Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 44:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 પછી તે મને ઉત્તર દરવાજાને માર્ગે મંદિરની આગળ લાવ્યો. હું જોઈ રહ્યો, તો જુઓ, યહોવાના ગૌરવથી યહોવાનું મંદિર ભરાઈ ગયું હતું; અને હું ઊંધો પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 પછી તે મને ઉત્તરને દરવાજેથી મંદિરની આગળ લાવ્યો. મેં જોયું તો પ્રભુનું મંદિર પ્રભુના ગૌરવથી ભરાઇ ગયું હતું. મેં ભૂમિ પર શિર ટેકવીને પ્રણામ કર્યા.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 પછી તે માણસ મને ઉત્તરના દરવાજેથી સભાસ્થાનની આગળ લાવ્યો. મેં જોયું તો જુઓ યહોવાહના ગૌરવથી સભાસ્થાન ભરાઈ ગયું હતું. હું ઊંધો પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 પછી તે માણસ ઉત્તરના દરવાજેથી મંદિરની સામે આવ્યો. મેં જોયું તો યહોવાના ગૌરવથી મંદિર ભરાઇ ગયું હતું. હું ભૂમિ પર ઊંધો પડ્યો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 44:4
18 Iomraidhean Croise  

અને ઇબ્રામ ઊંઘો પડયો; અને ઈશ્વરે તેની સાથે બોલતા કહ્યું,


સંતોની સભામાં તે ઘણા ભયાવહ ઈશ્વર છે, જેઓ તેમની આસપાસ છે તે બધાના કરતાં તે વધારે ભયાવહ છે.


અને એ ચળકાટ ચોમાસામાં થતા મેઘધનુષના દેખાવ જેવો હતો.


પછી યહોવાનું ગૌરવ કરુબ ઉપરથી ઉપડીને મંદિરના ઊમરા ઉપર થંભ્યું; અને મંદિર વાદળાથી ભરાઈ ગયું, ને ચોક પ્રભુના ગૌરવના પ્રકાશથી ભરપૂર હતો.


ત્યારે હું ઊઠીને મેદાનમાં ગયો. અને, જુઓ, જે ગૌરવ મેં કબાર નદીની પાસે જોયું હતું તે જ પ્રમાણે યહોવાનું ગૌરવ ત્યાં ઊભું હતું; અને હું ઊધો પડી ગયો.


બહારના આંગણાનો દરવાજો જેનું મોં ઉત્તર તરફ છે, તેની લંબાઈ તથા તેની પહોળાઈ તેણે માપી.


પછી તે મને ઉત્તરને દરવાજે લાવ્યો. તેણે તે માપ્યો, તેનું માપ ઉપર પ્રમાણે થયું.


બહાર એક બાજુએ ઉત્તરના દરવાજાને મોખરે ચઢી જવાની સીડી આગળ બે મેજ હતી. અને બીજી બાજુએ દરવાજાની પરસાળમાં બે મેજ હતી.


ત્યાર પછી તે મને યહોવાના મંદિરના ઉત્તર તરફના દરવાજાના બારણા પાસે લાવ્યો; તો જુઓ, ત્યાં તો સ્ત્રીઓ તામ્મૂઝને માટે રડતી બેઠેલી હતી.


તેથી જ્યાં હું ઊભો હતો ત્યાં તે નજીક આવ્યો. જ્યારે તે આવ્યો ત્યારે હું બીને ઊંધો પડ્યો; પણ તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, તું સમજ; કેમ કે આ સંદર્શન અંતકાળ વિષેનું છે.”


હું સર્વ પ્રજાઓને હલાવી નાખીશ, ને સર્વ પ્રજાઓની કિમંતી વસ્તુઓ આવશે, ને હું આ મંદિરને ગૌરવથી ભરીશ, ” એવું સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે.


“જુઓ, હું મારા દૂતને મોકલું છું, ને તે મારી આગળ માર્ગ તૈયાર કરશે. અને જે પ્રભુને તમે શોધો છો, તે પોતાના મંદિરમાં અકસ્માત આવશે; એટલે કરારનો દૂત જેનામાં તમે આનંદ માનો છો, જુઓ, તે આવે છે, ” એમ સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે.


જયારે મેં તેમને જોયા ત્યારે મરેલા જેવો થઈને હું તેમના ચરણ આગળ પડી ગયો. પછી તેમણે પોતાનો જમણો હાથ મારા પર મૂકીને કહ્યું, “ગભરાઈશ નહિ, પ્રથમ તથા છેલ્લો હું છું.


Lean sinn:

Sanasan


Sanasan