Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 6:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 જ્યારે તેઓના કતલ થયેલા માણસો દરેક ડુંગર પર, પર્વતોના દરેક શિખેરો પર, દરેક લીલા વૃક્ષ નીચે, તથા દરેક ઘટાદાર એલોનવૃક્ષ નીચે, એટલે જે જે જગાએ તેઓ પોતાની સર્વ મૂર્તિઓની આગળ સુગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં, તેઓની વેદીઓની આસપાસ તેઓની મૂર્તિઓની સાથે ભેળસેળ થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 તેમની મૂર્તિઓની વચ્ચે અને વેદીઓની આસપાસ, એકેએક ડુંગર ઉપર, એકેએક પર્વતના શિખર ઉપર, એકેએક લીલાવૃક્ષ નીચે, એકેએક ઘટાદાર મસ્તગીવૃક્ષ, જ્યાંજ્યાં તેઓ પોતાની મૂર્તિઓ આગળ સુગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં ત્યાં મૃતદેહો વેરવિખેર પડેલા હશે, ત્યારે તેઓ બધાં જાણશે કે હું પ્રભુ છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 જ્યારે તેઓના કતલ થયેલા માણસો તમારી મધ્યે, દરેક ઊંચી ટેકરી પર, પર્વતનાં શિખરો પર, દરેક લીલા વૃક્ષ નીચે તથા ઘટાદાર એલોન વૃક્ષ નીચે, એટલે જે જગાએ તેઓ પોતાની મૂર્તિઓ આગળ સૂગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં તેઓની વેદીઓની આજુબાજુ તેઓની મૂર્તિઓ સાથે ભેળસેળ થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 મૂર્તિઓની ફરતે વેદીઓની આસપાસ એકેએક પર્વતની ટોચ પર, એકેએક ઘટાદાર ઝાડ નીચે, એકેએક વૃક્ષ નીચે, ટૂંકમાં જ્યાં જ્યાં તેઓ મૂર્તિને બલિ ચઢાવે છે ત્યાં ત્યાં તેમના કપાઇને પડેલા મડદાં રઝળશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 6:13
18 Iomraidhean Croise  

કેમ કે તેઓએ દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે પોતાને માટે ઉચ્ચસ્થાનો, સ્તંભો તથા અશેરીમ બનાવ્યાં.


તે ઉચ્ચસ્થાનોમાં, પર્વતો પર, તથા પ્રત્યેક લીલા વૃક્ષ નીચે યજ્ઞ કરતો તથા ધૂપ બાળતો.


કેમ કે જે એલોન ઝાડને તમે ચાહતા હતા તેને લીધે તમે શરમાશો, ને જે વાડીઓને તમે પસંદ કરી હતી તેઓથી લજ્જિત થશો.


હવે, હે અમારા ઈશ્વર યહોવા, તેના હાથમાંથી અમારો બચાવ કરજો કે, પૃથ્વીનાં સર્વ રાજ્યો જાણે કે તમે જ એકલા યહોવા છો.”


વચ્ચે રહેનારની પાછળ જેઓ વાડીઓમાં જવાને માટે પોતાને શુદ્ધ ને પવિત્ર કરે છે, જેઓ ભૂંડનું માંસ તથા કંટાળો ઉપજાવનારી વસ્તુઓ તથા ઊંદર ખાનારા છે, તેઓ સર્વ નાશ પામશે, ” એમ યહોવા કહે છે.


વગડામાંના પર્વતો પર તારાં જારકર્મો તથા તારો ખોંખારો તથા તારા વ્યભિચારની બદફેલી એ તારાં ધિક્કારપાત્ર કર્મો મેં જોયાં છે. હે યરુશાલેમ, તને હાય હાય! તું શુદ્ધ થવા ચાહતી નથી; તારી એવી હાલત હજી ક્યાં સુધી રહેવાની?”


“કેમ કે પ્રાચીન કાળમાં મેં તારી ઝૂંસરી ભાંગી તથા તારાં બંદનો તોડયાં; તે છતાં તેં કહ્યું, ‘હું સેવા કરીશ નહિ.’ કેમ કે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડની નીચે નમીને તેં વ્યભિચાર કર્યો છે.


વળી યોશિયા રાજાના સમયમાં યહોવાએ મને પૂછયું, “મારો ત્યાગ કરનાર ઇઝરાયલે જે કર્યું છે, તે તેં જોયું છે? તેણે દરેક ઊંચા પર્વત પર તથા દરેક લીલા ઝાડ નીચે વ્યભિચાર કર્યો છે.


જેણે પર્વતો પર ભોજન કર્યું નહિ હોય, તેમ ઇઝરાયલ લોકોની મૂર્તિઓ તરફ નજર કરી નહિ હોય, તેમ પોતાના પડોશીની સ્ત્રીને ભ્રષ્ટ કરી નહિ હોય, ને રજસ્વલા સ્ત્રીની અડાસે ગયો નહિ હોય;


જે દેશ તેઓને આપવાને મેં સમ ખાધા હતા તે દેશમાં જ્યારે હું તેઓને લાવ્યો, ત્યારે તેઓએ દરેક ઊંચા ડુંગરને તથા દરેક ઘટાદાર વૃક્ષને જોઈને ત્યાં પોતાનાં બલિદાનો ચઢાવ્યાં, ને ક્રોધ ઉત્પન્ન કરે એવાં અર્પણો તેઓએ અર્પ્યા, વળી ત્યાં તેઓએ પોતાના સુવાસિત [ધૂપ] પણ બાળ્યા, ને ત્યાં તેઓએ પોતાનાં પેયાર્પણો રેડ્યાં.


તું ભપકાદાર ગદેલા પર બેઠી, ને તેની આગળ મેજ બિછાવી હતી, ને તે પર તેં મારો ધૂપ તથા મારું તેલ મૂક્યાં હતાં.


તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ તો મારા તખ્તનું સ્થાન તથા મારા પગનાં તળિયાંનું સ્થાન છે, તેમાં હું ઇઝરાયલી લોકો મધ્યે સદાકાળ રહીશ; અને ઇઝરાયલ લોકો ફરીથી કદી પણ મારા પવિત્ર નામને કલંક લગાડશે નહિ, ને તેઓ તથા તેઓના રાજાઓ પોતાના વ્યભિચારથી, તથા પોતાના રાજાઓ મરે ત્યારે તેઓનાં મુડદાંથી ભ્રષ્ટ કરશે નહિ.


તેઓ પર્વતોનાં શિખરો પર યજ્ઞો કરે છે, ને ડુંગરો પર ધૂળ બાળે છે, એટલે તેઓની ઘટછાયાને લીધે તેઓ ઓકવૃક્ષો, પીપlળાવૃક્ષો તથા એલોનવૃક્ષો નીચે, ધૂપ બાળે છે. એને લીધે તમારી દીકરીઓ વ્યભિચાર કરે છે, ને તમારી પુત્રવધૂઓ જારકર્મ કરે છે.


વળી યહોવા કહે છે, “તે દિવસે મચ્છી દરવાજે પોકાર થશે, બીજા મહોલ્લામાં પોક મુકાશે, તથા ડુંગરોમાંથી મોટા કડાકા [સંભળાશે].


Lean sinn:

Sanasan


Sanasan