Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 42:14 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 અંદર ગયા પછી યાજકોએ એ પવિત્રસ્થાનમાંથી બહારના ચોકમાં ન નીકળવું, પણ સેવા કરતી વખતે પહેરવાનાં વસ્ત્રો તેઓએ ત્યાં જ રાખી મૂકવાં; કેમ કે તેઓ પવિત્ર છે; અને બીજાં વસ્ત્ર પહેરીને તેઓએ લોકોના [ચોક] માં આવવું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

14 મંદિરમાં દાખલ થયા પછી યજ્ઞકારો સીધા બહારના ચોકમાં જશે નહિ, અને જો તેમણે જવું હોય તો સેવાકાર્ય કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારીને તે ખંડોમાં મૂકી દેવાં, કારણ, તે વસ્ત્રો પવિત્ર છે. તેમણે સામાન્ય જનસમૂહ માટે નિયુક્ત થયેલા સ્થાનમાં બીજાં વસ્ત્રો પહેરીને જ જવું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 યાજકોએ તેમાં પ્રવેશ કર્યા પછી તેઓએ પવિત્રસ્થાનમાંથી બહારના આંગણાંમાં જવું નહિ, સેવા કરતી વખતે પહેરવાનાં વસ્ત્રો તેઓએ ત્યાં જ રાખવાં, કેમ કે તેઓ પવિત્ર છે. જેથી તેઓએ લોકોની પાસે જતા પહેલાં બીજાં વસ્ત્રો પહેરવા.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

14 મંદિરમાં એકવાર પ્રવેશ્યા પછી યાજકોએ બહારના ચોકમાં જવું હોય તો તેમના વસ્ત્રો ઉતારી આ ઓરડીઓમાં મૂકવાના, કારણ કે તે વસ્ત્રો પવિત્ર છે લોકો પ્રવેશી શકે એ જગ્યાએ તેઓ જાય ત્યારે તેઓએ બીજા વસ્ત્રો પહેરવાં.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 42:14
16 Iomraidhean Croise  

હું યહોવામાં અતિશય આનંદ કરીશ, મારો જીવ મારા પ્રભુમાં હરખાશે; કેમ કે જેમ વર પોતાને મુગટથી સુશોભિત કરે છે, ને કન્યા પોતાને આભૂષણથી શણગારે છે, તેમ તેમણે મને તારણનાં વસ્ત્ર પહેરાવ્યાં છે, ન્યાયીપણાનો ઝભ્ભો મારા પર ઓઢાડયો છે.


ત્યાર પછી પવિત્રસ્થાનની બહારનો દરવાજો જેનું મોં પૂર્વ તરફ છે તેને માર્ગે તે મને પાછો લાવ્યો; અને તે બંધ હતો.


તેઓ નીકળીને બહારના આંગણામાં એટલે બહારના આંગણામાં લોકોની પાસે જતાં સમયે, તેઓ સેવા કરતી વખતે પહેરેલાં વસ્ત્રો ઉતારીને તેમને પવિત્ર ઓરડીઓમાં મૂકીને બીજાં વસ્ત્રો પહેરે, જેથી તેઓના વસ્ત્રોથી લોકો પાવન થઈ ન જાય.


અને હારુન મુલાકાતમંડપમાં આવે, ને જે શણનાં વસ્‍ત્ર તેણે પવિત્રસ્થાનમાંથી જતી વખતે પહેર્યાં હતાં, તેમને તે ઉતારીને ત્યાં રાખી મૂકે.


અને પવિત્ર જગામાં પાણીથી સ્નાન કરીને તે પોતાના વસ્‍ત્ર પહેરે, ને બહાર આવીને પોતાનું દહનીયાર્પણ તથા લોકો દહનીયાર્પણ ચઢાવીને પોતાને માટે તથા લોકોને માટે પ્રાયશ્ચિત્ત કરે.


અને મૂસાએ હારુનના પુત્રોને હાજર કરીને તેઓને અંગરખા પહેરાવ્યા, ને તેઓની કમરે પટક બાંધ્યા, ને તેઓને માથે ફાળિયાં બાંધ્યા. જેમ યહોવાએ મૂસાને આજ્ઞા કરી હતી તેમ.


અને તેણે હારુનને અંગરખો પહેરાવ્યો, ને તેની કમરે કમરબંધ બાંધ્યો, ને તેને જામો પહેરાવ્યો, ને તેને એફોદ પહેરાવ્યો, ને તેણે એફોદનો કારીગરીથી વણેલો પટકો તેની કમરે બાંધ્યો, અને એ વડે તેણે તેના શરીર સાથે તે બાંધ્યો.


પણ ઈસુએ તેને કહ્યું, “કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પાછળ જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.”


પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો, અને દેહને માટે, એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે, ચિંતન ન કરો.


એટલે ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓ માટે છે તે ઈશ્વરનું ન્યાયીપણું, કેમ કે એમાં કંઈ પણ ભેદ નથી.


કેમ કે તમારામાંના જેટલા ખ્રિસ્તમાં બાપ્તિસ્મા પામ્યા તેટલાએ ખ્રિસ્તને પહેરી લીધા.


એ જ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. અને તમે બધા એકબીજાની સેવા કરવાને માટે નમ્રતા પહેરી લો. કેમ કે ઈશ્વર ગર્વિષ્ઠોની વિરુદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.


Lean sinn:

Sanasan


Sanasan