Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 5:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 યરુશાલેમ દુષ્ટતા કરીને મારા હુકમોની વિરુદ્ધ બીજી પ્રજાઓના કરતાં વધારે બંડ, ને મારા વિધિઓની વિરુદ્ધ તેની આસપાસના દેશો કરતાં વધારે બંડ કર્યું છે; કેમ કે તેઓએ મારા હુકમોનો અનાદર કર્યો છે, ને મારે વિધિઓ પ્રમાણે તેઓ ચાલ્યા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 એણે તો દુરાચાર કરીને એ દેશોની બધી પ્રજાઓ કરતાં મારાં ફરમાનો અને હુકમો વિરુદ્ધ વિશેષ બંડ કર્યું છે. તેણે મારાં ફરમાનો ફગાવી દીધાં છે અને તે મારા હુકમો પ્રમાણે ચાલી નથી.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 પણ તેણે દુષ્ટતા કરીને મારા હુકમોની વિરુદ્ધ બીજી પ્રજાઓ કરતાં વધારે બંડ અને મારા વિધિઓની વિરુદ્ધ તેની આસપાસના મારા દેશો કરતા વધારે બંડ કર્યું છે. તેણે મારા કાયદાઓનો અનાદર કર્યો છે અને લોકો મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 પરંતુ એ તેની આજુબાજુની પ્રજાઓ કરતાં પણ વધારે દુષ્ટ નીકળી અને તેણે મારા કાયદાઓ અને નિયમો સામે તેમનાં કરતાં વધુ બળવો કર્યો છે. તેણે મારા કાયદાઓનો અનાદર કર્યો છે અને મારા નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 5:6
24 Iomraidhean Croise  

યહૂદિયાના રાજા મનાશ્શાએ આ ધિક્કારપાત્ર કામ કર્યા છે. તથા તેની અગાઉના અમોરીઓએ કર્યું હતું તે બધા કરતાં વધારે ભૂંડું તેણે કર્યું છે, ને યહૂદિયા પાસે પણ પોતાની મૂર્તિઓ વડે પાપ કરાવ્યું છે.


પરંતુ તેઓએ એ ગણકાર્યું નહિ. યહોવાએ જે પ્રજાઓનો ઇઝરાયલની આગળ નાશ કર્યો હતો, તેઓના કરતાં મનાશ્શાએ વધારે ભૂંડા કામ તેઓની પાસે કરાવ્યાં.


અમારા રાજાઓએ, અમારા સરદારોએ, અમારા યાજકોએ, તેમ જ અમારા પિતૃઓએ તમારો નિયમ પાળ્યો નથી, અને તમારી આજ્ઞાઓ ને તમારાં સાક્ષ્યો, જે વડે તમે તેઓને ચેતવણી આપી, તેમના પર તેઓએ લક્ષ આપ્યું નથી.


તમે તેમના પર મોટો ઉપકાર કરીને રાજ્ય આપ્યું તથા વિશાળ અને રસાળ દેશ તેઓને કબજે સોંપ્યો, તે છતાં તેઓએ તમારી સેવા કરી નહિ, અને તેઓ અપકૃત્યો કરતાં પાછા હઠ્યા નહિ.


આ પ્રમાણે તેઓએ ઘાસ ખાનાર ગોધાની પ્રતિમા પસંદ કરીને પોતાનો મહિમા બદલી નાખ્યો.


તેઓએ ઈશ્વરનો કરાર પાળ્યો નહિ, અને તેમના નિયમ પ્રમાણે વર્તવાને ના પાડી;


અને યહોવાએ મૂસાને કહ્યું, “કયાં સુધી તમે મારી આજ્ઞાઓ તથા મારા નિયમો પાળવાને ઇનકાર કરશો?


તેમના જે પૂર્વજોએ મારાં વચન સાંભળવાની ના પાડી, તે પૂર્વજોનાં પાપની તરફ તેઓ ફર્યા છે; અને અન્ય દેવોની સેવા કરવા માટે તેમની પાછળ ગયા છે. ઇઝરાયલના વંશજોએ તથા યહૂદિયાના વંશજોએ તેઓના પૂર્વજોની સાથે કરેલો મારો કરાર તોડયો છે.”


હે યહોવા, તમારી આંખો સત્યની તરફ નથી? તમે તેઓને માર્યા છે, પણ તેઓ દુ:ખી થયા નહિ. તમે તેઓને પાયમાલ કર્યા છે, પણ શિક્ષા થયા છતાં તેઓ સુધર્યા નથી; તેઓએ પોતાનાં મુખ ખડક કરતાં કઠણ કર્યાં છે; તેઓ [તમારી તરફ] ફરવા ના કહે છે.


તો યરુશાલેમના આ લોકો પાછા હઠયા છે તે હંમેશને માટે કેમ પાછા પડી ગયા છે? તેઓ કપટ પકડી રાખે છે, અને પાછા આવવાની ના પાડે છે.


તું કપટમાં વસે છે! કપટને લીધે તેઓ મને જાણવાની ના પાડે છે, ” એવું યહોવા કહે છે.


ત્યારે તમે જાણશો કે હું યહોવા છું, કેમ કે તમે મારા વિધિઓ પ્રમાણે ચાલ્યા નથી, ને મારી આજ્ઞાઓનો અમલ કર્યો નથી, પણ તમારી આસપાસની પ્રજાઓની વિધિઓનું અનુસરણ કર્યું છે.”


સમરૂને તારાથી અર્ધા પાપ પણ નથી કર્યા, પણ તેં તેમના કરતાં વધારે ધિક્કારપાત્ર કૃત્યો કર્યા છે, ને જે સર્વ ધિક્કારપાત્ર કૃત્યો તેં કર્યા છે તેઓથી તેં [તારા પ્રમાણમાં] તારી બહેનોને નિર્દોષ ઠરાવી છે.


હવે, હે પ્રભુ, પોતાના લોકોને પરાક્રમી હાથે મિસર દેશમાંથી કાઢી લાવીને આજની જેમ મહિમા મેળવનાર અમારા ઈશ્વર, અમે પાપ કર્યું છે, અમે દુષ્ટતા કરી છે.


અમે તો તમારી આજ્ઞાઓથી તથા તમારા હુકમોથી ભટકી જઈને પાપ કર્યું છે, આડા ચાલ્યા છીએ, દુષ્ટતા કરી છે, ને બંડ કર્યું છે.


હે પ્રભુ, મુખની શરમિંદગી અમારી, અમારા રાજાઓની, અમારા સરદારોની, તથા અમારા પિતૃઓની છે, કેમ કે અમે તમારી વિરુદ્ધ પાપ કર્યું છે.


પણ તેઓએ સાંભળવાને ના પાડી, ને પોતે સાંભળે નહિ માટે હઠીલા થઈને પૂઠ ફેરવી, ને પોતાના કાન બંધ કર્યા.


ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ ચાલતો નથી, એટલે કે કોઈએ પોતાની સાવકી માને રાખી છે.


કેમ કે જેઓને આ દંડાજ્ઞા માટે પ્રાચીનકાળથી નિર્માણ કરવામાં આવ્યા હતા, એવા કેટલાક માણસો ગુપ્ત રીતે અંદર આવ્યા છે. તેઓ અધર્મી છે, ને આપણા ઈશ્વરની કૃપાનો વિષયાસક્તિમાં દુરુપયોગ કરે છે, અને ઈસુ ખ્રિસ્ત જે આપણા એકલા સ્વામી તથા પ્રભુ છે તેમનો નકાર કરે છે.


Lean sinn:

Sanasan


Sanasan