હઝકિયેલ 43:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 તેઓએ પોતાના ઉંબરા મારા ઉંબરા પાસે ને પોતાની બારસાખો મારી બાસાખ પાસે બેસાડી હતી, ને મારી તથા તેમની વચમાં ફક્ત એક ભીંત જ આવેલી હતી. તેઓએ ધિક્કારપાત્ર કૃત્યો કરીને તેઓ વડે મારા પવિત્ર નામને કલંક લગાડ્યું છે; એ માટે મેં મારા કોપમાં તેઓનો સંહાર કર્યો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.8 એ રાજાઓએ મારા ઉંબર સામે તેમના ઉંબર અને મારી બારસાખ સામે તેમના મહેલની બારસાખ ઊભાં કર્યાં હતાં. જેથી મારી અને તેમની વચ્ચે માત્ર એક દીવાલ જ હતી. તેમણે પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યો વડે મારા પવિત્ર નામને કલંક લગાડયું હતું અને તેથી મારા રોષમાં મેં તેમનો સંહાર કર્યો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 તેઓએ પોતાના ઉંબરા મારા ઉંબરા પાસે તથા પોતાની બારસાખો મારી બારસાખો પાસે બેસાડી હતી. મારી તથા તેમની વચ્ચે માત્ર એક જ દીવાલ હતી. તેઓએ પોતાનાં ધિક્કારપાત્ર કૃત્યોથી મારા પવિત્ર નામને અપવિત્ર કર્યું છે, તેથી હું તેઓને મારા ક્રોધમાં નાશ કરીશ. Faic an caibideilપવિત્ર બાઈબલ8 તેઓએ મારા મંદિરની ભીંતની નજીક જ મૂર્તિના મંદિરો બાંધ્યા અને મૂર્તિઓની પૂજા કરી. તેઓએ આ પ્રકારની દુષ્ટતાથી મારા પવિત્ર નામને કલંકિત કર્યું. તેથી મેં તેઓને મારા ક્રોધમાં ભસ્મ કરી નાખ્યાં. Faic an caibideil |