Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 38:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 જેથી હું તેઓને લૂંટી લઉં ને પકડી લઉં; તથા જે તેમના ઉપર, ને જે લોકોને ભિન્ન ભિન્ન પ્રજાઓમાંથી ભેગા કરવામાં આવેલા છે, જેઓને ઢોર તથા મિલકત પ્રાપ્ત થયેલાં છે, જેઓ પૃથ્વીના મધ્ય ભાગમાં રહે છે, તેઓના ઉપર મારો હાથ નાખું.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 અગાઉ વસતીહીન થઇ ગયેલા એ ગામોમાં હવે વસતી થઇ છે, એ લોકોને વિવિધ પ્રજાઓમાંથી કાઢી લાવીને એકત્ર કરવામાં આવ્યા છે. તેઓ હવે પશુપાલન કરે છે અને મિલક્ત ધરાવે છે. તેઓ પૃથ્વીના મધ્યભાગમાં વસે છે. હું તેઓ પર ત્રાટકીને તેમને લૂંટી લઇશ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 કે જેથી હું તેઓને લૂંટી લઉં તથા પકડી લઉં, જે ઉજ્જડ નગરોમાં વસ્તી થયેલી છે, પ્રજાઓમાંથી ભેગા કરવામાં આવેલા લોકો જેઓને જાનવર તથા મિલકત પ્રાપ્ત કરવામાં આવેલા છે અને જેઓ પૃથ્વીના મધ્ય ભાગમાં રહે છે તેઓના વિરુદ્ધ હું મારો હાથ લાવું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 એકવાર ખંડિયેર થઇ ગયેલા એ નગરોમાં ઘણાં દેશોમાંથી પાછા ફરેલા બધાં ઇસ્રાએલી લોકો વસે છે. હવે તેઓ પાસે પુષ્કળ ઢોરઢાંખર અને વિપુલ સંપત્તિ છે. હવે તેઓ બીજી બધી જાતિઓના કેન્દ્ર સ્થાને છે. હું તેઓ પર હુમલો કરીશ અને ઢોરઢાંખર તથા મિલકત લૂંટી લઇશ અને ખૂબ લૂંટ ભેગી કરીને લઇ જઇશ.’

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 38:12
14 Iomraidhean Croise  

અધર્મી પ્રજાની સામે હું તેને મોકલીશ, ને મારા કોપને પાત્ર થએલા લોકોની વિરુદ્ધ તેને આજ્ઞા આપીશ કે, તે લૂંટ કરે, ને શિકાર પકડે, ને તેઓને ગલીઓના કાદવની જેમ ખૂંદી નાખે.


તેથી જેઓ તને ખાઈ જાય છે તેઓ સર્વને ખાઈ જવામાં આવશે. અને તારા સર્વ શત્રુઓ એકેએક બંદીવાસમાં જશે; અને જેઓ તારું હરી લે છે તેઓનું પણ હરી લેવામાં આવશે, ને જેઓ લૂંટે છે તે સર્વને હું લૂંટાવી દઈશ.


તેથી પ્રભુ યહોવા કહે છે કે, જો, હું બાબિલના રાજા નબૂખાદનેસ્સારને મિસર દેશ આપીશ. અને તે તેના જનસમુહને પકડી લઈ જશે, તેને લૂટી લેશે, ને તેમાંનું સર્વસ્વ હરી જશે. અને તે તેના સૈન્યના શ્રમનો બદલો થશે.


ઘણા દિવસો પછી તારી ખબર લેવામાં આવશે. પાછલાં કાળમાં તરવારના સપાટામાંથી બચી ગયેલા તથા ઘણી પ્રજાઓમાંથી ભેગા થયેલા [લોકોના] દેશમાં, એટલે ઇઝરાયલના હમેશાં ઉજ્જડ પડેલા પર્વતો પર, તું આવશે. પણ જે [પ્રજાને] વિદેશીઓમાંથી બહાર કાઢી લાવવામાં આવેલી છે, તેઓ સર્વ નિર્ભય રહેશે.


હું આશ્દોદમાંથી રહેવાસીઓનો, ને આશ્કલોનમાંથી રાજદંડ ધારણ કરનારનો સંહાર કરીશ.” પ્રભુ યહોવા કહે છે, “હું મારો હાથ એક્રોનની વિરુદ્ધ ફેરવીશ, ને બાકી રહેલા પલિસ્તીઓ નાશ પામશે.”


ત્યારે યહોવાના દૂતે ઉત્તર આપ્યો, “હે સૈન્યોના [ઇશ્વર] યહોવા, યરુશાલેમનાં તથા યહૂદિયાનાં નગરો કે, જેઓના ઉપર આ સિત્તેર વરસથી તમે કોપાયમાન રહ્યા છો, તેઓના પર તમે ક્યાં સુધી દયા નહિ કરો?”


હજી બીજી વાર પોકાર કે, સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘હજી પણ મારા નગરો આબાદ થઈને ચોતરફ વૃદ્ધિ પામશે, ને હજી પણ યહોવા સિયોનને દિલાસો આપશે, ને હજી પણ તે યરુશાલેમને પસંદ કરશે.’”


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હે તરવાર, મારા પાળક વિરુદ્ધ તથા જે માણસ મારો સાથી છે તેની વિરુદ્ધ જાગૃત થા. પાળકને માર, એટલે ઘેટાં વિખેરાઈ જશે. અને હું મારો હાથ નાનાંઓ ઉપર ફેરવીશ.”


ત્યારે ગઆલે ફરી કહ્યું, “જો, લોક દેશની મધ્યમાં થઈને ઊતરી આવે છે, ને બીજું એક ટોળું મેઓનનીમના એલોન વૃક્ષની વાટે થઈને આવે છે.”


Lean sinn:

Sanasan


Sanasan