Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 44:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તે કર્મ એ છે કે રોટલી, મેદ તથા રક્ત ચઢાવતી વખતે, તમે મને તથા શરીરે પણ બેસુન્નત એવા પારકાઓને મારા પવિત્રસ્થાનની અંદર લાવીને તેને, હા, મારા મંદિરને ભ્રષ્ટ કર્યું છે, ને તમે મારો કરાર તોડીને તમારા સર્વ ધિક્કારપાત્ર કૃત્યોમાં [વધારો કર્યો છે]

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 મને રોટલી, બલિની ચરબી અને રક્ત ચડાવાતાં હોય ત્યારે તમે મારી આજ્ઞા ન પાળતાં, તન અને મનથી બેસુન્‍નત એવા પરપ્રજાજનોને મારા મંદિરમાં લાવીને તમે તેને અપવિત્ર કર્યું છે. તમે તમારાં ઘૃણાસ્પદ આચરણોથી મારા કરારનો ભંગ કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તમે રોટલી, ચરબી તથા રક્ત અર્પણ કરતી વખતે વિદેશીઓને કે, જેઓ હૃદયમાં તથા શરીરમાં બેસુન્નત છે, તેવા લોકોને મારા પવિત્રસ્થાનમાં લાવીને સભાસ્થાનને અશુદ્ધ કર્યું છે, મારા કરારનો ભંગ કરીને તમારાં ધિક્કારપાત્ર કાર્યોમાં વધારો કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 મને રોટલી ભેદ અને રકત અર્પણ કરતી વખતે તમે વિદેશીઓને, જેઓ હૃદયમાં અને શરીરમાં બેસુન્નત છે, એવા લોકોને મારા પવિત્રસ્થાનમાં લઇ આવ્યા છો. આમ કરીને તમે મંદિરને અશુદ્ધ કર્યું છે અને મારા કરારનો ભંગ કર્યો છે અને તમારા બીજા સર્વ પાપોની સાથે આ પાપનો વધારો કર્યો છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 44:7
38 Iomraidhean Croise  

અને સુન્‍નત વગરનો પુરુષ જેની સુન્‍નત કરવામાં આવી નહિ હોય, તે માણસ પોતાના લોકોમાંથી કપાઈ જશે; તેણે મારો કરાર તોડયો છે.”


અને યહોવાએ મૂસાને તથા હારુનને કહ્યું, “આ તો પાસ્ખાનો વિધિ છે. કોઈ પરદેશી તે ન ખાય;


અને જો કોઈ પ્રવાસી તારી સાથે વસેલો હોય, ને તે યહોવાનું પાસ્ખઅ પાળવા ચાહતો હોય, તો તેના [ઘરના] સર્વ પુરુષો સુન્‍નત કરાવે, ને ત્યાર પછી તે પાસ્ખા પાળવાને પાસે આવે; અને દેશમાં જન્મેલા માણસ જેવો તે ગણાય; પણ કોઈ બેસુન્‍નત માણસ તે ન ખાય.


વળી પૃથ્વી તેના રહેવાસીઓ [નાં પાપ] ને લીધે ભ્રષ્ટ થઈ છે; કેમ કે તેઓએ નિયમનું ઉલ્લંઘન કર્યું છે, વિધિનો અનાદર કર્યો છે, સનાતન કરાર તોડયો છે.


તેમના જે પૂર્વજોએ મારાં વચન સાંભળવાની ના પાડી, તે પૂર્વજોનાં પાપની તરફ તેઓ ફર્યા છે; અને અન્ય દેવોની સેવા કરવા માટે તેમની પાછળ ગયા છે. ઇઝરાયલના વંશજોએ તથા યહૂદિયાના વંશજોએ તેઓના પૂર્વજોની સાથે કરેલો મારો કરાર તોડયો છે.”


જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી કાઢી લાવવા માટે તેઓનો હાથ પકડયો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો તેના જેવો તે કરાર નહિ થાય! હું તેઓનો ધણી થયા છતાં તે મારો કરાર તેઓએ તોડયો, ” એવું યહોવા કહે છે.


હે યહૂદિયાના માણસો તથા યરુશાલેમના રહેવાસીઓ, યહોવાને માટે તમે પોતાની સુન્નત કરો, ને પોતાના હ્રદયથી સુન્નત કરો નહિ તો તમારી કરણીઓની ભૂંડાઈને લીધે, મારો કોપ અગ્નિની જેમ પ્રગટે, ને એવો બળે કે કોઈ તેને હોલવી શકે નહિ.


