Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 7:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવા ઇઝરાયલ દેશને એમ કહે છે કે, અંત આવ્યો છે; દેશના ચારે ખૂણાઓનો અંત આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “હે મનુષ્યપુત્ર, પ્રભુ પરમેશ્વર ઇઝરાયલ દેશને કહે છે કે, અંત નજીક છે, આખા દેશનો અંત આવી પહોંચ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવાહ ઇઝરાયલને આમ કહે છે કે, દેશની ચારે સીમાઓનો અંત આવ્યો છે!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “હે મનુષ્યના પુત્ર, ઇસ્રાએલને કહે કે, “તમારા દેશમાં જ્યાં જશો ત્યાં પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણ ચારે ખૂણાઓનો અંત આવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 7:2
28 Iomraidhean Croise  

અને ઈશ્વરે નૂહને કહ્યું, “મારી આગળ સર્વ જીવનો અંત આવ્યો છે. કેમ કે તેઓને લીધે પૃથ્વી જુલમે ભરેલી છે. અને જુઓ, હું તેઓનો પૃથ્વી સુદ્ધાં સંહાર કરીશ.


તેણે વેદીઓ તોડી પાડી, અશેરીમ મૂર્તિઓનો તથા કોતરેલી મૂર્તિઓનો કૂટીને ભૂકો કર્યો, અને ઇઝરાયલના આખા દેશમાં સર્વ સૂર્યમૂર્તિઓને કાપી નાખીને તે યરુશાલેમ પાછો આવ્યો.


વળી તેં કહ્યું, ‘હું સર્વકાળ સુધી રાણી રહીશ.’ માટે તેં એ વાત ધ્યાનમાં ન લીધી, અને તેનું પરિણામ શું આવશે તે લક્ષમાં લીધું નહિ.


ક્યાં સુધી દેશ શોક કરશે, ને ક્યાં સુધી સર્વ ખેતરની વનસ્પતિ કરમાઈ જશે? દેશના રહેવાસીઓની દુષ્ટતાને લીધે પશુ તથા પક્ષી નષ્ટ થયા છે. કેમ કે તેઓએ કહ્યું, ‘તે અમારો અંતકાળ જોશે નહિ.’


પ્રબોધકો જૂઠું બોલે છે, ને તેઓના કહ્યા પ્રમાણે યાજકો અધિકાર ચલાવે છે અને મારા લોકને એ ગમે છે; પણ છેવટે તમે શું કરશો?”


તું ઘણાં પાણીની પાસે વસેલું છે, તારા ધનના ભંડારો ભરપૂર છે, તારો અંત આવ્યો છે, તારી લૂંટનું માપ કરવામાં આવ્યું છે.


તેની ભ્રષ્ટતા તેનાં વસ્‍ત્રોમાં હતી; તેણે પોતાની આખરની અવસ્થાનો વિચાર કર્યો નહિ! તેથી આશ્વર્યકારક રીતે તેની અદ્યોગતિ થઈ છે. તેને દિલાસો આપનાર કોઈ નથી. હે યહોવા, મારા દુ:ખ પર દષ્ટિ કરો; કેમ કે શત્રુ જયજયકાર કરે છે!


તેઓ અમારો કેડો છોડતા નથી, તેથી અમે અમારા ચૌટાંઓમાં ફરી શક્તા નથી. અમારો અંતકાળ પાસે આવ્યો છે, અમારા દિવસો ભરાઈ ચૂક્યા છે; કેમ કે અમારો અંતકાળ આવ્યો છે.


હું ભવિષ્ય કહેતો હતો એટલામાં બનાયાનો દીકરો પલાટ્યા મરણ પામ્યો. ત્યારે હું ઊંધો પડ્યો, ને મેં મોટે સ્વરે બૂમ પાડીને કહ્યું, “અરેરે પ્રભુ યહોવા! શું તમે ઇઝરાયલના બાકી રહેલાઓનો પૂરેપૂરો નાશ કરશો?”


“હે મનુષ્યપુત્ર, ‘દિવસોને વિલંબ લાગે છે ને દરેક સંદર્શન નિષ્ફળ જાય છે, ’ એવી કહેવત ઇઝરાયલ દેશમાં, તમારા લોકોમાં, ચાલે છે, તે શું છે?


“હે મનુષ્યપુત્ર, તારું મુખ યરુશાલેમ તરફ રાખીને તારી વાણી પવિત્રસ્થાનો તરફ ઉચ્ચાર, ને ઇઝરાયલ દેશની વિરુદ્ધ ભવિષ્ય ભાખીને કહે;


હે ઇઝરાયલના સરદાર, પ્રાણઘાતક ઘા વાગેલા દુષ્ટ માણસ, આખરની શિક્ષાનો સમય તારે માટે આવી પહોંચ્યો છે.


