાના રહેઠાણ તરફ પોતાની પીઠ ફેરવીને તેમની પરવા કરી નથી.


વળી સુલેમાને યહોવાના મંદિરની આગળના ચોકના મધ્ય ભાગને પવિત્ર કર્યો; કેમ કે ત્યાં તેણે દહનીયાર્પણો તથા શાંત્યર્પણોનો મેદ ચઢાવ્યાં; કેમ કે જે પિત્તળની વેદી સુલેમાને બનાવી હતી તેમાં દહનીયાર્પણ તથા ખાદ્યાર્પણ તથા તેઓનો મેદ સમાઈ શકે એમ નહોતું.


તેઓ થકને કહે છે, ‘તું મારો પિતા છે: ’ અને પથ્થરને કહે છે, ‘તેં મને જન્મ આપ્યો છે.’ તેઓએ મારી તરફ મુખ નહિ, પણ પીઠ ફેરવી છે; તોપણ તેઓ પોતાના સંકટના સમયમાં કહેશે, “તું ઊઠીને અમને તાર.”


તેઓએ મારી તરફ મુખ નહિ, પણ પીઠ ફેરવી છે! મેં પ્રાત:કાળે ઊઠીને ને ઉપદેશ કરીને તેઓને સમજાવ્યું છે, તોપણ તેઓએ સાંભળ્યું નહિ ને મારો બોધ લક્ષમાં લીધો નહિ.


પણ અમે, અમારા પૂર્વજો, અમારા રાજાઓ તથ અમારા સરદારો યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં જેમ કરતા હતા, તેમ આકાશની રાણીની આગળ ધૂપ બાળવા વિષે તથા તેની આગળ પેયાર્પણો રેડવા વિષે અમે જે માનતા લીધી છે, તે પ્રમાણે અમે અવશ્ય કરીશું, કેમ કે તે વખતે તો અમારી પાસે પુષ્કળ રોટલી હતી, અને અમારી સ્થિતિ સારી હતી, ને અમે વિપત્તિ જોઈ નહોતી.


મને રોષ ચઢાવવા માટે છોકરાં લાકડાં એકઠાં કરે છે, તેમના પિતાઓ અગ્નિ સળગાવે છે, ને આકાશની રાણીને માટે રોટલી બનાવવાને સ્ત્રીઓ કણક ગૂંદે છે, તથા અન્ય દેવોની આગળ પેયાર્પણો રેડે છે.”


સૂર્ય, ચંદ્ર તથા આકાશનું સર્વ સૈન્ય, જેઓને તેઓએ ચાહ્યાં છે, તેઓ [વંઠી] ગયા છે, જેઓને તેઓએ શોધ્યાં છે, અને જેઓની આરાધના તેઓએ કરી છે, તેઓની આગળ આ હાડકાં વેરી નાખશે. તેઓને એકઠાં કરવામાં નહિ આવે, અને દાટવામાં નહિ આવે. તેઓ પૃથ્વીના પૃષ્ઠ પર ખાતરરૂપ થઈ જશે.


હવે એ માણસ અંદર પ્રવેશ્યો ત્યારે કરુબો મંદિરની જમણી બાજુએ ઊભેલા હતા અને અંદરનો ચોક વાદળાથી ભરાઈ ગયો.


વળી આત્મા મને ઊંચકીને યહોવાના મંદિરના પૂર્વ તરફના દરવાજા આગળ લાવ્યો. અને જુઓ, તે દરવાજાના બારણા આગળ પચીસ માણસો હતા. મેં તેઓમાં લોકોના સરદાર આઝઝુરના દીકરા યાઝનિયા તથા બનાયાના દીકરા પલાટ્યાને જોયા.


વળી પ્રભુ યહોવા કહે છે, “તેં મને વીસરી જઈને તારી પીઠ પાછળ નાખ્યો છે, તે માટે તું પણ તારી લંપટતા તથા વ્યભિચાર [નું ફળ] ભોગવ.”


