Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 47:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 હમાથ, બેરોથા, તથા દમસ્કસની સરહદ તથા હમાથની સરહદની વચ્ચેનું સિબ્રાઇમ; તથા હૌરાનની સરહદ પરનું હાસેર-હાત્તીકોન.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 ત્યાંથી તે દમાસ્ક્સ અને બેરોથા અને સિબ્રાઇમનાં નગરો થઈને હૌરાનની સરહદે આવેલા હાસેર-હાત્તિકોન સુધી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 હમાથ બેરોથાહ, દમસ્કસની સરહદ તથા હમાથની સરહદ વચ્ચેનું સિબ્રાઇમ હૌરાનની સરહદે આવેલા હાસેર-હત્તીકોન સુધી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 હામાથ અનદ દમસ્ક અને હમાથની સરહદ વચ્ચે આવેલાં શેહરો બેરોથાહ અને સિબ્રાઇમ થઇને હૌરાનની સરહદે આવેલા હાસેર-હાનીકોન સુધી જાય છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 47:16
15 Iomraidhean Croise  

અને રાત્રે તેઓની વિરુદ્ધ પોતાના ચાકરોની બે ટોળી કરીને તેણે તેઓને હરાવ્યા, ને દમસ્કની ડાબી બાજુના હોબા લગી તે તેઓની પાછળ લાગ્યો.


અને હાદાદેઝેરનાં બેતા તથા બેરોથાય નગરોમાંથી દાઉદ રાજાએ પુષ્કળ પિત્તળ લીધું.


એ પ્રમાણે તે સમયે આપણા ઈશ્વર યહોવાની આગળ સાત દિવસ ને સાત દિવસ એટલે ચૌદ દિવસ સુધી સુલેમાને તથા તેની સાથે સર્વ ઇઝરાયલે, એટલે હમાથના નાકાથી તે મિસરના વહેળા સુધી [ના લોકો] ની મોટી સભાએ, ઉત્સવ કર્યો.


દમસ્કસના અરામીઓ સોબાના રાજા હદારએઝેરની મદદે આવ્યા, ત્યારે દાઉદે અરામાના બાવીસ હજાર પુરુષોને કતલ કર્યા.


કાલ્નો કાર્કમીશ જેવું નથી? હમાથ આર્પાદના જેવું નથી? સમરૂન દમસ્કસ જેવું નથી?


તારી સર્વ પ્રકારની પુષ્કળ સમૃદ્ધિને લીધે દમસ્કસ તારી સાથે વેપાર કરતો હતો. તારી પાસે કારીગરીનો માલ પુષ્કળ હતો તેન બદલે હેલબોનનો દ્રાક્ષારસ તથા સફેદ ઊન આપતો હતો.


સમુદ્રથી માંડીને એ સરહદ દમસ્કસની સરહદ પરના હાસેર-એનોન સુધી થશે, ને ઉત્તર બાજુએ ઉત્તર તરફ હમાથ [નું નાકું તે] ની સરહદ છે. એ ઉત્તરની બાજુ છે.


પૂર્વ બાજુએ, હૌરાન, દમસ્કસ તથા ગિલ્યાદની અને ઇઝરાયલના દેશની વચમાં યર્દન આવે. ઉત્તર સરહદથી તે પૂર્વમાંના સમુદ્ર સુધી તમારે માપણી કરવી. એ પૂર્વ બાજુ છે.


પશ્ચિમ બાજુએ, [દક્ષિણ] સરહદથી તે હામાથના નાકાની સામે સુધી મહા સમુદ્ર આવે. એ પશ્ચિમ બાજુ છે.


“હવે કુળોનાં નામ નીચે પ્રમાણે છે: ઉત્તર છેડાથી તે હેથ્લોનના માર્ગની બાજુએ હમાથના નાકા સુધી, ને ત્યાંથી દમસ્કસની સરહદ ઉપરના હસાર-એનાન સુધી, ને ઉત્તરે છેક હમાથની પડોશ સુધી; [આ પ્રમાણે] તેઓની પૂર્વ પશ્ચિમ સરહદ થશે; એ એક ભાગ દાનનો


કેમ કે, સૈન્યોના ઈશ્વર યહોવા કહે છે, “હે ઇઝરાયલના વંશજો, જુઓ, હું તમારી વિરુદ્ધ એક પ્રજા ઊભી કરીશ; અન તેઓ, હમાથના નાકાથી તે આરાબાની ખાડી સુધી, તમારા પર વિપત્તિ લાવશે.”


અને તેની સરહદ પર આવેલા હમાથ [ઉપર] પણ છે; તૂર તથા સિદોન બહુ ચતુર છે, છતાં [તેના પર પણ] છે.


અને તેઓ ઉપર ગયા, ને સીનના અરણ્યથી રહોબ સુધી એટલે હમાથના બારા સુધી દેશની જાસૂસી કરી.


અને એ સીમા તમારે હોર પર્વતથી માંડીને હમાથના નાકા સુધી આંકવી. અને તે સીમાનો છેડો સદાદ સુધી જાય.


તેણે તેની પાસેથી દમસ્કસમાંની સભાઓ પર પત્રો માગ્યા કે જો તેને એ માર્ગનો કોઈ પુરુષ કે સ્‍ત્રી મળે, તો તે તેઓને બાંધીને યરુશાલેમ લઈ આવે.


Lean sinn:

Sanasan


Sanasan