Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 37:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યારે પ્રભુના આત્માએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ હાડકાં તે ઈઝરાયલનું આખું કુળ છે, અમારી આશા નાશ પામી છે.અમે તદ્‍ન નાબુદ થઈ ગયા છીએ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

11 ઈશ્વરે મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના સમગ્ર વંશજો આ હાડકાં જેવાં છે. તેઓ કહે છે કે, ‘અમારાં હાડકાં સૂકાઈ ગયાં છે, અમારી આશા નાશ પામી છે. અમારે કોઇ ભવિષ્ય નથી.’

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 અને પ્રભુના આત્માએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ બધા તો ઇઝરાયલી લોકો છે. જો, તેઓ કહે છે, ‘અમારાં હાડકાં સુકાઈ ગયાં છે, અમારી આશા નાશ પામી છે, અમારો વિનાશ થયો છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

11 ત્યાર બાદ યહોવા મારા માલિકે મને કહ્યું, “હે મનુષ્યના પુત્ર, આ હાડકાં એ બધા ઇસ્રાએલી લોકો છે, તેઓ કહે છે, ‘અમારા હાડકાં સૂકાઇ ગયાં છે, આશા ઊડી ગઇ છે, અમે કપાઇ ગયેલા છીએ.’

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 37:11
25 Iomraidhean Croise  

તો પછી મારી આશા ક્યાં રહી? અને મારી આબાદીને કોણ જોશે?


જેમ કોઈ જમીન ઉપર [લાકડાંને] કાપીને ચીરે છે તેમ અમારાં હાડકાં કબરના મુખ આગળ વિખેરી નાખેલાં છે.


હે યહોવાના સર્વ ભક્તો, તેમના પર પ્રેમ રાખો. યહોવા વિશ્વાસુઓનું રક્ષણ કરે છે, અને અહંકારથી કામ કરનારને પુષ્કળ બદલો આપે છે.


તમારો ઉગ્ર કોપ મારા ઉપર થયો છે; તમારા ત્રાસે મારો નાશ કર્યો છે.


મને તજીને મૂએલા ભેગો ગણી લીધો છે, મારી નંખાયેલા, કબરમાં સૂતેલા કે, જેઓનું તમે ફરી સ્મરણ કરતા નથી, અને જેઓ તમારા હાથથી દૂર થયેલા છે [તેમના જેવો હું છું].


યાકૂબ, તું શા માટે કહે છે અને હે ઇઝરાયલ, તું શા માટે બોલે છે કે, મારો માર્ગ યહોવાથી સંતાડેલો છે, ને મારો ન્યાય મારા ઈશ્વરના લક્ષમાં નથી?


પણ સિયોને, કહ્યું, “યહોવાએ મને તજી દીધી છે, પ્રભુ મને વિસરી ગયા છે.”


તું તારા પગને ઉઘાડા તથા તારા ગળાને તૃષિત થવા ન દે;” પણ તેં કહ્યું, “મને આશા નથી, જરા પણ નથી; કેમ કે પારકાઓ પર મેં પ્રેમ કર્યો છે, ને તેઓની પાછળ હું જઈશ.”


યહોવા કહે છે, “તે સમયે હું ઇઝરાયલનાં સર્વ કુળોનો ઈશ્વર થઈશ, ને તેઓ મારા લોકો થશે.”


વળી જે દેશ વિષે તમે કહો છો કે, આ દેશ તો વસતિહીન તથા પશુહીન થઈને ઉજ્જડ થયો છે, તે ખાલદીઓના હાથમાં સોંપવામાં આવ્યો છે, તે દેશમાં ખેતરો વેચાતાં લેવામાં આવશે.


મેં કહ્યું, “મારું બળ ખૂટી ગયું છે, તથા યહોવા તરફથી મારી આશા નષ્ટ થઈ છે.


મારા માથા ઉપર પાણી ફરી વળ્યાં; મેં કહ્યું કે, હું મરી ગયો!


વળી, હે મનુષ્યપુત્ર, ઇઝરાયલ લોકોને કહે કે, તમે બોલો છો કે, અમારા અપરાધો તથા અમારા પાપો અમારે શિર આવી પડેલાં છે, ને તેમને લીધે અમે ઝૂરી ઝૂરી મરીએ છીએ; ત્યારે અમે શી રીતે જીવીએ?


હું તમારા પર મનુષ્યોની વસતિ વધારીશ, એટલે ઇઝરાયલનો આખો વંશ, હા, આખો [વંશ વધારીશ] અને નગરોમાં વસતિ થશે, ને વેરાન જગાઓમાં ઈમારતો બાંધવામાં આવશે.


“હે મનુષ્યપુત્ર, તું એક લાકડી લઈને તેના પર લખ કે, આ યહૂદાને માટે તથા તેના સાથી ઇઝરાયલીઓ માટે; પછી બીજી લાકડી લઈને તેના પર લખ કે, આ એફ્રાઈમની લાકડી જે યૂસફ તથા તેના સાથી ઇઝરાયલના તમામ લોકોને માટે;


ત્યારે તેમને કહેજે કે, પ્રભુ યહોવા કહે છે કે, જુઓ યુસફની લાકડી જે એફ્રાઈમના હાથમાં છે તેને, તથા તેના સાથી જે ઇઝરાયલના કૂળો છે તેને હું લઈશ; અને તેમને હું તેની સાથે, એટલે યહૂદાની લાકડી સાથે, જોડીને તેમની એક લાકડી બનાવીશ, ને તેઓ મારા હાથમાં એક [થઈ] જશે.


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, હવે હું યાકૂબની ગુલામગીની હાલત ફેરવી નાખીશ, ને ઇઝરાયલની આખી પ્રજા પર કૃપા કરીશ; અને હું પોતાના પવિત્ર નામ વિષે આવેશી રહીશ.


તે વખતે યહૂદિયાપુત્રોને ને ઇઝરાયલપુત્રોને એકત્ર થશે, ને તેઓ પોતાને માટે એક આગેવાન નીમીને દેશમાંથી ચાલી નીકળશે; કેમ કે યિઝ્‍એલનો દિવસ મોટો થશે.


અને પછી તો તમામ ઇઝરાયલ તારણ પામશે. લખેલું છે, “સિયોનમાંથી ઉદ્ધાર કરનાર આવશે; તે યાકૂબમાંથી અધર્મને દૂર કરશે.


કેમ કે ખ્રિસ્તનો પ્રેમ અમને ફરજ પાડે છે; કારણ કે અમે એવું [ચોક્કસ] સમજીએ છીએ કે, એક સર્વને માટે મર્યા માટે સર્વ મર્યા;


વળી તમે અપરાધોમાં તથા પાપોમાં મૂએલા હતાં, ત્યારે [તેમણે તમને સજીવન કર્યાં] ;


Lean sinn:

Sanasan


Sanasan