કેમ કે પોતાનાં છોકરાંનો પોતાની મૂર્તિઓને ભોગ આપ્યા પછી તે જ દિવસે તેઓએ મારા પવિત્રસ્થાનમાંથી આવીને તેને અશુદ્ધ કર્યું, અને જો, તેઓએ મારા મંદિરમાં એ પ્રમાણે કર્યું છે.


ત્યાર પછી તે મને દક્ષિણને દરવાજે થઈને અંદરના ચોકમાં લાવ્યો; તેણે દક્ષિણનો દરવાજો માપ્યો, તેનું માપ ઉપર પ્રમાણે હતું.


પછી તે પૂર્વ તરફને દરવાજે આવ્યો, ને તેને પગથિયે ચઢ્યો. તેણે દરવાજા આગળની પરસાળ માપી, તે એક માપદંડ જેટલી પહોળી, એટલે એક પરસાળ, એક માપદંડ જેટલી પહોળી હતી.


પછી આત્મા મને ઊંચકીને અંદરના ચોકમાં લાવ્યો; અને જુઓ, યહોવાના ગૌરવથી મંદિર ભરાઈ ગયું હતું.


તેઓએ પોતાના ઉંબરા મારા ઉંબરા પાસે ને પોતાની બારસાખો મારી બાસાખ પાસે બેસાડી હતી, ને મારી તથા તેમની વચમાં ફક્ત એક ભીંત જ આવેલી હતી. તેઓએ ધિક્કારપાત્ર કૃત્યો કરીને તેઓ વડે મારા પવિત્ર નામને કલંક લગાડ્યું છે; એ માટે મેં મારા કોપમાં તેઓનો સંહાર કર્યો છે.


યાજક પાપાર્થાર્પણના રક્તમાંથી કેટલુંક લઈને તેને મંદિરની બારસાખો પર, વેદીના પાયાના ચાર ખૂણાઓ પર તથા અંદરના આંગણાના દરવાજાની બારસાખો પર લગાડે.


પ્રભુ યહોવા કહે છે, “અંદરના આંગણાનો દરવાજો જેનું મોં પૂર્વ તરફ છે તે કામ કરવાના છયે દિવસ બંધ રહે; પણ સાબ્બાથને દિવસે તે ઉઘાડો રહે, ને ચંદ્રદર્શનને દિવસે તે ઉઘાડો રહે,


સાંકળો તૈયાર કરો, કેમ કે દેશ ખૂનના દોષથી, ને નગર જોરજુલમથી ભરપૂર છે.


ત્યારે તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, શું તેં આ જોયું કે? આ કરતાં પણ અધિક ધિક્કારપાત્ર કૃત્યો તારા જોવામાં આવશે.”


યાજકો, એટલે યહોવાના સેવકો, પરસાળ તથા વેદીની વચ્ચે રડીને કહે, ‘હે યહોવા, તમારા લોકોને દરગુજર કરો, અને વિદેશીઓ તેમના પર રાજ કરે, ને તમારો વારસો નિંદાપાત્ર થાય, એવું થવા ન દો.’ લોકોમાં એવું શા માટે કહેવાય કે, ‘તેઓનો ઈશ્વર ક્યાં છે?’


ને જેણે અન્ય દેવદેવીઓની સેવા કરીને તેની ભક્તિ કરી હોય, ને તેઓને અથવા સૂર્ય કે ચંદ્ર કે તારામંડળમાંથી કોઈ પણ, જે વિષે મેં તમને આજ્ઞા કરી નથી, તેની ભક્તિ કરી હોય;


અને રખેને આકાશ તરફ તારી નજર ઊંચી કરીને સૂર્ય તથા ચંદ્ર તથા તારા, એટલે આખું ગગનમંડળ, કે જેઓને યહોવા તારા ઈશ્વરે આકાશ નીચેના સર્વ લોકને વહેંચી આપ્યા છે, તેઓને જોઈને તું આકર્ષાય ન તેઓની પૂજા કરે.


Lean sinn:

Sanasan


Sanasan