યહોવા કહે છે, “એવો સમય આવે છે કે જ્યારે હું સર્વ સુન્નતીઓને તેઓના બેસુન્નતપણાને લીધે શિક્ષા કરીશ.


મિસરને, યહૂદિયાને, અદોમને, આમ્મોનીઓને, મોઆબીઓને તથા જેઓની દાઢી બાજુએથી મુંડેલી છે, જેઓ રાનમાં વસે છે, તે સર્વને જોઈ લઈશ! કેમ કે સર્વ વિદેશીઓ બેસુન્નત છે, ને ઇઝરાયલના વંશના સર્વ લોકો હ્રદયમાં બેસુન્નત છે.”


તેના યાજકોએ મારા નિયમશાસ્ત્રનો ભંગ કર્યો છે, ને મારી અર્પિત વસ્તુઓને ભ્રષ્ટ કરી છે. તેઓએ પવિત્ર તથા સાધારણની વચ્ચે તફાવત રાખ્યો નથી, ને તેઓએ માણસોને અશુદ્ધ તથા શુદ્ધની વચ્ચેનો ભેદ બતાવ્યો નથી, ને મારા સાબ્બાથો તરફ પોતાની આંખો મીંચી દીધી છે, ને તેઓમાં મારું નામ બદનામ થાય છે.


‘પણ સાદોકના પુત્રો, એટલે લેવી યાજકો કે, જેઓએ, ઇઝરાયલિ લોકો માટી પાસેથી ભટકી ગયા ત્યારે, પવિત્રસ્થાન વિષેની દીક્ષા પાળી, તેઓ મારી હજૂરમાં આવીને મારી સેવા કરે; અને તેઓ મને મેદ તથા રક્ત ચઢાવવાને મારી સમક્ષ ઊભા રહે, એવું પ્રભુ યહોવા કહે છે.


પ્રભુ યહોવા કહે છે કે, ઇઝરાયલી લોકોમાં જે પારકાઓ છે તેઓમાંનો કોઈ પણ મને તથા શરીરે બેસુન્‍નત છતાં, મારા પવિત્રસ્થાનમાં ન પેસે.


તેઓનાં સુશોભિત આભૂષણો તેઓના ગર્વનું કારણ થયાં છે; અને તેઓ વડે તેઓએ પોતાની તિરસ્કારરૂપ તથા ધિક્કારપાત્ર વસ્તુઓની મૂર્તિઓ બનાવી. માટે મેં તે [સોનુંરૂપું] તેમની નજરમાં અશુદ્ધ વસ્તુ જેવું કરી નાખ્યું છે.


કેમ કે શરીરનો જીવ રક્તમાં છે; અને વેદી પર [બળિદાન થઈને] તે તમારા આત્માને માટે પ્રાયશ્ચિત્ત કરે, એ માટે મેં તમને તે આપ્યું છે; કેમ કે રક્તથી જ પ્રાયશ્ચિત્ત થાય છે, કારણ કે તેમાં જીવ છે.


“હારુનને એમ કહે કે, વંશપરંપરા તારા સંતાનમાં જે કોઈ ખોડવાળો હોય તે પોતાના ઈશ્વરની રોટલી ચઢાવવા [વેદીની] પાસે આવે નહિ.


હારુન યાજકના સંતાનમાં એવી ખોડવાળો કોઈ પણ પુરુષ યહોવાના હોમયજ્ઞ ચઢાવવા પાસે આવે નહિ; તેને ખોડ છે; તે પોતાના ઈશ્વરની રોટલી ચઢાવવા પાસે આવે નહિ.


તેઓ પોતાના ઈશ્વરના પવિત્ર [લોક] થાય, ને પોતાના ઈશ્વરનું નામ વટાળે નહિ; કેમ કે તેઓ યહોવાના હોમયજ્ઞ, એટલે પોતાના ઈશ્વરની રોટલી, ચઢાવે છે; એ માટે તેઓ પવિત્ર થાય.


માટે તું તેને શુદ્ધ કર; કેમ કે તે તારા ઈશ્વરની રોટલી ચઢાવે છે, તે તારે માટે શુદ્ધ હોય; કેમ કે તમને શુદ્ધ કરનાર યહોવા હું પવિત્ર છું.