તારામાંથી નેક માણસોનો તથા દુષ્ટોનો સંહાર કરવા માટે માઈ તરવાર મ્યાનમાથી નીકળીને દક્ષિણથી તે ઉત્તર સુધી સર્વ માણસો ઉપર ઘસી આવશે.


જ્યારે તેઓ તને પૂછે કે, ‘તું શા માટે નિસાસા નાખે છે?’ ત્યારે તારે કહેવું કે, જે [આફત] આવે છે તેના સમાચારને લીધે [એ વખતે] દરેક હ્રદય પાણી પાણી થઈ જશે, ને સર્વ હાથ કમજોર થઈ જશે, ને દરેકના હોશ ઊડી જશે, ને સર્વ ઘૂંટણો પાણી જેવાં ઢીલાં થઈ જશે. પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, તે આવે છે, ને તે પ્રમાણે કરવામાં આવશે જ.”


તેં સતત વૈર રાખ્યું છે, ને ઇઝરાયલ લોકોને તેમની વિપત્તિને સમયે, આખરના શાસનને સમયે, તરવારની ધારને સ્વાધીન કર્યા છે.


ઈશ્વરના સંદર્શનોમાં તે મને ઇઝરાયલના દેશમાં લાવ્યા, ને એક બહું ઊંચો પર્વત કે જેના પર દક્ષિણે એક નગર જેવું એક મકાન હતું; તેના પર તેમણે મને બેસાડ્યો.


વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,


હવે તારો અંત આવ્યો છે, હું મારો કોપ તારા પર રેડીશ, ને તારાં આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ, અને તારાં સર્વ ધિક્કારપાત્ર કામોનો હું બદલો વાળીશ.


તે દિવસને માટે અફસોસ! કેમ કે યહોવાનો દિવસ નજીક છે, ને તે સર્વશક્તિમાનની પાસેથી વિનાશરૂપે આવશે.


“વળી હું તમારા ઉત્સવોને શોકરૂપ, ને તમારાં સર્વ ગીતોને મરસિયારૂપ કરી નાખીશ, હું સર્વ કમરો પર ટાટ વીંટળાવીશ, ને દરેકનું માથું મુંડાવીશ. હું એકનાએક પુત્રને માટે શોક કરવા જેવો પ્રસંગ લાવીશ, અને તેનું છેવટ કલેશમય દિવસ જેવું કરીશ.”


તેમણે મને પૂછ્યું, “આમોસ, તું શું જુએ છે?” ત્યારે મેં ક્હ્યું, “ઉનાળામાં થતાં ફળની એક ટોપલી.” ત્યારે યહોવાએ મને કહ્યું, “મારા ઇઝરાયલ લોકોનો અંત આવી પહોચ્યો છે. હું હવે પછી કદી પણ તેમને દરગુજર કરીશ નહિ.”


અને લડાઈઓ તથા લડાઈઓની અફવા તમારા સાંભળવામાં આવશે. પણ જોજો, ગભરાતા ના, કેમ કે એ બધું થવાની અગત્ય છે, પણ તેટલેથી અંત નહિ આવે.


અને તેમણે કહ્યું, ‘તેઓથી હું મારું મુખ સંતાડીશ, [ત્યારે] તેઓના હાલ કેવા થશે તે હું જોઈશ. કેમ કે તેઓ ઘણી હઠીલી પેઢી, અને વિશ્વાસઘાતી છોકરાં છે.


પણ સર્વનો અંત પાસે આવ્યો છે, માટે તમે સંયમી થાઓ, ને સાવધ રહીને પ્રાર્થના કરો.


એટલે તે પૃથ્વીને ચારે ખૂણે રહેતી પ્રજાઓને, ગોગ તથા માગોગને ભમાવીને લડાઈને માટે તેઓને એકત્ર કરવાને બહાર આવશે. તેઓની સંખ્યા સમુદ્રની રેતી જેટલી છે.


ત્યાર પછી મેં ચાર દૂતને પૃથ્વીના ચાર ખૂણા પર ઊભા રહેલા જોયા. પૃથ્વી પર, સમુદ્ર પર અથવા કોઈ ઝાડ પર પવન ન વાય, તેટલા માટે તેઓએ પૃથ્વીના ચાર વાયુને અટકાવી રાખ્યા.


Lean sinn:

Sanasan


Sanasan