Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 38:16 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 દેશને ઢાંકી દેનાર વાદળની જેમ તું મારા ઇઝરાયલ લોક ઉપર ચઢી આવશે. અને હે ગોગ, પાછલા દિવસોમાં હું તને મારા દેશ ઉપર ચઢાવી લાવીશ, જેથી સર્વ પ્રજાઓની નગર આગળ હું તારા વડે પવિત્ર મનાઈશ, અને ત્યારે તેઓ મને ઓળખશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

16 આખા દેશને ઢાંકી દેનાર વાદળની જેમ તું મારા ઇઝરાયલી લોક પર ચઢી આવશે. હે ગોગ, હું તને પાછલા દિવસોમાં મારા દેશ પર આક્રમણ કરવાને લઈ આવીશ, જેથી તારી મારફતે હું સર્વ પ્રજાઓ સમક્ષ મારી પવિત્રતાનું સમર્થન કરું અને તે દ્વારા તેઓ મને ઓળખે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 તું મારા ઇઝરાયલી લોકો ઉપર દેશને ઢાંકી દેનાર વાદળની જેમ ચઢી આવશે. પાછલા દિવસોમાં હું તને મારા દેશની વિરુદ્ધ મોકલીશ, ત્યારે ગોગ મારી પવિત્રતા જોશે અને પ્રજાઓ મને જાણશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

16 તું મારા લોકો ઇસ્રાએલીઓ ઉપર ચઢી આવશે અને આખા દેશ ઉપર વાદળની જેમ છવાઇ જશે. હવે પછી હું તને મારા દેશ ઉપર ચઢાઇ કરવા માટે મોકલીશ, જેથી હે ગોગ, તારી મારફતે મેં બતાવેલો મારી પવિત્રતાનો પરચો જોઇને બધી પ્રજાઓ જાણે કે હું કોણ છું.’

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 38:16
32 Iomraidhean Croise  

તો હવે હે અમારા ઈશ્વર યહોવા, હું તમને કાલાવાલા કરું છું કે, તમે અમને તેના હાથમાંથી બચાવો કે, પૃથ્વીના સર્વ રાજ્યો જાણે કે, તમે, હે યહોવા, એકલા તમે જ, ઈશ્વર છો.”


અને જયારે ફારુન તથા તેના રથો તથા તેના સવારો પર હું મહિમા પામીશ, ત્યારે મિસરીઓ જાણશે કે હું યહોવા છું.”


અને હું ફારુનનું હ્રદય હઠીલું કરીશ, તે તેઓનો પીછો પકડશે; અને ફારુન ઉપર તથા તેના બધા સૈન્ય ઉપર હું મહિમાવાન થઈશ, અને મિસરીઓ જાણશે કે હું યહોવા છું.” અને તેઓએ એમ કર્યું.


છેલ્લા કાળમાં યહોવાના મંદિરનો પર્વત પહાડોનાં શિખરો પર સ્થાપન થશે, ને ડુંગરો કરતાં તેને ઊંચો કરવામાં આવશે; અને સર્વ પ્રજાઓ તેમાં પ્રવાહની જેમ પ્રવેશ કરશે.


પણ તે પોતાની મધ્યે પોતાનાં છોકરાં એટલે મારા હાથની કૃતિઓને જોશે, ત્યારે તેઓ મારા નામને પવિત્ર માનશે; અને તેઓ યાકૂબના પવિત્ર [ઈશ્વર] ને પવિત્ર માનશે, ને ઇઝરાયલના ઈશ્વરથી બીશે.


પણ સૈન્યોના ઈશ્વર યહોવા તેમનાં ન્યાયકૃત્યોને લીધે મોટા મનાય છે, અને ઈશ્વર જે પવિત્ર છે તે ન્યાયથી પવિત્ર મનાય છે.


સૈન્યોના [ઈશ્વર] યહોવાને પવિત્ર માનો; અને તેમનાથી બીઓ તથા તેમનાથી ડરો.


હું તમને [બીજી] ‍ પ્રજાઓમાંથી કાઢી લાવીશ, ને જે દેશોમાં તમે વિખેરાઈ ગયા છોતેઓમાંથી તમને ભેગા કરીશ, ત્યારે હું તમને સુવાસની જેમ સ્વીકારીશ.અને વિદેશીઓના દેખતા હું તમારામાં પવિત્ર મનાઈશ.


કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે સિદોન, જો, હું તારી વિરુદ્ધ છું. હું તારામાં મહિમા પામીશ. અને હું તેનો ન્યાય કરીને શિક્ષા કરીશ, ને તેમાં પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


અન્ય પ્રજાઓમાં તમે મારા મહાન નામને બટ્ટો લગાડ્યો છે, તેને હું પવિત્ર મનાવીશ. અને પ્રભુ યહોવા કહે છે કે, જ્યારે હું તે પ્રજાઓની નજર આગળ તમારામાં પવિત્ર મનાઈશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


હું મારું પોતાનું મહાત્મ્ય તથા પવિત્રતા વિદિત કરીશ, ને હું ઘણી પ્રજાઓની ર્દષ્ટિમાં પોતાને પ્રગટ કરીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


હું મારું ગૌરવ સર્વ પ્રજાઓમા સ્થાપીશ, ને સર્વ પ્રજાઓ મેં જે ન્યાય કરીને શિક્ષા કરી છે તે તથા તેમના પર મેં હાથ નાખેલો છે તે જોશે.


એટલે હું તેઓને અન્ય પ્રજાઓમાં પાછા લાવ્યો હોઈશ, ને તેઓના શત્રુઓના દેશોમાંથી તેમને મેં ભેંગા કર્યા હશે, ને ઘણી પ્રજાઓની નજર આગળ તેઓ મધ્યે હું પવિત્ર મનાતો હોઈશ ત્યારે


વળી હું મારું પવિત્ર નામ મારા ઇઝરાયલ લોકોમાં જણાવીશ; અએ હું ફરી કદી મારા પવિત્ર નામને બટ્ટો લાગવા દઈશ નહિ. ત્યારે [બીજી] પ્રજાઓ જાણશે કે યહોવા, ઇઝરાયલમા જે પવિત્ર [ઈશ્વર] , તે હું છું.”


તારા લોકો પર પાછળના દિવસોમાં શું વીતશે તે તને સમજાવવા માટે હું હમણાં આવ્યો છું; કેમ કે સંદર્શન તો દૂરના કાળ વિષે છે.”


પણ આકાશમાં એક ઈશ્વર છે કે જે મર્મ ખોલે છે, ને હવે પછીના વખતમાં શું થવાનું છે તે તેમણે નબૂખાદનેસ્સાર રાજાને જણાવ્યું છે. આપનું સ્વપ્ન તથા આપના પલંગ પર થયેલાં આપના મગજનાં સંદર્શનો, તે આ છે:


પછીથી ઇઝરાયલી લોકો પાછા આવીને પોતાના ઈશ્વર યહોવાની તથા પોતાના રાજા દાઉદની શોધ કરશે; અને પાછલા દિવસોમાં તેઓ યહોવાનું ભય રાખીને તેમની પાસે આવશે, ને તેમની ઉદારતાનો [આશ્રય] લેશે.


હે આસપાસની સર્વ પ્રજાઓ, જલદી આવો, ને એકત્ર થાઓ;” હે યહોવા, ત્યાં તમારા યોદ્ધાઓને ઉતારી લાવો.


અને મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ જે ફરમાવ્યું છે તે આ છે કે, જેઓ મારી પાસે આવે તેઓ મધ્યે હું પવિત્ર મનાઉં ને હું સર્વ લોકોની આગળ ગૌરવવાન મનાઉં.” અને હારુન છાનો રહ્યો.


પણ પાછલા દિવસોમાં યહોવાના મંદિરના પર્વતની સ્થાપના પર્વતોના શિખર પર થશે, ને તેને [બીજા] ડુંગરો કરતાં ઊંચો કરવામાં આવશે; અને લોકોનાં ટોળેટોળાં ત્યાં ચાલ્યાં આવશે. આવશે.


કેમ કે હું જાણું છું, કે મારા મરણ પછી તમે તદ્દન બગડી જશો, ને જે માર્ગે ચાલવાનું મેં તમને ફરમાવ્યું છે તેમાંથી તમે ભટકી જશો. અને પાછલા દિવસોમાં તમારા પર દુ:ખ આવી પડશે; કેમ કે યહોવાની દષ્ટિમાં જે ભૂંડું છે તે કરીને તમારા હાથના કામથી તમે તેમને રોષ ચઢાવશો.”


પણ [પવિત્ર] આત્મા સ્પષ્ટ કહે છે કે, પાછલા સમયમાં કેટલાક માણસો ભુલાવનાર આત્માઓ પર તથા અશુદ્ધ આત્માઓના ઉપદેશ પર ધ્યાન આપીને,


પણ છેલ્લા સમયમાં સંકટના વખતો આવશે, એ વાત ધ્યાનમાં રાખ.


તેઓ પૃથ્વીની આખી સપાટી પર ચાલતા ગયા, અને તેઓએ સંતોની છાવણીને તથા વહાલા શહેરને ઘેરો ઘાલ્યો. પણ આકાશમાંથી અગ્નિ ઊતર્યો, અને તેઓનો સંહાર કર્યો.


Lean sinn:

Sanasan


Sanasan