Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 46:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 સરદાર ઐચ્છિકાર્પણ એટલે યહોવાને માટે ઐચ્છિકાર્પણ તરીકે, દહનીયાર્પણ અથવા શાંત્યર્પણ રજૂ કરે, ત્યારે પૂર્વ તરફના મોંવાળો દરવાજો એક જણ તેને માટે ઉઘાડે, ને તે સાબ્બાથને દિવસે રજૂ કરે છે તેમ, પોતાનું દહનીયાર્પણ તથા પોતાનાં શાંત્યર્પણો રજૂ કરે. પછી તે બહાર નીકળે; અને તેના બહાર નીકળ્યા પછી એક જણ તે દરવાજો બંધ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 “રાજર્ક્તા પ્રભુને દહનબલિ અથવા સંગતબલિ ચડાવવાની ઇચ્છા રાખે ત્યારે તેને માટે અંદરના ચોકનો પૂર્વમુખી દરવાજો ઉઘાડવો. જેમ તે સાબ્બાથદિને બલિ ચડાવે છે તેમ જ તેણે દહનબલિ તથા સંગતબલિ ચડાવવા. તે દરવાજામાંથી બહાર નીકળે પછી દરવાજો પાછો બંધ કરવો.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 સરદાર ઐચ્છિકાર્પણ તરીકે યહોવાહને સારુ દહનીયાર્પણ તથા શાંત્યર્પણ ચઢાવે, ત્યારે તેને માટે પૂર્વ તરફનો દરવાજો એક વ્યક્તિ ખોલે, તે વિશ્રામવારના દિવસે રજૂ કરે, તેમ તે પોતાનું દહનીયાર્પણ તથા શાંત્યાર્પણ રજૂ કરે; પછી તે બહાર નીકળે અને તેના બહાર નીકળ્યા પછી તે દરવાજો બંધ કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “રાજકુમાર ઐચ્છિકાર્પણ તરીકે કે દહનાર્પણ કે શાંત્યર્પણ ચઢાવવા ઇચ્છતો હોય ત્યારે તેને માટે અંદરના ઓસરીનો પૂર્વનો દરવાજો ખોલવો, તેણે એ બલિદાન અર્પણ કરવું અને તેના બહાર ગયા પછી દરવાજો પાછો બંધ કરી દેવો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 46:12
19 Iomraidhean Croise  

રાજા ગિબ્યોનમાં યજ્ઞ કરવા લાગ્યો; કેમ કે તે મુખ્ય ઉચ્ચસ્થાન હતું. તે વેદી પર સુલેમાને એક હજાર દહનીયાર્પણ ચઢાવ્યાં.


પછી બીજે દિવસે તેઓએ સર્વ ઇઝરાયલને માટે યહોવાને બલિદાન આપ્યાં અને દહનીયાર્પણો ચઢાવ્યાં, એટલે એક હજાર ગોધાઓ, એક હજાર ઘેટા, એક હજાર હલવાન, તથા તેઓનાં પેયાર્પણો સહિત મોટો યજ્ઞ કર્યો.


તે સમયે હિઝકિયાએ લોકોને સંબોધીને કહ્યું, “હવે તમે યહોવાને પોતાનું સ્વાર્પણ કર્યું છે, માટે પાસે આવીને યહોવાના મંદિરમાં યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવો. ત્યારે સમગ્ર પ્રજા યજ્ઞો તથા આભારાર્થાર્પણો લાવી. અને જેઓનાં મનમાં આવ્યું તેઓ રાજીખુશીથી દહનીયાર્પણો [લાવ્યા].


સુલેમાન રાજા તથા તેની સામે એકત્ર મળેલી ઇઝરાયલની સમગ્ર પ્રજાને કોશની આગળ, અસંખ્ય ઘેટાં, તથા બળદોનું બલિદાન આપ્યું.


કોઈ પણ સ્થળે તેનામાંનો જે કોઈ બાકી રહેલો હોય, તેને ત્યાંના લોકો યરુશાલેમમાંના ઈશ્વરના મંદિરને માટે ઐચ્છિકાર્પણો ઉપરાંત સોનુંરૂપું, સરસામાન અને પશુઓ આપીને તેની સહાય કરે.”


