Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 39:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તમે શૂરવીરોનું માંસ ખાશો, ને પૃથ્વીના સરદારોનું રક્ત પીશો. મેંઢાંઓનું. હલવાનોનું, બકરાઓનું, તથા ગોધાઓનું પણ, એ સર્વ તો બાશાનનાં પુષ્ટ જાનવરો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 સૈનિકોનું માંસ ખાઓ અને પૃથ્વીના શાસકોનું રક્ત પીઓ. એ બધા તો બાશાન દેશના પુષ્ટ મેઢાં, ઘેટાં, બકરાં અને આખલા જેવા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તમે યોદ્ધાઓનું માંસ ખાઓ અને પૃથ્વીના સરદારોનું લોહી પીઓ; મેંઢાંઓનું, હલવાનોનું, બકરાઓનું તથા બળદોનું લોહી પણ પીઓ. તેઓ બાશાનનાં પુષ્ટ પશુઓ છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 યોદ્ધાઓનું માંસ ખાઓ અને પૃથ્વીના રાજકર્તાઓનું લોહી પીઓ. એ બધા તમારા ઘેટાંબકરાં છે અને બાશાનના માતેલા બળદો છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 39:18
16 Iomraidhean Croise  

ઘણા ગોધાઓએ મને ઘેરી લીધો છે; બાશાનના બળવંત ગોધાઓ મારી આસપાસ ફરી વળ્યા છે.


સરકટોમાં ભરાઈ રહેનાર હિંસક પ્રાણીને ધમકાવો, ગોધાઓના ટોળાને તથા વાછરડાં જેવા લોકોને પણ [ધમકાવો] કે, તેઓ રૂપાની લગડીઓ તમને આપીને દંડવત પ્રણામ કરે; જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.


યહોવાની તરવાર લોહીથી ભરપૂર છે, તે મેદથી, હલવાન તથા બકરાંના લોહીથી, બકરાના ગુરદાના મેદથી તરબત્તર થયેલી છે; કેમ કે બોસ્રામાં યહોવાનો યજ્ઞ તથા અદોમ દેશમાં મોટી કતલ છે.


જંગલી ગોધાઓ, બળદો તથા આખલાઓ એ બધા સાથે નીચે આવશે; અને તેમની ભૂમિ લોહીથી તરબોળ થશે, ને તેમની ધૂળ મેદથી મિશ્રિત થશે.


મેં તેઓને ગભરાયેલા તથા પાછા હઠેલા જોયા એ કેમ? તેઓના શૂરવીરો હારી ગયા છે, તેઓ ઝડપથી નાઠા છે ને પાછું ફરી જોતા નથી; ચારે તરફ ભય છે, એવું યહોવા કહે છે.


રે મારા વારસાને લૂંટનારાઓ, તમે આનંદ તથા મોજ કરો છો, મલકાણે ચઢેલી વાછરડીની જેમ કુદકારા કરો છો, ને બળવાન ઘોડાઓની જેમ ખોંખારો છો.


તેના સર્વ બળદોને મારી નાખો. તેઓને કતલ થવા માટે નીચે ઊતરી જવા દો! તેઓને અફસોસ! તેઓનો દિવસ, તેઓના શાસનનો સમય, આવ્યો છે.


હું તેઓને હલવાનોની જેમ, બકરાસહિત ઘેટાઓની જેમ, કતલખાનામાં ઉતારી લાવીશ.


પછી હું તને તથા તારી નદીઓનાં સર્વ માછલાંને અરણ્યમાં પડતાં મૂકીશ. તું ખુલ્લા મેદાનમાં પડી રહેશે. તને કોઈ ઊંચકશે નહિ કે ભેગો કરશે નહિ. મેં તને ભૂચર પશુઓને તથા ખેચર પક્ષીઓને ભક્ષ તરીકે આપ્યો છે.


હે મારા ટોળા, તારે વિષે તો પ્રભુ યહોવા કહે છે કે, મેંઢા તથા મેઢાંની વચ્ચે, અને ઘેટાંઓ તથા બકરાંઓની વચ્ચે હું ન્યાય કરીશ.


પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે નક્કી મારાં ઘેટાં શિકાર થઈ પડ્યા છે, ને મારાં ઘેટાં સર્વ જંગલી જનાવરોનું ભક્ષ થઈ પડ્યાં છે, કેમ કે કોઈ પાળક નહોતો, તેમ જ મારા પાળકોએ મારાં ઘેટાંની શોધ કરી નહિ. પણ તેઓએ મારાં ઘેટાંનું પોષણ ન કરતાં પોતાનું પોષણ કર્યું.


જે બલિદાન મેં તમારે માટે આપ્યું છે તેનો મેદ તમે ધરાતાં સુધી ખાશો, ને તેનું રક્ત તમે મસ્ત થતાં સુધી પીશો.


હે સમરુનના પર્વત પરની, ગરીબો પર જુલમ કરનારી, દરિદ્રીઓને કચરી નાખનારી તથા “લાવો, આપણે પીએ, ” એમ પોતાના ધણીઓને કહેનારી બાશાનની ગાયો, તમે આ વચન સાંભળો.


ગાયનું માખણ ને ઘેટીનું દૂધ, અને હલવાનની ચરબી અને બાશાનની ઓલાદના ઘેટા, તથા બકરા તથા ઘઉંના તાંદળાનું સત્વ; અને દ્રાક્ષાના લાલચોળ રસનો દ્રાક્ષારસ તેં પીધો,


જેઓ બાકી રહ્યા તેઓ ઘોડા પર બેઠેલાના મોંમાંથી નીકળતી તરવારથી માર્યા ગયા! અને તેઓનાં માંસથી સઘળાં પક્ષીઓ તૃપ્ત થયાં!


Lean sinn:

Sanasan


Sanasan