હઝકિયેલ 40:22 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 તેની બારીઓ, તેની પરસાળ તથા તેના [પર પડેલાં] ખજૂરીઓનાં ઝાડ, એ પૂર્વ તરફના મોંવાળા દરવાજાના માપ પ્રમાણે હતાં. સાત પગથિયા ચઢીને ત્યાં જવાતું હતું; તેની પરસાળ તેમની આગળ હતી. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.22 મોટો ખંડ, બારીઓ અને તે પર કોતરેલાં ખજૂરીઓનાં વૃક્ષો પણ પૂર્વમુખી બાહ્ય દરવાજા જેવાં જ હતાં. દરવાજા પર ચડવા માટે સાત પગથિયાં હતાં, અને તેને છેડે મોટો ખંડ ચોકની સામે આવેલો હતો. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 તેની બારીઓ, પરસાળ, ખંડ તથા તેના ખજૂરીવૃક્ષની કોતરણી, પૂર્વના દરવાજાના જેવી હતી. ત્યાં સાત પગથિયાં ચઢીને જવાતું હતું, તેની પરસાળ તેમની આગળ હતી. Faic an caibideilપવિત્ર બાઈબલ22 આ દરવાજામાં ત્રણ બારીઓ, ઓસરી અને ખજૂરીવૃક્ષની કોતરણીના પૂર્વના દરવાજાની જેમ હતાં. સાત પગથિયાં ચઢીને આ દરવાજામાં પહોંચાતું હતું. Faic an caibideil |