તેમ જ પરદેશી પાસેથી પણ એવું કંઈ લઈને તમારા ઈશ્વરને તેનું ખાદ્યાર્પણ ચઢાવો નહિ; કેમ કે તેઓની અંદર બગાડ સમાયેલો છે, તેઓમાં ખોડ છે, તેઓ તમારા લાભમાં માન્ય નહિ થાય.”


અને જો તમે મારા વિધિઓને તુચ્છ કરો, ને જો તમારા જીવ મારાં ન્યાયકૃત્યોથી કંટાળી જાય, કે જેથી કરીને મારી સર્વ આજ્ઞાઓને નહિ પાળતાં તમે મારો કરાર તોડો;


તેથી હું પણ તેઓથી ઊલટો ચાલ્યો, ને તેમના શત્રુઓના દેશમાં તેઓને લાવ્યો. તે વખતે જો તેઓનું બેસુન્‍નત હ્રદય નમ્ર થયું હશે, અને તેઓ પોતાના અન્યાયની શિક્ષા કબૂલ કરશે,


તમે મારી વેદી પર અપવિત્ર અન્ન ચઢાવો છો. તેમ છતાં તમે પૂછો છો, ‘અમે કેવી રીતે તમારા નામનું અપમાન કર્યું છે?’ યહોવાની મેજ તિરસ્કારપાત્ર છે, એવું કહીને તમે [અપમાન કર્યું છે].


ત્યારે તમે જાણશો કે મેં આ આ તમારી પાસે મોકલી છે કે, મારો કરાર તે લેવી સાથે થાય, ” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


પણ તમે માર્ગમાંથી ભટકી ગયા છો; તમે ઘણાઓને નિયમ [સમજવા] માં ઠોકર ખવડાવી છે. તમે લેવીના કરારનો ભંગ કર્યો છે, ” એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


તેઓએ બૂમ પાડી, “ઇઝરાયલી માણસો, સહાય કરો:જે માણસ સર્વ સ્થળે લોકોની તથા નિયમશાસ્‍ત્રની તથા આ સ્થાનની વિરુદ્ધ સર્વને શીખવનાર તે આ છે. અને વળી તેણે ગ્રીકોને પણ મંદિરમાં લાવીને આ પવિત્ર સ્થાનને અશુદ્ધ કર્યું છે.


ઓ હઠીલાઓ અને બેસુન્‍નત મન તથા કાનવાળાઓ તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો.


માટે તમે તમારા હ્રદયની સુન્‍નત કરો, અને આજથી હઠીલાપણું છોડી દો.


અને તારા હ્રદયથી તથા તારા ખરા જીવથી પ્રેમ કરે, ને એમ તું જીવતો રહે.


અને યહોવાએ મૂસાને કહ્યું, “જો, તું તારા પિતૃઓની સાથે ઊંઘી જશે. અને આ લોકો ઊઠશે, ને જે દેશમાં તેઓ વસવા જાય છે તેમાંના પારકા દેવોની પાછળ વંઠી જઈને મારો ત્યાગ કરશે, ને મારો જે કરાર મેં તેઓની સાથે કર્યો છે તે તોડશે.


કેમ કે જે દૂધમધની રેલછેલવાળા દેશ વિષે મેં તેઓના પિતૃઓની આગળ પ્રતિજ્ઞા કરી, તેમાં જ્યારે હું તેઓને લાવીશ, ને તેઓ ખાઈને તથા ઘરાઈને પુષ્ટ થશે, ત્યારે તેઓ અન્ય દેવોની તરફ ફરી જઈને તેઓની સેવા કરશે, ને મને ધિક્કારશે, ને મારો કરાર તોડશે.


જે સમયે મેં તેઓના પૂર્વજોને મિસર દેશમાંથી દોરી લાવવા માટે તેઓનો હાથ પકડયો, તે સમયે મેં તેઓની સાથે જે કરાર કર્યો હતો, તેના જેવો તે કરાર નહિ થાય, કારણ કે મારા કરાર પ્રમાણે તેઓ ચાલ્યા નહિ, એટલે મેં પણ તેઓ સંબંધી કંઈ ચિંતા રાખી નહિ, એવું પ્રભુ કહે છે:


Lean sinn:

Sanasan


Sanasan