Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 42:13 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 પછી તેણે મને કહ્યું, “અલગ જગાની આગળ જે ઉત્તરની ઓરડીઓ તથા દક્ષિણની ઓરડીઓ છે તે પવિત્ર ઓરડીઓ છે. ત્યાં યાજકોએ પરમપવિત્ર વસ્તુઓ ખાવી, ત્યાં તેઓએ પરમપવિત્ર વસ્તુઓ ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો તથા દોષાર્થાર્પણો મૂકવાં, કેમ કે સ્થાન પવિત્ર છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

13 પછી તે માણસે મને કહ્યું: “આ બંને ઈમારતો પવિત્ર છે. તેમાં પ્રભુની સેવામાં જોડાયેલા યજ્ઞકારો સૌથી પવિત્ર અર્પણો ખાય છે. યજ્ઞકારો અને પવિત્ર ખંડોમાં સૌથી પવિત્ર વસ્તુઓ એટલે ધાન્યઅર્પણ, પ્રાયશ્ર્વિતબલિ અને દોષનિવારણ બલિ મૂકશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 તે માણસે મને કહ્યું, “ઉત્તર તરફની ઓરડીઓ તથા દક્ષિણ તરફની ઓરડીઓ પવિત્ર ઓરડીઓ છે, જ્યાં યહોવાહની સેવા કરનાર યાજકો પરમપવિત્ર અર્પણો ખાય છે. તેઓ ત્યાં અતિ પવિત્ર વસ્તુઓ અર્પણ કરે છે એટલે ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો તથા દોષાર્થાર્પણો, કેમ કે તે પવિત્ર સ્થાન છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

13 પેલા માણસે મને કહ્યું, “આ બંને ઇમારતો પવિત્ર છે, એમાં યહોવાની સેવા કરનાર યાજકો પરમપવિત્ર અર્પણો ખાય છે એટલે કે યાજકો એમાં ખાદ્યાર્પણો, પાપાર્થાર્પણો અને દોષાર્થાર્પણો મૂકે છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 42:13
27 Iomraidhean Croise  

તે ટોબિયાનો સગો હતો માટે તેણે ટોબિયાને માટે એક મોટી ઓરડી બનાવી હતી. જેમ અગાઉ ખાદ્યાર્પણો, લોબાન તથા પાત્રો અને, અને લેવીઓને, ગવૈયાઓને તથા દ્વારપાળોને આજ્ઞા પ્રમાણે આપેલા અન્નના, દ્રાક્ષારસના તથા તેલના દશાંશો, તથા યાજકોનાં ઉચ્છાલીયાર્પણો ભરી રાખવામાં આવતાં હતાં.


અને તું પ્રતિષ્ઠાનો ઘેટો લઈને તેનું માંસ શુદ્ધ જગામાં બાફ.


દરવાજાના ખાંભો પાસે કમાડવળી ઓરડી હતી. ત્યાં દહનીયાર્પણો ધોવામાં આવતાં હતાં.


ઉત્તર તરફના મોંવાળી ઓરડી તે વેદીનું કામ કરનાર યાજકોને માટે છે. એ સાદોકના વંશજો છે, તેઓ લેવી-પુત્રોમાંથી યહોવાની સેવા કરવાને તેમની હજૂરમાં આવે છે.”


અલગ જગાની સામેની ઈમારત જે પશ્ચિમ દિશા તરફ હતી, તે સિત્તેર હાથ પહોળી હતી. તે ઈમારતની ચોતરફની ભીંતની જાડાઈ પાંચ હાથ હતી, ને લંબાઈ નેવું હાથ હતી.


ત્યાર પછી તે મને ઉત્તર તરફ થઈને બહારના ચોકમાં લાવ્યો, જે ઓરડી અલગ જગાની સામે હતી, એટલે જે ઉત્તર તરફની ઈમારતની સામે હતી તેમાં તે મને લાવ્યો.


ચોકની ભીતની જાડાઈમાં પૂર્વ તરફ, અલગ જગાની આગળ, ને ઇમારતની આગળ ઓરડીઓ હતી.


“તમે પાપાર્થાર્પણ પવિત્રસ્થાનની જગામાં કેમ ખાધું નહિ? કેમ કે તે પરમપવિત્ર છે, ને પ્રજાનું પાપ દૂર કરવા માટે તેમને માટે યહોવાની સમક્ષ પ્રાયશ્ચિત્ત કરવાને તે તેણે તમને આપ્યું છે.


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


અને પવિત્રસ્થાનની જે જગાએ પાપાર્થાર્પણ તથા દહનીયાર્પણ કપાય છે, તે જગાએ તે હલવાનને તે કાપે; કેમ કે જેમ પાપાર્થાર્પણ તેમ જ દોષાર્થાર્પણ પણ યાજકનું છે; તે પરમપવિત્ર છે.


અને ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય; તે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે.


અને ખાદ્યાર્પણમાંથી જે બાકી રહે તે હારુનનું તથા તેના પુત્રોનું થાય; તે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર વસ્તુ છે.


તે પોતાના ઈશ્વરની રોટલી ખાય, એટલે પરમપવિત્રમાંથી તેમ જ પવિત્રમાંથી.


અને તે હારુનની તથા તેના પુત્રોની થાય, અને પવિત્ર જગાએ તેઓ તે ખાય, કેમ કે સદાના વિધિ પ્રમાણે તે તેને માટે યહોવાના હોમયજ્ઞમાં પરમપવિત્ર છે.”


અને યહોવાએ મૂસાને કહ્યું,


યાજકોમાંનો દરેક પુરુષ તે ખાય; તે પરમપવિત્ર છે.


અને દોષાર્થાર્પણનો નિયમ આ છે: તે પરમપવિત્ર છે.


યાજકોમાંનો દરેક પુરુષ તે ખાય, પવિત્ર જગામાં તે ખાવામાં આવે, તે પરમપવિત્ર છે.


એ માટે કે તેઓ ઇઝરાયલ પ્રજા માટે સ્મરણરૂપ થાય કે, જે હારુનના સંતાનનો ન હોય એવો પારકો યહોવાની સમક્ષ ધૂપ ચઢાવવાને ન આવે કે, તેના હાલ કોરાના તથા તેની સભાનતા જેવા ન થાય. યહોવાએ મૂસાની હસ્તક તેને કહ્યું તેમ.


અને તેણે કોરાને તથા તેની આખી ટોળીને કહ્યું, “કોણ તેના છે, ને કોણ પવિત્ર છે, ને કોને તે પોતાની રૂબરૂ બોલાવશે, તે યહોવા કાલે બતાવશે. જેને તે પસંદ કરશે તેને તે પોતાની રૂબરૂ બોલાવશે.


અને તું તથા તારી સાથે તારા દિકરા વેદીને લગતી તથા પડદાની અંદરની પ્રત્યેક બાબત વિષે તમારું યાજકપદ બજાવો; અને સેવા કરો. બક્ષિસરૂપી સેવા તરીકે તમને તમારું યાજકપદ હું આપું છું; અને જે પારકો પાસે આવે તે માર્યો જાય.”


અને યાજકો, એટલે લેવી પુત્રો, પાસે આવે; કેમ કે પોતાની સેવા કરવાને તથા યહોવાને નામે આશીર્વાદ આપવાને યહોવા તારા ઈશ્વરે તેઓને પસંદ કર્યા છે, અને તેઓના કહ્યા પ્રમાણે પ્રત્યેક તકરાર તથા પ્રત્યેક મારનો નિવેડો થાય.


Lean sinn:

Sanasan


Sanasan