હઝકિયેલ 40:42 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 ટાંકેલા પથ્થરની દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી ને એક હાથ ઊંચી એવી ચાર મેજ દહનીયાર્પણોને માટે હતી. તે પર દહનીયાર્પણો તથા બલદાનો કાપવાના ઓજારો મુકતા હતાં. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.42 દહનબલિ માટેનાં પશુઓને તૈયાર કરવા માટે વપરાતા ચાર મેજ ખોદી કાઢેલા પથ્થરનાં હતાં. તે પચાસ સેન્ટીમીટર ઊંચા અને મથાળે ચારે બાજુ પંચોતેર સેન્ટીમીટર માપના ચોરસ આકારના હતાં. આ મેજો ઉપર દહનબલિ અને અન્ય બલિ માટેનાં પશુઓને વધેરવાનાં બધાં ઓજારો મુક્તાં હતાં. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 ત્યાં દહનીયાર્પણ માટે ઘડેલા પથ્થરની ચાર મેજ હતી. તે દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી અને એક હાથ ઊંચી હતી. તેના ઉપર દહનીયાપર્ણો તથા બલિદાન કાપવાનાં હથિયારો મૂકાતાં હતાં. Faic an caibideilપવિત્ર બાઈબલ42 ત્યાં બીજી ચાર પથ્થરની મેજ હતી. તે પર વધ કરવા માટેના છરા હતા. દરેક મેજ દોઢ હાથ લાંબી, દોઢ હાથ પહોળી અને એક હાથ ઊંચી હતી. Faic an caibideil |