Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 43:7 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

7 તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ તો મારા તખ્તનું સ્થાન તથા મારા પગનાં તળિયાંનું સ્થાન છે, તેમાં હું ઇઝરાયલી લોકો મધ્યે સદાકાળ રહીશ; અને ઇઝરાયલ લોકો ફરીથી કદી પણ મારા પવિત્ર નામને કલંક લગાડશે નહિ, ને તેઓ તથા તેઓના રાજાઓ પોતાના વ્યભિચારથી, તથા પોતાના રાજાઓ મરે ત્યારે તેઓનાં મુડદાંથી ભ્રષ્ટ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

7 તેણે કહ્યું: “હે મનુષ્યપુત્ર, આ મારા રાજ્યાસનનું સ્થાન છે, આ મારું પાયાસન છે. હું અહીં ઇઝરાયલી લોકો મધ્યે સદાસર્વદા નિવાસ કરીશ, અને તેમના પર સદાસર્વદા શાસન કરીશ. હવે પછી ઇઝરાયલી લોકો કે તેમના રાજાઓ કદી પણ અન્ય દેવોની પૂજા કરીને મારા પવિત્ર નામને કલંક લગાડશે નહિ. તેઓ તેમના રાજાઓના મૃતદેહો પર અહીં સ્મારક રચી ફરી કદી મારા પવિત્ર નામને અપવિત્ર કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

7 તેણે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ મારું સિંહાસન તથા મારા પગના તળિયાની જગ્યા છે. જ્યાં હું ઇઝરાયલી લોકો વચ્ચે સદાકાળ સુધી રહીશ. ઇઝરાયલી લોકો ફરી કદી મારા પવિત્ર નામને અપવિત્ર કરશે નહિ, તેઓ કે તેઓના રાજાઓ તેઓના વ્યભિચારથી તથા તેઓના રાજાઓના મૃતદેહોથી ભ્રષ્ટ કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

7 તેમણે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ મારું સિંહાસન અને પાદપીઠ છે. અહીં હું ઇસ્રાએલીઓ વચ્ચે અનંતકાળ સુધી રહીશ. ઇસ્રાએલના લોકો કે તેમના રાજાઓ હવે પછી કદી બીજા દેવોની પૂજા કરીને કે તેમના રાજાઓના મૃતદેહો દ્વારા મારા પવિત્ર નામને બટ્ટો લગાડશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 43:7
43 Iomraidhean Croise  

મેં તમારે માટે રહેવાનું મંદિર, સર્વકાળ માટે તમારે રહેવાનું સ્થાન, નક્કી બાંધ્યું છે.”


તે ઉચ્ચસ્થાનોમાં, પર્વતો પર, તથા પ્રત્યેક લીલા વૃક્ષ નીચે યજ્ઞ કરતો તથા ધૂપ બાળતો.


પછી દાઉદ રાજાએ ઊભા થઈને કહ્યું, “મારા ભાઈઓ તથા મારી પ્રજા, તમે મારું સાંભળો. યહોવાના કરારકોશને માટે, તથા આપણા ઈશ્વરના પાયાસનને માટે, વિશ્રાંતિનું મંદિર બાંધવાનું મારા મનમાં હતું ખરું, અને તે ઇમારતને માટે મેં તૈયારી પણ કરી હતી.


“આ મારું સદાકાળનું વિશ્રામસ્થાન છે; હું અહીં જ રહીશ; કેમ કે મેં તેને ઇચ્છયું છે.


ઈશ્વર તેમાં છે; તેને હલાવી શકાશે નહિ; મોટી પરોઢે ઈશ્વર તેને મદદ કરશે.


ઈશ્વર વિદેશીઓ પર રાજ કરે છે; ઈશ્વર પોતાના પવિત્ર સિંહાસન પર બિરાજે છે.


ઈશ્વરના રથો લાખોલાખ છે; [જેમ] તે સિનાઈના પવિત્રસ્થાનમાં છે [તેમ] પ્રભુ તેઓમાં છે.


તમે ઉચ્ચસ્થાનમાં ગયા છો, તમે બંદીવાનોને લઈને આવ્યા; તમે માણસો પાસેથી નજરાણાં લીધાં છે, બંડખોરો પાસેથી પણ લીધાં, જેથી યહોવા ઈશ્વર [તેઓમાં] રહે.


યહોવા રાજ કરે છે; લોકો કાંપો; તે કરૂબીમ પર બિરાજે છે; પૃથ્વી ડગી જાઓ.


