Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 8:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 એટલે મેં અંદર જઈને જોયું, તો દરેક જાતના પેટે ચાલનારાં પ્રાણીઓ તથા કંટાળો આવે એવાં પશુઓ તથા ઇઝરાયલના લોકોની સર્વ મૂર્તિઓ ભીંત પર ચારે તરફ ચીતરેલાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તેથી હું અંદર ગયો અને જોયું તો ચારેય બાજુ દીવાલો પર સર્વ પેટે ચાલનારાં પ્રાણીઓનાં, અન્ય અશુદ્ધ પશુઓનાં અને ઇઝરાયલીઓની સર્વ મૂર્તિઓનાં ચિત્રો કોતરેલાં હતાં.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તેથી મેં અંદર જઈને જોયું તો, જુઓ, દરેક જાતનાં પેટે ચાલનારાં સજોવો તથા ઘૃણાજનક જાનવરો તથા ઇઝરાયલ લોકોની સર્વ મૂર્તિઓ દીવાલ પર ચારેબાજુ કોતરેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તેથી મેં અંદર જઇને જોયું તો ચારે બાજુની ભીંતો ઉપર પેટે ચાલનારા પ્રાણીઓની નિષિદ્ધ પશુઓની અને ઇસ્રાએલીઓની બીજી બધી મૂર્તિઓ કોતરેલી હતી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 8:10
22 Iomraidhean Croise  

તું તારે માટે કોઈ કોરેલી મૂર્તિ ન કર. ઉપર આકાશમાંની કે નીચે ભૂમિમાંની કે ભૂમિની નીચેનાં પાણીમાંની કોઈ પણ ચીજની [પ્રતિમા] ન કર.


સુથાર ગેરુથી રંગેલી દોરીથી તેને આંકે છે; તે તેના પર રંદો મારે છે, ને પેન્સિલથી તેનો આકાર કાઢે છે. અને ઘરમાં મૂકવા માટે પુરુષના આકાર પ્રમાણે, માણસના સૌંદર્ય પ્રમાણે, તે તેને બનાવે છે.


પ્રથમ હું તેઓના અન્યાય તથા તેઓનાં પાપનો બમણો બદલો વાળીશ, કેમ કે તેઓએ પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓનાં મુડદાં વડે મારો દેશ વટાળ્યો છે, અને તેઓની કંટાળારૂપ વસ્તુઓથી મારા વારસાને ભરપૂર કર્યો છે.”


તેનાં પુષ્કળ જારકર્મથી તેણે દેશને ભ્રષ્ટ કર્યો, તેણે પથ્થરની સાથે તથા લાકડાની સાથે વ્યભિચાર કર્યો.


“યહૂદિયાનાં નગરોમાં તથા યરુશાલેમના મહોલ્લાઓમાં તમે, તમારા પૂર્વજોએ, તમારા રાજાઓએ, તમારા સરદારોએ તથા દેશના લોકોએ જે ધૂપ બાળ્યો છે, તે શું યહોવાના સ્મરણમાં નહોતું?


એમ છતાં પણ જે ધિક્કારપાત્ર કામનો હું તિરસ્કાર કરું છું, તે કરશો નહિ, એવું કહેવાને મેં પ્રાત:કાળે ઊઠીને મારા સર્વ સેવકોને, એટલે પ્રબોધકોને તમારી પાસે મોકલ્યા.


ત્યારે તમે જાણશો કે હું યહોવા છું, કેમ કે તમે મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી, ને મારી આજ્ઞાઓનો અમલ કર્યો નથી, પણ તમારી આસપાસની પ્રજાઓની વિધિઓનું અનુસરણ કર્યું છે.”


તેણે પુષ્કળ વ્યભિચાર કર્યો, કેમ કે તેણે ભીંત પર ચીતરેલા માણસોની, એટલે ખાલદીઓની, સિંદૂરથી ચીતરેલી છબીઓ જોઈ કે,


તેઓની આગળ ઇઝરાયલ લોકોના વડીલોમાંના સિત્તેર માણસો ઊભેલા હતા, ને તેઓની સાથે શાફાનનો પુત્ર યાઝનિયા ઊભો હતો, ને દરેક માણસના હાથમાં પોતપોતાની ધૂપદાની હતી. અને ધૂપના ગોટેગોટા [નીકળતા હતા] , અને તેની વાસ બધે પ્રસરતી હતી.


પછી તેણે મને કહ્યું, “અંદર જા, ને જે ધિક્કારપાત્ર કૃત્યો તેઓ અહીં કરે છે તે જો.”


તેઓએ અવિનાશી ઈશ્વરના મહિમાને બદલે નાશવંત માણસ, પક્ષી તથા ચોપગાં અને પેટે ચાલનારાં પ્રાણીઓના આકારની મૂર્તિઓ બનાવી.


તું કોઈ અમંગળ વસ્તુ ન ખા.


રખેને તમે ભ્રષ્ટ થઈને કોઈ આકૃતિના આકારની કોતરેલી મૂર્તિ બનાવો, એટલે નર કે નારીની પ્રતિમા,


કે જમીન પર પેટે ચાલનાર કોઈ પ્રાણીની પ્રતિમા, અથવા પૃથ્વી તળેના પાણીમાંની કોઈ માછલીની પ્રતિમા [તમે બનાવો].


તો તમે સંભાળજો, રખેને જે કરાર યહોવા તમારા ઈશ્વરે તમારી સાથે કર્યો છે તે તમે ભૂલી જાઓ, ને કોઈ પણ વસ્તુના આકારની મૂર્તિ જે વિષે યહોવા તારા ઈશ્વરે તને મના કરી છે તે તમે પોતાને કાજે બનાવો.


તને છોકરાં ને છોકરાંનાં છોકરાં થયા પછી, ને તમે તે દેશમાં લાંબી મુદત સુધી રહ્યા પછી, જો તમે ભ્રષ્ટ થઈને કોઈ પણ વસ્તુના આકારની કોતરેલી મૂર્તિ કરશો, ને જે કામ યહોવા તારા ઈશ્વરની નજરમાં દુષ્ટ છે તે કરીને તેમને કોપાયમાન કરશો.


Lean sinn:

Sanasan


Sanasan