તે પછી નિત્યનાં દહનીયાર્પણ, ચંદ્રદર્શનનાં, યહોવાનાં નિયુક્ત પવિત્ર પર્વોનાં, તથા યહોવાને માટે રાજીખુશીથી અર્પણ કરનારનાં ઐચ્છાકાર્પણ, [ચઢાવ્યાં].


ઈશ્વરના એ મંદિરના પ્રતિષ્ઠપર્વ પર તેઓએ એકસો ગોધા, બસો મેંઢા, ચારસો હલવાન તથા ઇઝરાયલી લોકોના કુળોની સંખ્યા પ્રમાણે બાર બકરા સર્વ ઇઝરાયલીઓને માટે પાપાર્થાર્પણને માટે ચઢાવ્યા.


ત્યાર પછી પવિત્રસ્થાનની બહારનો દરવાજો જેનું મોં પૂર્વ તરફ છે તેને માર્ગે તે મને પાછો લાવ્યો; અને તે બંધ હતો.


સરદાર તો તેમાં યહોવાની હજૂરમાં રોટલી ખાવાને સરદાર તરીકે બેસે. તે દરવાજાની પરસાળને માર્ગે પ્રવેશ કરે, ને તે જ માર્ગે તે બહાર નીકળે.”


વળી પર્વોમાં, ચંદ્રદર્શનોમાં તથા સાબ્બાથોમાં, ઇઝરાયલ લોકોનાં સર્વ ઠરાવેલાં પર્વોમાં, દહનીયાર્પણો, ખાદ્યાર્પણો તથા પેયાર્પણો કરવાં એ સરદારની ફરજ છે. ઇઝરાયલ લોકોને માટે પ્રાયશ્ચિત કરવા સારુ પાપાર્થાર્પણ, ખાદ્યાર્પણ, દહનિયાર્પણ તથા શાંત્યાર્પણો તેણે તૈયાર કરી રાખવા.”


અંદર પેંસતાં સરદાર દરવાજાની પરસાળને માર્ગે અંદર આવે, ને તે જ માર્ગે તે બહાર પણ નીકળે.


જો કોઈનું અર્પણ ઢોરના દહનીયાર્પણનું હોય, તો તે ખોડખાંપણ વગરનો નર ચઢાવે કે, તે પોતે યહોવાની આગળ માન્ય થાય.


યહોવાના સાબ્બાથો ઉપરાંત, તથા તમારાં દાન ઉપરાંત, તથા તમારાં દાન ઉપરાંત, તથા તમારાં સર્વ ઐચ્છિકાર્પણો જે તમે યહોવાને અર્પો છો તે ઉપરાંત [એ છે].


પણ જો તેનું યજ્ઞપર્ણ એ કોઈ માનતા કે ઐચ્છિકાપર્ણ હોય, તો જે દિવસે તે પોતાનું અર્પણ ચઢાવે તે દિવસે તે તે ખાય; અને તેમાંનું બાકી રહેલું તે બીજે દિવસે ખાય.


તમારાં દહનીયાર્પણોને માટે, તથા તમારાં ખાદ્યાર્પણોને માટે, તથા તમારાં પેયાર્પણોને માટે, તથા તમારાં શાંત્યર્પણોને માટે, તમારાં [ચઢાવેલાં] માનતાઓ તથા ઐચ્છિકાર્પણો ઉપરાંત, તમારે તમારાં ઠરાવેલાં પર્વોમાં યહોવાને એ ચઢાવવાં.”


તેથી, ભાઈઓ, હું તમને વિનંતી કરીને કહું છું કે, ઈશ્વરની દયાની ખાતર તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા ઈશ્વરને પસંદ પડે એવું, અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે.


અને પ્રેમમાં ચાલો, જેમ ખ્રિસ્તે તમારા પર પ્રેમ રાખ્યો, અને ઈશ્વરની આગળ સુવાસને અર્થે, આપણે માટે સ્વાર્પણ કરીને પોતાનું બલિદાન આપ્યું તેમ.


Lean sinn:

Sanasan


Sanasan