તમે આપણા ઈશ્વર યહોવાને મોટા માનો, અને તેમના પાયાસન પાસે ભજન કરો; તે પવિત્ર છે.


અને તેઓ મારે માટે પવિત્ર સ્થાન બનાવે કે, હું તેઓ મધ્યે રહું.


અને હું ઇઝરાયલી લોકો મધ્યે રહીને તેઓનો ઈશ્વર થઈશ.


ઉઝિયા રાજા મરણ પામ્યો તે વર્ષે મેં પ્રભુને જોયા, તે ઉચ્ચ તથા ઉન્નત રાજ્યાસન પર બેઠેલા હતા. તેમના જામાની ચાળથી મંદિર ભરાઈ ગયું હતું.


યહોવા એવું કહે છે, “આકાશો મારું રાજ્યાસન છે, ને પૃથ્વી મારું પાયાસન છે; તમે મારે માટે કેવું ઘર બાંધશો? અને મારું વિશ્રામસ્થાન કેવું થશે?”


તમારા નામની ખાતર અમને ન ધિક્કારો. તમારા પ્રતાપી સિંહાસનનું અપમાન ન કરો; અમારી સાથેના તમારા કરારનું સ્મરણ કરો, તેને તોડશો નહિ.


પ્રથમ હું તેઓના અન્યાય તથા તેઓનાં પાપનો બમણો બદલો વાળીશ, કેમ કે તેઓએ પોતાની ધિક્કારપાત્ર વસ્તુઓનાં મુડદાં વડે મારો દેશ વટાળ્યો છે, અને તેઓની કંટાળારૂપ વસ્તુઓથી મારા વારસાને ભરપૂર કર્યો છે.”


અમારા મંદિરનું સ્થાન, તે મહિમાવાન રાજ્યાસન, પ્રથમથી ઊંચું કરેલું સ્થાન છે.


તે સમયે તેઓ યરુશાલેમને યહોવાનું રાજ્યાસન કહેશે. અને સર્વ પ્રજાઓ ત્યાં, એટલે યરુશાલેમમાં, યહોવાના નામને લીધે ભેગી થશે; અને પોતાના પાપી હ્રદયના દુરાગ્રહ પ્રમાણે તેઓ ફરી ચાલશે નહિ.


તેઓનાં માથા પરના ઘૂમટ પર નીલમ જેવા દેખાવની રાજ્યાસનની પ્રતિમા હતી, અને તે રાજ્યાસનની પ્રતિમા પર મનુષ્યના જેવા દેખાવનો એક [પુરુષ] હતો.


ત્યાર પછી મેં જોયું, તો જુઓ, કરુબોના માથા પર જે ઘૂમટ હતો તેમાં તેમના પર ઊંચે નીલમણિ જેવું કંઈ દેખાયું, ને તેનો આકાર રાજ્યાસન જેવો દેખાતો હતો.


હે ઇઝરાયલ લોકો, તમારા વિષે તો પ્રભુ યહોવા કહે છે કે, જાઓ, તમે સર્વ પોતપોતાની મૂર્તિઓની સેવા કરો, ને જો તમે મારું સાંભળવાને ઇચ્છતા ન હો તો હવે પછી પણ એમ જ કર્યા કરજો; પણ હવે પછી કદી તમે પોતાનાં અર્પણોથી તથા પોતાની મૂર્તિઓથી મારા પવિત્ર નામને લાંછન લગાડશો નહિ.


વળી હું મારું પવિત્ર નામ મારા ઇઝરાયલ લોકોમાં જણાવીશ; અએ હું ફરી કદી મારા પવિત્ર નામને બટ્ટો લાગવા દઈશ નહિ. ત્યારે [બીજી] પ્રજાઓ જાણશે કે યહોવા, ઇઝરાયલમા જે પવિત્ર [ઈશ્વર] , તે હું છું.”


હવે તેઓ પોતાનો વ્યભિચાર તથા પોતાના રાજાઓનાં મુડદાં મારી આગળથી દૂર કરે, એટલે હું સદા તેઓમાં વસીશ.


તેની ચોતરફનું [માપ] અઢાર હજાર [દંડ] થાય; અને તે દિવસથી તે નગરનું નામ ‘યહોવા-શામ્મા, ’ એટલે ‘યહોવા ત્યાં છે’ એવું પડશે.”


