Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 6:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 હું મારો હાથ તેમના પર લંબાવીને તેઓ જ્યાં જ્યાં રહે છે તે ભૂમિને દિબ્લા તરફના અરણ્ય કરતાં વધારે ઉજ્જડ તથા વેરાન કરી નાખીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 હું તેમના પર મારો વિનાશકારી હાથ ઉગામીશ અને દક્ષિણના રણપ્રદેશથી માંડીને ઉત્તરના રિબ્લા નગર સુધીના તેમના વસવાટના સમગ્ર પ્રદેશને હું વેરાન બનાવી દઈશ, ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 હું મારું સામર્થ્ય બતાવીને તેઓ જ્યાં જ્યાં રહે છે તે બધી જગ્યાઓને દીબ્લાહ તરફના અરણ્ય કરતાં વધારે ઉજ્જડ કરી નાખીશ. ત્યારે તેઓ જાણશે કે હું યહોવાહ છું!”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 ત્યારે હું તેમને શિક્ષા કરીશ અને તેમના સમગ્ર પ્રદેશને વેરાન વગડો બનાવી દઇશ. રણમાં આવેલા રિબ્બાથી માંડીને દરેક પ્રદેશ જ્યાં તેઓ રહ્યાં હતાં તેનો વિનાશ થશે. ત્યારે તેમને ખબર પડશે કે હું યહોવા છું.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 6:14
23 Iomraidhean Croise  

જો મારે સંકટમાં ચાલવું પડશે, તો પણ તમે મને જીવાડશો; મારા શત્રુઓના ક્રોધની સામે તમે તમારો હાથ લાંબો કરશો, અને તમારો જમણો હાથ મને તારશે.


બંદીવાનોની ભેગા નમી જવા સિવાય, અને કતલ થએલાની નીચે પડી રહ્યા વગર [રહેવાશે નહિ]. તે સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હથા હજી ઉગામેલો છે.


જુઓ, યહોવા પૃથ્વીને ખાલી કરીને તેને ઉજજડ કરે છે, ને તેને ઉથલાવીને તેના રહેવાસીઓને વેરણખેરણ કરી નાખે છે.


નવો દ્રાક્ષારસ શોક કરે છે, દ્રાક્ષાવેલો સુકાઈ જાય છે, જેઓ મોજ માણતા હતા તેઓ નિસાસા નાખે છે.


હે યહોવા, તમારો હાથ ઉગામેલો છે, તોપણ તેઓ જોતાં નથી; પરંતુ તેઓ [તમારા] લોકો વિષે તમારી આતુરતા જોઈને શરમાશે; તમારા વૈરીઓ માટેનો જે અગ્નિ છે તે તેઓને નષ્ટ કરશે.


તેથી યહોવાનો કોપ તેમના લોકોની વિરુદ્ધ સળગ્યો છે, ને તેમના પર યહોવાએ હાથ ઉગામીને તેમને માર્યા છે. પર્વત ધ્રૂજ્યા, અને લોકોનાં મુડદાં ગલીઓમાં કચરાની જેમ પડયાં હતાં. એ સર્વ કર્યા છતાં યહોવાનો રોષ શમી ગયો નથી, પણ તેમનો હાથ હજી ઉગામેલો છે.


પૂર્વ તરફથી અરામીઓને તથા પશ્ચિમથી પલિસ્તીઓને [તે ઉશ્કેરશે] ; તેઓ મુખ પહોળું કરીને ઈઝરાયલને ગળી જશે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.


માટે પ્રભુ તેમના જુવાનોથી હરખાશે નહિ. અને તેઓના અનાથો પર, તથા તેમની વિધવાઓ પર દયા રાખશે નહિ; કેમ કે તેઓ સર્વ અધર્મી, ને પાપ કરનારા છે, ને સર્વ મુખો મૂર્ખાઈની વાતો બોલે છે. એ સર્વ છતાં પ્રભુનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.


મનાશ્શા એફ્રાઈમને તથા એફ્રાઈમ મનાશ્શાને [ખાઈ જશે]. તેઓ બન્ને યહૂદાની સામે થશે. એ સર્વ છતાં યહોવાનો રોષ શમી ગયો નથી, ને તેમનો હાથ હજી ઉગામેલો છે.


આ આખો દેશ ઉજ્જડ તથા ત્રાસજનક થઈ પડશે. અને આ પ્રજાઓ સિત્તર વર્ષ સુધી બાબિલના રાજાની સેવા કરશે.


દિબોન, નબો, બેથ-દિબ્લાથાઈમ,


જ્યારે હું તેઓને વિદેશીઓમાં દેશેદેશમાં વિખેરી નાખીશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


“હે મનુષ્યપુત્ર, જ્યારે કોઈ દેશ અપરાધ કરીને મારી વિરુદ્ધ પાપ કરે, ને તેથી હું મારો હાથ તે પર લંબાવીને તેના આજીવિકાવૃક્ષનું ખંડન કરું, ને તેમાં દુકાળ મોકલું, ને તેમાંનાં માણસ તથા પશુનો સંહાર કરું,


તેઓએ અપરાધ કર્યો છે માટે હું દેશને ઉજ્જડ કરીશ” એમ પ્રભુ યહોવા કહે છે.


એ માટે જો, મેં મારો હાથ તારા પર લંબાવીને તારું ભથ્થું ઘટાડી નાખ્યું છે, ને મેં તને તારી વેરણો, એટલે પલિસ્તીઓની પુત્રીઓની ઇચ્છાને સ્વાધીન કરી છે, ને તેઓ તારા લંપટ આચરણથી શરમિંદી પડે છે.


તે માટે જો, મેં તારા પર મારો હાથ ઉગામ્યો છે, ને હું લૂંટ કરવા માટે તને વિદેશીઓના હાથમાં સોંપી દઈશ. અને હું તને પ્રજાઓમાંથી નાબૂદ કરીશ, ને રાષ્ટ્રોમાંથી હું તારો વિનાશ કરીશ. હું તારો નાશ કરીશ. ત્યારે તું જાણશે કે હું યહોવા છું.”


વળી હું દેશને વેરાન તથા આશ્ચર્યરૂપ કરીશ, ને તેના સામર્થ્યના ગર્વનો અંત આવશે; અને ઇઝરાયલના પર્વતો એવા વેરાન થશે કે તેઓ પર થઈને કોઈ જશે નહિ.


હું તને સદાને માટે વેરાન કરી નાખીશ, ને તારાં નગરોમાં વસતિ થશે નહિ; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું,


મારી આંખ તને દરગુજર કરશે નહિ, ને હું દયા રાખીશ નહિ; પણ હું તારા આચરોણોનો બદલો લઈશ, ને તારા ધિક્કારપાત્ર કૃત્યો તારી નજર આગળ લાવીશ; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.”


“હું મારો હાથ યહૂદિયા પર તથા યરુશાલેમના સર્વ રહેવાસીઓ પર લંબાવીશ. હું બાઆલના શેષને, ને કમારીમના નામને તથા [તેમના] યાજકોને નષ્ટ કરીશ;


અને દિબોન-ગાદથી નીકળીને તેઓએ આલ્મોન-દિબ્લાઈમમાં છાવણી કરી.


Lean sinn:

Sanasan


Sanasan