Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 5:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 દુકાળના નાશકારક બાણો જે તમારો નાશ કરવા માટે છે, તે હું તેઓ પર મોકલીશ; અને હું તમારા પરના દુકાળની વુદ્ધિ કરીને તમારા આજીવિકાવૃક્ષનું ખંડન કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 હું તને નષ્ટ કરવા માટે એ પ્રજાઓ પર પણ દુકાળનાં ઘાતક તીર ચલાવીશ, એમ હું દુકાળ ફેલાવીશ અને તારો અનાજનો પુરવઠો કાપી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 દુકાળરૂપી તેજ-બાણો ચલાવીને હું તમારો નાશ કરીશ. હું તમારા પર દુકાળની વૃદ્ધિ કરીશ. અને તમારા આજીવિકાવૃક્ષને ભાંગી નાખીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 હું મારા દુકાળરૂપી જીવલેણ બાણો છોડીશ; તે તમારો જીવ લઇ લેશે, હું મારા જીવલેણ બાણો છોડ્યા કરીશ અને તમારા અનાજના ભંડારો ખાલી કરીને તમારી વચ્ચે ભૂખમરો વધારીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 5:16
12 Iomraidhean Croise  

સમરુનમાં ભારે દુકાળ પડ્યો, અને જુઓ, ગધેડાનું માથું રૂપાના એંશી શેકેલ, ને પા માપ કબૂતરની અઘાર રૂપાના પાંચ શેકેલ વેચાવા લાગી, ત્યાં સુધી તેઓએ તેને ઘેરી રાખ્યું હતું.


વળી તેમણે તેને માટે કાતિલ હથિયાર સજ્જ કર્યાં છે. તે પોતાનાં બાણને બળતાં તીર કરે છે.


જુઓ, સૈન્યોના પ્રભૂ યહોવા યરુશાલેમમાંથી તથા યહૂદિયામાંથી ટેકો તથા રોટલી અને પાણીનો સર્વ આધાર લઈ લેનાર છે!


ચોથા માસને નવમે દિવસે નગરમાં ભૂખમરો બહુ સખત હતો, ને લોકોને ખાવા માટે બિલકુલ અન્ન ન હતું.


તેમણે પોતાનું ધનુષ્ય ખેંચ્યું છે, ને મને તીરના નિશાન તરીકે ઊભો રાખ્યો છે.


“હે મનુષ્યપુત્ર, જ્યારે કોઈ દેશ અપરાધ કરીને મારી વિરુદ્ધ પાપ કરે, ને તેથી હું મારો હાથ તે પર લંબાવીને તેના આજીવિકાવૃક્ષનું ખંડન કરું, ને તેમાં દુકાળ મોકલું, ને તેમાંનાં માણસ તથા પશુનો સંહાર કરું,


વળી તેમણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, જો હું યરુશાલેમમાંથી આજીવિકાવૃક્ષનું ખંડન કરીશ, અને લોક તોળીને તથા સંભાળ રાખીને રોટલી ખાશે. તેઓ માપીને તથા બીતાં બીતાં પાણી પીશે.


એવી રીતે જ્યારે હું કોપમાં ને ક્રોધમાં, સખત ધમકીઓ સહિત તારા ઉપર ન્યાયશાસનનો અમલ કરીશ ત્યારે તે તારી આસપાસની પ્રજાઓને ધમકીરૂપ, મહેણારૂપ, ચેતવણીરૂપ તથા અચંબારૂપ થઈ પડશે; હું યહોવા એ બોલ્યો છું.


હું તમારા પર દુકાળ તથા હિંસક શ્વાપદો મોકલીશ, ને તેઓ તને પરિવારહીન કરી નાખશે; અને તારા ઉપર મરકી તથા ખૂનરેજી ફરી વળશે. ને હું તારા પર તરવાર લાવીશ; હું યહોવા એ બોલ્યો છું.”


જ્યારે હું તમારી ઉપજીવિકાનું ખંડન કરીશ ત્યારે દશ સ્‍ત્રીઓ એક કલેડામાં તમારી રોટલી શેકશે, ને તેઓ તમારી રોટલી તોળીને તમને પાછી આપશે; અને તમે ખાશો પણ ધરાશો નહિ.


Lean sinn:

Sanasan


Sanasan