Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 44:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 પ્રભુ યહોવા કહે છે કે, ઇઝરાયલી લોકોમાં જે પારકાઓ છે તેઓમાંનો કોઈ પણ મને તથા શરીરે બેસુન્‍નત છતાં, મારા પવિત્રસ્થાનમાં ન પેસે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 “હું, પ્રભુ પરમેશ્વર જાહેર કરું છું કે તન અને મનની સુન્‍નત ન કરાવી હોય તેવો કોઈ પરપ્રજાજન મારા મંદિરમાં પ્રવેશ કરે નહિ. ઇઝરાયલી લોકો સાથે વસતો કોઈ પરપ્રજાજન પણ મારા મંદિરમાં પ્રવેશ કરી શકશે નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પ્રભુ યહોવાહ આમ કહે છે: ઇઝરાયલી લોકોમાં જે વિદેશીઓ છે, તેઓમાંનો કોઈ પણ હૃદયમાં તથા શરીરમાં બેસુન્નત હોય તે મારા ઘરમાં પ્રવેશ ન કરે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 યહોવા મારા માલિક કહે છે: “હૃદય અને શરીરમાં બેસુન્નત એવા કોઇ પણ વિદેશીઓને અને ઇસ્રાએલીઓ ભેગો વસવાટ કરતા વિદેશીઓ સુદ્ધાંને મારાં મંદિરમાં પ્રવેશ કરવાનો નથી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 44:9
13 Iomraidhean Croise  

યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે? તેમના પવિત્રસ્થાનમાં કોણ ઊભો રહી શકશે?


પણ ઈશ્વર દુષ્ટને કહે છે, “તારે મારા વિધિઓ શા માટે પ્રગટ કરવા જોઈએ, તથા મારો કરાર શા માટે તારા મુખમાં લેવો જોઈએ?


તમારાં સાક્ષ્યો અતિ ખાતરીપૂર્વક છે; હે યહોવા, સર્વકાળ પવિત્રતા તમારા મંદિરને શોભે છે.


અને જો કોઈ પ્રવાસી તારી સાથે વસેલો હોય, ને તે યહોવાનું પાસ્ખઅ પાળવા ચાહતો હોય, તો તેના [ઘરના] સર્વ પુરુષો સુન્‍નત કરાવે, ને ત્યાર પછી તે પાસ્ખા પાળવાને પાસે આવે; અને દેશમાં જન્મેલા માણસ જેવો તે ગણાય; પણ કોઈ બેસુન્‍નત માણસ તે ન ખાય.


તે કર્મ એ છે કે રોટલી, મેદ તથા રક્ત ચઢાવતી વખતે, તમે મને તથા શરીરે પણ બેસુન્નત એવા પારકાઓને મારા પવિત્રસ્થાનની અંદર લાવીને તેને, હા, મારા મંદિરને ભ્રષ્ટ કર્યું છે, ને તમે મારો કરાર તોડીને તમારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોમાં [વધારો કર્યો છે]


“આથી તમે જાણશો, હું મારા પવિત્ર પર્વત સિયોન પર રહેનાર તમારો ઈશ્વર યહોવા છું, તે વખતે યરુશાલેમ પવિત્ર થશે, ને ત્યાર પછી કદી પણ કોઈ પરદેશીઓ તેમાં થઈને જશે નહિ.


તેથી હું પણ તેઓથી ઊલટો ચાલ્યો, ને તેમના શત્રુઓના દેશમાં તેઓને લાવ્યો. તે વખતે જો તેઓનું બેસુન્‍નત હ્રદય નમ્ર થયું હશે, અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા કબૂલ કરશે,


હા, યરુશાલેમમાંનું તથા યહૂદિયામાંનું દરેક તપેલું સૈન્યોના [ઈશ્વર] યહોવાને માટે પવિત્ર થશે. અને બલિદાન આપનારા સર્વ માણસો આવીને તેમાંના કેટલાંક [તપેલાં] લઈને તેમાં બાફશે; અને તે સમયે સૈન્યોના [ઈશ્વર] યહોવાના મંદિરમાં કદી કોઈ કનાની હશે નહિ.


જે કોઈ વિશ્વાસ કરે તથા બાપ્તિસ્મા લે, તે તારણ પામશે; પણ જે વિશ્વાસ નહિ કરે, તે અપરાધી ઠરશે.


કારણ કે જ્યારે તમે મિસરમાંથી નીકળ્યા, ત્યારે તેઓ માર્ગમાં રોટલી તથા પાણી લઈને તમારી સામે આવ્યા નહિ. અને એને લીધે કે તેઓએ અરામ-નાહરઈમના પથોરથી બેઓરના દીકરા બલામની સાથે કરાર કરીને તને શાપ આપવા તેને બોલાવ્યો.


જે કંઈ અશુદ્ધ છે, અને જે કોઈ ધિક્કારપાત્ર કૃત્યો કરે છે, તથા અસત્ય આચરે છે, તે તેમાં કદી પ્રવેશ કરશે જ નહિ. પણ જેઓનાં નામ હલવાનના જીવનપુસ્તકમાં લખેલાં છે તેઓ જ પ્રવેશ કરશે.


Lean sinn:

Sanasan


Sanasan