Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 47:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પૂર્વ બાજુએ, હૌરાન, દમસ્કસ તથા ગિલ્યાદની અને ઇઝરાયલના દેશની વચમાં યર્દન આવે. ઉત્તર સરહદથી તે પૂર્વમાંના સમુદ્ર સુધી તમારે માપણી કરવી. એ પૂર્વ બાજુ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 “પૂર્વીય સીમા દમાસ્ક્સ અને હૌરાનના પ્રદેશની વચ્ચે થઈને દક્ષિણ તરફ જાય છે. યર્દન નદી તેની પૂર્વે આવેલ ઇઝરાયલના અને પશ્ર્વિમે આવેલ ગિલ્યાદના પ્રદેશ વચ્ચેની સરહદ બને છે. એ સરહદ છેક તામાર સુધી વિસ્તરે છે. આ પૂર્વ સીમા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પૂર્વબાજુ, હૌરાન, દમસ્કસ, ગિલ્યાદ તથા ઇઝરાયલના પ્રદેશ વચ્ચે યર્દન નદી આવે છે. આ સરહદ છેક તામાર સુધી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 “પૂર્વની સરહદ, દમસ્ક અને હૌરાનના પ્રદેશમાંથી પસાર થઇને દક્ષિણમાં જાય છે, અને યર્દન નદીની પૂવેર્ આવેલાં ઇસ્રાએલના અને ગિલયાદના પ્રદેશ વચ્ચે જાય છે. આ પૂર્વ સરહદ છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 47:18
12 Iomraidhean Croise  

ત્યારે લોતે પોતાની આંખો ઊંચી કરીને યર્દનનો આખો પ્રદેશ સોઆર સુધી જોયો કે તેમાં બધે પાણી પુષ્કળ છે: કેમ કે યહોવાએ સદોમ તથા ગમોરાનો નાશ કર્યા અગાઉ તે દેશ તો યહોવાની વાડીના જેવો તથા મિસર દેશના જેવો હતો.


ત્યારે લોતે પોતાને માટે યર્દનનો આખો પ્રદેશ પસંદ કર્યો, ને લોત પૂર્વ તરફ ગયો; અને તેઓ એકબીજાથી જુદા થયા.


ત્યારે પોતાના ભાઈઓને સાથે લઈને તે સાત દિવસની મજલ સુધી તેની પાછળ પડયો; અને ગિલ્યાદ પહાસ પર તેણે તેને પકડી પાડયો.


અને લાબને તે ઢગલાને યગાર-સાહદૂથા કહ્યો; અને યાકૂબે તેને ગાલેદ કહ્યો.


અને તેઓ રોટલી ખાવા બેઠા. અને તેઓએ નજર ઊંચી કરીને જોયું, તો જુઓ, ઇશ્માએલીઓનો એક સંઘ ગિલ્યાદથી આવતો હતો; અને સુગંધીઓ તથા લોબાન તથા બોળથી લાદેલાં તેઓનાં ઊંટ મિસર દેશમાં તેઓ લઈ જતા હતા.


નદી ઊભરાય, તોપણ તે ધ્રૂજતો નથી; જો યર્દનમાં પૂર ચઢીને તેના મોં સુધી પાણી આવે તોપણ તે નિર્ભય રહે છે.


પછી ઇઝરાયલને હું તેના બીડમાં પાછો લાવીશ, ને તે કાર્મેલ તથા બાશાન પર ચઢશે, અને તેનો જીવ એફ્રાઈમ પર્વત પર તથા ગિલ્યાદમાં તૃપ્ત થશે.


હમાથ, બેરોથા, તથા દમસ્કસની સરહદ તથા હમાથની સરહદની વચ્ચેનું સિબ્રાઇમ; તથા હૌરાનની સરહદ પરનું હાસેર-હાત્તીકોન.


પણ હું ઉત્તરના સૈન્ય ને તમારાથી ઘણે દૂર હાંકી કાઢીશ, ને હું તેને ઉજ્જડ તથા વેરાન દેશમાં હાંકી કાઢીશ, એટલે તેના આગલા ભાગને પૂર્વ સમુદ્ર તરફ, ને તેના પાછલા ભાગને પશ્ચિમ સમુદ્ર તરફ [કાઢી મૂકીશ] ; તેની દુર્ગધ ઊડશે, ને તેની બદબો ઊંચી ચઢશે, કેમ કે તેણે મોટા કાર્યો કર્યાં છે.


હવે રૂબેનના પુત્રો તથા ગાદના પુત્રોની પાસે ઘણાં ઢોરઢાંક હતાં. અને તેઓએ યાઝેરનો દેશ તથા ગિલ્યાદનો દેશ જોયો કે તે જગા ઢોરને માટે અનુકૂળ જગા છે,


અને તમારી પૂર્વ સીમા તમારે હસાર-એનાનથી તે શફામ સુધી આંકવી:


તેઓએ તે વર્ષે ઇઝરાયલીઓને હેરાન કરીને તેઓ પર જુલમ કર્યો. યર્દનને પેલે પાર અમોરીઓનો જે દેશ ગિલ્યાદમાં છે, ત્યાંના સર્વ ઇઝરાયલીઓ પર અઢાર વર્ષ સુધી [તેઓએ જુલમ કર્યો].


Lean sinn:

Sanasan


Sanasan