Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 44:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 સરદાર તો તેમાં યહોવાની હજૂરમાં રોટલી ખાવાને સરદાર તરીકે બેસે. તે દરવાજાની પરસાળને માર્ગે પ્રવેશ કરે, ને તે જ માર્ગે તે બહાર નીકળે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 માત્ર રાજર્ક્તા પ્રભુની સમક્ષ રોટલી ખાવા ત્યાં બેસી શકે. તેણે દરવાજાના પ્રવેશમાર્ગે દાખલ થવું અને એ જ માર્ગે પાછા જવું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 ઇઝરાયલનો સરદાર યહોવાહની આગળ રોટલી ખાવાને તેમાં બેસે. તે દરવાજાની ઓસરીને માર્ગે પ્રવેશ કરે અને તે જ માર્ગે બહાર નીકળે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 રાજકુમાર અને કેવળ રાજકુમાર જ ત્યાં બેસીને યહોવા સમક્ષ ભોજન લઇ શકે, તેણે ઓસરીને માર્ગે જ અંદર આવવું અને બહાર જવું.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 44:3
18 Iomraidhean Croise  

ત્યારે યાકૂબે પહાડ પર યજ્ઞ કર્યો, ને રોટલી ખાવાને પોતાના ભાઈઓને બોલાવ્યા. અને તેઓએ રોટલી ખાધી, ને તેઓ આખી રાત પહાડ પર રહ્યા.


અને સાબ્બાથને માટે જે ઢંકાયેલો રસ્તો મંદિરની અંદર તેઓએ બાંધેલો હતો તે, તથા રાજાને પ્રવેશ કરવાનો જે માર્ગ બહારની બાજુએ હતો તે, તેણે આશૂરના રાજાને લીધે ફેરવીને યહોવાના મંદિરમાં વાળ્યો.


તેણે જોયું, તો રાજા સ્તંભ આગળ બારણામાં ઊભો હતો, ને સરદારો તથા રણશિંગડાં વગાડનારાઓ તેની પાસે ઊભા હતા. અને દેશના સર્વ લોક ઉત્સાહ કરતા હતા તથા રણશિંગડાં વગાડતા હતા.ગવૈયાઓ પણ વાજિંત્ર વગાડતા તથા સ્તુતિનાં ગાયનો ગવડાવતા હતા. ત્યારે અથાલ્યાએ બળવો! બળવો! એમ કહીને પોતાના વસ્ત્ર ફાડ્યાં.


રાજાએ પોતાની જગાએ ઊભા થઈને આ પુસ્તકમાં લખેલાં કરારનાં વચન પ્રમાણે કરવાને માટે, પોતાના ખરા હ્રદયથી તથા પોતાના પૂરા જીવથી યહોવાને અનુસરવાને તથા તેમની આજ્ઞાઓ, તેમના સાક્ષ્યો તથા તેમના વિધિઓ પાળવાને યહોવાની આગળ પ્રતિજ્ઞા લીધી.


પણ તેની કમાઈ તથા તેનો પગાર યહોવાને અર્પણ થશે; તે ખજાનામાં ભરાશે નહિ, ને રાખી મુકાશે નહિ; કેમ કે તેની કમાઈ યહોવાની હજૂરમાં રહેનારાને માટે થશે કે, તેઓ ધરાઈને ખાય, ને ઉત્તમ વસ્ત્ર પહેરે.


પણ તેને ભેગું કરનારાઓ તે ખાશે, ને યહોવાની સ્તુતિ કરશે; અને એનો સંગ્રહ કરનારા મારા પવિત્રસ્થાનનાં આંગણાંમાં એ પીશે.


હું યહોવા તેઓનો ઈશ્વર થઈશ, ને મારો સેવક દાઉદ તેઓમાં સરદાર થશે; હું યહોવા એ બોલ્યો છું.


વળી જે દેશ મેં મારા સેવક યાકૂબને આપ્યો હતો, જેમાં તમારા પૂર્વજો રહેતા હતા, તેમં તેઓ રહેશે. તેઓ, તેઓનાં છોકરાં તથા તેઓનાં છોકરાંનાં છોકરાં તેમાં સદા રહેશે. મારો સેવક દાઉદ સદાને માટે તેઓનો સરદાર થશે.


પછી તેણે દરવાજાની મોટી પરસાળ માપી, તે આઠ હાથ થઈ. અને તેના થાંભલા બે હાથ થયા. દરવાજાની પરસાળ મંદિર તરફ હતી.


સરદાર ઐચ્છિકાર્પણ એટલે યહોવાને માટે ઐચ્છિકાર્પણ તરીકે, દહનીયાર્પણ અથવા શાંત્યર્પણ રજૂ કરે, ત્યારે પૂર્વ તરફના મોંવાળો દરવાજો એક જણ તેને માટે ઉઘાડે, ને તે સાબ્બાથને દિવસે રજૂ કરે છે તેમ, પોતાનું દહનીયાર્પણ તથા પોતાનાં શાંત્યર્પણો રજૂ કરે. પછી તે બહાર નીકળે; અને તેના બહાર નીકળ્યા પછી એક જણ તે દરવાજો બંધ કરે.


સરદાર બહારના દરવાજાની પરસાળને માર્ગે અંદર દાખલ થઈને દરવાજાની બારસાખ આગળ ઊભો રહે, ને યાજકો તેનું દહનીયાર્પણ તથા તેના શાંત્યાર્પણો તૈયાર કરે, ને તે દરવાજાના ઉંબરા આગળલ ઊભો રહીને ભજન કરે. પછી તે બહાર નીકળી જાય; પણ દરવાજાને સાંજ સુધી બંધ ન કરવો.


અને ત્યાં તમારે યહોવા તમારા ઈશ્વરની આગળ જમવું, ને તમારા હાથમાં જે સર્વ [કામો] માં યહોવા તારા ઈશ્વરે તને આશીર્વાદ આપ્યો છે તેમાં તમારે તથા તમારાં કુટુંબોએ ઉત્સવ કરવો.


જુઓ, હું બારણાં આગળ ઊભો રહીને ખટખટાવું છું; જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ, ને તે મારી સાથે જમશે.


Lean sinn:

Sanasan


Sanasan