Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 39:17 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 વળી, હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવા કહે છે કે, દરેક જાતના પક્ષીને તથા દરેક જંગલી શ્વાપદને કહે કે, તમે ટોળે થઈને આવો. જે બલિદાન હા, મહા બલિદાન હું ઇઝરાયલના પર્વતો પર તમારે માટે કરું છું ત્યાં આગળ માંસ ખાવાને તથા રક્ત પીવાને ચારે દિશાથી એકત્ર થઈને આવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

17 પ્રભુ પરમેશ્વરે મને કહ્યું: “હે મનુષ્યપુત્ર, તું દરેક પ્રકારના પક્ષીને અને દરેક જંગલી પ્રાણીને કહે: આવો, ચારે દિશાથી ટોળે વળીને આવો. તમારે માટે હું પ્રભુ, ઇઝરાયલના પર્વતો પર એક મહાન બલિદાન તૈયાર કરું છું. તેની મિજબાનીમાં આવો, માંસ ખાઓ અને રક્ત પીઓ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 હે મનુષ્યપુત્ર, પ્રભુ યહોવાહ કહે છે, દરેક જાતનાં પક્ષીઓને તથા જંગલી પશુઓને કહે, “તમે એકત્ર થઈને આવો, તમારે માટે હું જે બલિદાન, મહા બલિદાન, ઇઝરાયલના પર્વતો પર કરું છું, ત્યાં માંસ ખાવાને તથા લોહી પીવાને ચારેબાજુથી આવો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

17 આ યહોવા મારા માલિકના વચન છે, “હે મનુષ્યના પુત્ર, યહોવા મારા માલિક કહે છે, ‘હવે પક્ષીઓને અને જંગલી પ્રાણીઓને બોલાવ અને તેઓને કહે: મહાબલિદાનરૂપ ઉજાણી માટે એકઠાં થાઓ, પાસેના તથા દૂરના સર્વ ઇસ્રાએલના પર્વતો પર આવો, આવો, માંસ ખાઓ અને લોહી પીઓ!

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 39:17
18 Iomraidhean Croise  

ત્યારે યાકૂબે પહાડ પર યજ્ઞ કર્યો, ને રોટલી ખાવાને પોતાના ભાઈઓને બોલાવ્યા. અને તેઓએ રોટલી ખાધી, ને તેઓ આખી રાત પહાડ પર રહ્યા.


પર્વતોનાં જંગલી પક્ષીઓને માટે ને પૃથ્વીનાં પશુઓને માટે તેઓ તમામ મૂકી દેવામાં આવશે; અને જંગલી પક્ષી તે ઉપર ઉનાળો કાઢશે, ને પૃથ્વીનાં સર્વ પશુઓ તે ઉપર શિયાળો કાઢશે.


પછી હું અરીએલને સંકટમાં નાખીશ, ત્યાં શોક તથા વિલાપ થઈ રહેશે; અને તે મારી આવળ વેદી જેવું જ થશે.


યહોવાની તરવાર લોહીથી ભરપૂર છે, તે મેદથી, હલવાન તથા બકરાંના લોહીથી, બકરાના ગુરદાના મેદથી તરબત્તર થયેલી છે; કેમ કે બોસ્રામાં યહોવાનો યજ્ઞ તથા અદોમ દેશમાં મોટી કતલ છે.


જંગલી ગોધાઓ, બળદો તથા આખલાઓ એ બધા સાથે નીચે આવશે; અને તેમની ભૂમિ લોહીથી તરબોળ થશે, ને તેમની ધૂળ મેદથી મિશ્રિત થશે.


ખેતરનાં સર્વ શ્વાપદ, વનમાંનાં સર્વ પશુ, તમે ફાડી ખાવાને આવો.


શું મારો વારસો કાબરચીતરાં પીછાંવાળા પક્ષી જેવો છે કે, જેની આસપાસ શિકારી પક્ષીઓ ફરી વળ્યાં છે? ચાલો, સર્વ વનપશુઓને એકત્ર કરો, ફાડી ખાવા માટે તેઓને લાવો.


તે દિવસે યહોવાથી હણાયેલા પૃથ્વીના એક છેડાથી બીજા છેડા સુધી દેખાઈ આવશે. તેઓને માટે રડાપીટ થશે નહિ, ને તેઓને ભેગા કરીને દાટવામાં આવશે નહિ; તેઓ ભૂમિની સપાટી પર પડી રહીને ખાતરરૂપ થઈ જશે.


સૈન્યોના ઈશ્વર યહોવાનો પોતાના શત્રુઓ પાસેથી બદલો લેવાનો આ દિવસ છે; તરવાર ખાઈને તૃપ્ત થશે, ને તેઓનું રક્ત પેટ ભરીને પીશે; કેમ કે સૈન્યોના ઈશ્વર યહોવાને ઉત્તર દેશમાં ફ્રાત નદીની પાસે બલિદાન આપવામાં આવે છે.


પછી હું તને તથા તારી નદીઓનાં સર્વ માછલાંને અરણ્યમાં પડતાં મૂકીશ. તું ખુલ્લા મેદાનમાં પડી રહેશે. તને કોઈ ઊંચકશે નહિ કે ભેગો કરશે નહિ. મેં તને ભૂચર પશુઓને તથા ખેચર પક્ષીઓને ભક્ષ તરીકે આપ્યો છે.


એક નગરનું નામ પણ હામોના [એટલે સમુદાય] પડશે. એમ તેઓ દેશને સ્વચ્છ કરશે.


તું તથા તારા સર્વ લશ્કરો તથા તારી સાથેની પ્રજાઓ ઇઝરાયલના પર્વતો પર માર્યા જશો. હું તને સર્વ પ્રકારના ફાડી ખાનાર પક્ષીઓને તથા જંગલી શ્વાપદોને ભક્ષ તરીકે આપીશ.


“પ્રભુ યહોવાની સમક્ષ ચૂપ રહે, કેમ કે યહોવાનો દિવસ પાસે છે; કેમ કે યહોવાએ યજ્ઞ તૈયાર કર્યો છે. તેમણે પોતાના પરોણાઓને પાવન કર્યા છે.


જ્યાં મુડદું હોય, ત્યાં ગીધો એકઠાં થશે.


અને તે યજ્ઞમાં યિશાઈને બોલાવજે, પછી તારે શું કરવું તે હું તને બતાવીશ. અને હું જેનું નામ તને કહું તેનો મારે માટે અભિષેક કરજે.”


આજે યહોવા તને મારા હાથમાં સોંપશે; અને હું તને મારીશ, ને તારું માથું તારા [ઘડ] થી જુદું કરીશ. અને આજે પલિસ્તીઓના સૈન્યનાં મુડદાં હું વાયુચર પક્ષીઓને તથા પૃથ્વી પરનાં રાની પશુઓને આપીશ, જેથી આખી દુનિયા જાણે કે ઇઝરાયલમાં ઈશ્વર છે.


તમે નગરમાં પેસશો કે તરત જ, એટલે ઉચ્ચસ્થાને તે જમવા જાય તે પહેલાં, તેમને મળશે; કેમ કે તે આવીને યજ્ઞને આશીર્વાદ નહિ દે ત્યાં સુધી લોકો ખાશે નહિ. જેઓને નોતરવામાં આવ્યા છે તેઓ ત્યાર પછી જ ખાશે; તો હવે તમે ઉપર જાઓ; કેમ કે આ વખતે તે તમને મળશે.”


Lean sinn:

Sanasan


Sanasan