જ્યારે તેઓના કતલ થયેલા માણસો દરેક ડુંગર પર, પર્વતોના દરેક શિખેરો પર, દરેક લીલા વૃક્ષ નીચે, તથા દરેક ઘટાદાર એલોનવૃક્ષ નીચે, એટલે જે જે જગાએ તેઓ પોતાની સર્વ મૂર્તિઓની આગળ સુગંધીદાર ધૂપ બાળતા હતા ત્યાં, તેઓની વેદીઓની આસપાસ તેઓની મૂર્તિઓની સાથે ભેળસેળ થશે, ત્યારે તમે જાણશો કે હું યહોવા છું.


ઇઝરાયલીઓની લાસો હું તેઓની મૂર્તિઓની આગળ નાખીશ; અને હું તમારા હાડકાં તમારી વેદીઓની આસપાસ વિખેરી નાખીશ.


એફ્રાઈમ [કહેશે] , ‘હવે પછી મારે મૂર્તિઓની સાથે શું લાગેવળગે?’ હું તેના પર નજર રાખીશ એવો મેં ઉત્તર આપ્યો છે; હું લીલા દેવદાર જેવો છું. મારી પાસેથી તને ફળ મળે છે.”


“આથી તમે જાણશો, હું મારા પવિત્ર પર્વત સિયોન પર રહેનાર તમારો ઈશ્વર યહોવા છું, તે વખતે યરુશાલેમ પવિત્ર થશે, ને ત્યાર પછી કદી પણ કોઈ પરદેશીઓ તેમાં થઈને જશે નહિ.


અને હું તમારાં પર્વત પરનાં દેવસ્થાનો પાડી નાખીશ, ને તમારી સૂર્યમૂર્તિઓને કાપી નાખીશ, ને તમારી પૂતળીઓનાં મુડદાં પર તમારાં મુડદાં નાખીશ, અને મારો જીવ તમારાથી કંટાળી જશે.


જે લંગડાતી હતી તેમાંથી હું [પ્રજા થાય એવો પ્રજાનો] શેષ ઉત્પન્‍ન કરીશ, ને જેને દૂર કાઢી મૂકેલી હતી તેમાંથી એક બળવાન પ્રજા ઊભી કરીશ; અને સિયોન પર્વતમાં તેઓના ઉપર ત્યારથી તે સર્વકાળ માટે યહોવા રાજ કરશે.”


તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન નાબૂદ કરીશ, અને તેઓનું સ્મરણ ફરી કદી કરવામાં આવશે નહિ; અને હું પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માને દેશમાંથી કાઢી મૂકીશ.


અને જ્યારે કોઈ હજી પણ ભવિષ્ય કહેશે, ત્યારે તેને જન્મ આપનાર તેનાં માતાપિતા તેને કહેશે, ‘તું જીવતો રહેવાનો નથી, કેમ કે યહોવાને નામે તું જૂઠાં વચનો બોલે છે.’ અને તેને જન્મ આપનાર તેનાં માતાપિતા તે ભવિષ્ય કહેતો હશે તે વખતે તેને વીંધી નાખશે.


મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ. અને જુઓ, જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.”


શબ્દ સદેહ થઈને આપણામાં વસ્યો (અને પિતાના એકાકીજનિત દીકરાના મહિમા જેવો તેનો મહિમા અમે જોયો). તે કૃપા તથા સત્યતાથી ભરપૂર હતો.


ઈસુએ ઉત્તર આપ્યો, “જો કોઈ મારા પર પ્રેમ રાખતો હશે, તો તે મારું વચન પાળશે; અને મારા પિતા તેના પર પ્રેમ રાખશે, અને અમે તેની પાસે આવીને તેની સાથે રહીશું.


ઈશ્વરના મંદિરને મૂર્તિઓની સાથે શો મેળ હોય? કેમ કે જેમ ઈશ્વરે ક્હ્યું છે, “હું તેઓમાં રહીશ તથા તેઓની સાથે ચાલીશ; હું તેઓનો ઈશ્વર થઈશ, અને તેઓ મારા લોકો થશે.” તેમ આપણે જીવતા ઈશ્વરનું મંદિર છીએ.


હવે પછી કોઈ પ્રકારનો શાપ થનાર નથી; પણ તેમાં ઈશ્વરનું તથા હલવાનનું રાજ્યાસન થશે. તેમના દાસ તેમની સેવા કરશે.


Lean sinn:

Sanasan


Sanasan