Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 39:29 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

29 અને હું પછી કદી મારું મુખ તેઓથી અવળું ફેરવીશ નહિ. કેમ કે મેં ઇઝરાયલ લોકો પર મારો આત્મા રેડ્યો છે, એમ પ્રભુ યહોવા કહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

29 હું ઇઝરાયલના લોકો પર મારો આત્મા રેડીશ અને તેમનાથી કદી વિમુખ થઈશ નહિ. હું પ્રભુ પરમેશ્વર એ કહું છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

29 હું ઇઝરાયલી લોકો પર મારો આત્મા રેડીશ. તે પછી ફરી કદી તેઓનાથી મારું મુખ અવળું ફેરવીશ નહિ.’ આમ પ્રભુ યહોવાહ કહે છે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

29 અને ઇસ્ત્રાએલી કુળ પર મારો પ્રાણ રેડ્યા પછી ફરી કદી હું તેમનાથી વિમુખ નહિ થાઉં?” આમ યહોવા મારા માલિક કહે છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 39:29
20 Iomraidhean Croise  

જ્યાં સુધી કે ઉપરથી આત્મા આપણા પર રેડાય, અને અરણ્ય ફળવંત વાડી થાય, ને ફળવંત વાડી વન સમાન ગણાય [ત્યાં સુધી એમ થશે.]


પણ યહોવાથી ઇઝરાયલ અનંતકાળ માટેનું તારણ પામશે; તમે સદાકાળ માટે લજવાશો નહિ ને શરમાશો નહિ.


વળી હું તેઓની સાથે સદાનો કરાર કરીશ કે, હું તેઓનું હિત કરતાં તેઓની પાસેથી પાછો ફરીશ નહિ. અને તેઓ મારાથી દૂર ન જાય માટે હું મારો ડર તેઓના હ્રદયમાં મૂકીશ.


એમ તારા પરનો મારો ક્રોધ હું શમાવીશ, મારી ઈર્ષા તારા પરથી દૂર થશે, મને શાંતિ વળશે, ને મારો રોષ શમી જશે.


વળી હું મારો આત્મા તમારામાં મૂકીશ એટલે તમે જીવતા થશો, ને હું તમને તમારા પોતાના દેશમાં રાખીશ; ત્યારે તમે જાણશો કે હું યહોવા તે બોલ્યો છું, ને મેં તે પૂરું કર્યું છે, એમ યહોવા કહે છે.”


તેઓ જાણશે કે હું યહોવા તેઓનો ઈશ્વર છું, કેમ કે મેં તેઓને અન્ય પ્રજાઓમાં બંદીવાસમાં મોકલ્યા, ને પાછા તેઓને પોતાના દેશમાં ભેગા કરીને લાવ્યો અને ત્યાર પછી હું તેઓમાંના કોઈને ત્યાં પડ્યો મૂકીશ નહિ.


ત્યારે તમે જાણશો કે હું ઇઝરાયલમાં છું, ને હું તમારો ઈશ્વર યહોવા છું, ને બીજો કોઈ નથી; અને મારા લોકો કદી લજ્જિત થશે નહિ.


ત્યાર પછી એવું થશે કે, હું સર્વ મનુષ્યો પર મારો આત્મા રેડી દઈશ; અને તમારા દીકરા તથા તમારી દીકરીઓ પ્રબોધ કરશે, તમારા વૃદ્ધોને સ્વપ્નો આવશે, તમારા જુવાનોને સંદર્શનો થશે


કેમ કે, “જુઓ, તે દિવસોમાં એટલે તે સમયમાં, જ્યારે હું યહૂદિયા તથા યરુશાલેમની ગુલામગીરી ફેરવી નાખીશ,


તે ફરશે અને ફરીથી આપણા પર કરુણા રાખશે. તે આપણાં પાપોને પગ નીચે ખૂંદશે; અને તમે તેઓનાં સર્વ પાપો સમુદ્રનાં ઊંડાણમાં ફેંકી દેશો.


હું દાઉદના વંશજો પર તથા યરુશાલેમના રહેવાસીઓ પર કૃપાનો તથા વિનંતીનો આત્મા રેડીશ. અને મને, જેને તેઓએ વીંધ્યો છે, તેની તરફ તેઓ જોશે; અને જેમ કોઈ પોતાના એકનાએક પુત્રને માટે શોક કરે તેમ તેઓ તેને માટે શોક કરશે, ને જેમ કોઈ પોતાના જ્યેષ્ઠ પુત્રને માટે દુ:ખી થાય તેમ તેઓ તેને લીધે દુ:ખી થશે.


માટે ઈશ્વરને જમણે હાથે તેમને ઉપર લઈ લેવામાં આવ્યા, અને પિતા પાસેથી પવિત્ર આત્માનું વચન પામીને, આ જે તમે જુઓ છો તથા સાંભળો છો, તે તેમણે રેડ્યું છે.


જે તેમની આજ્ઞાઓ પાળે છે, તે એમનામાં રહે છે, અને તેઓ તેનામાં. અને જે આત્મા એમણે આપણને આપ્યો છે તેનાથી આપણે જાણીએ છીએ કે તેઓ આપણામાં રહે છે.


Lean sinn:

Sanasan


Sanasan