Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 36:6 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

6 એ માટે ઇઝરાયલના દેશ વિષે ભવિષ્ય ભાખીને તેના પર્વતોને તથા ડુંગરોને, નાળાંને તથા ખીણોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, તમે વિદેશીઓના મહેણાં સહન કર્યા છે, તે માટે હું મારા આવેશમાં તથા ક્રોધમાં બોલ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

6 તેથી ઇઝરાયલ દેશ વિશે સંદેશ પ્રગટ કરીને તું તેના પહાડો અને ડુંગરોને, નાળાંને અને ખીણોને કહે કે, પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: અન્ય પ્રજાઓએ તમારું અપમાન કર્યું છે અને તમને મહેણાં માર્યા છે. તેથી હું મારા ક્રોધાવેશમાં બોલ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

6 તેથી ઇઝરાયલ દેશ વિષે ભવિષ્યવાણી કર અને ઇઝરાયલના પર્વતોને તથા ઊંચી ટેકરીઓને, ખીણોને તથા ઝરણાંને કહે કે: પ્રભુ યહોવાહ આમ કહે છે: જુઓ! તમે પ્રજાઓનું અપમાન સહન કર્યું છે, માટે હું મારા ક્રોધમાં તથા રોષમાં બોલ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

6 “તેથી તું પ્રબોધ કર અને ઇસ્રાએલના ડુંગરોને અને પર્વતોને, ખીણોને અને કોતરોને કહે કે ‘યહોવા મારા માલિક કહે છે: તમે આજુબાજુની પ્રજાઓના મહેણાં સહન કર્યા છે. તેથી હું કોપાયમાન થયો છું.’”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 36:6
11 Iomraidhean Croise  

હે ઈશ્વર, વૈરી ક્યાં સુધી મહેણાં મારશે? શું શત્રુ હંમેશાં તમારા નામની નિંદા કરશે?


હે યહોવા, શત્રુઓએ મહેણાં માર્યાં છે, અને મૂર્ખ લોકોએ તમારા નામની નિંદા કરી છે, તેનું સ્મરણ કરો.


તમારા શત્રુઓની વાણી, અને તમારી વિરુદ્ધ બંડ ઉઠાવનારાઓનો ઘોંઘાટ, નિત્ય ઊંચો ચઢે છે, તે તમે વીસરશો નહિ.


હું તેમને રોપીને એવી રીતે ફળદ્રુપ કરીશ કે તેઓ પ્રખ્યાત થશે, ને ફરીથી કદી પણ દેશમાં દુકાળ પડવાથી તેમનો ક્ષય થશે નહિ, તેમ ફરીથી કદી પણ તેઓને વિદેશીઓથી લજ્જિત થવું પડશે નહિ.


અને હું તને ફરીથી કદી વિદેશીઓની નિંદા સાંભળવા દઈશ નહિ, ને તું ફરીથી કદી લોકોનાં મહેણાં સાંભળશે નહિ, ને ફરીથી કદી તું તારી પ્રજાને ઠોકર ખવડાવશે નહિ, એમ પ્રભુ યહોવા કહે છે.”


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, મેં સોગન ખાઇને [કહ્યું છે કે,] હે વિદેશીઓ તારી આસપાસ છે તેઓને નક્કી મહેણાં મારવામાં આવશે.


વળી પ્રભુ યહોવા કહે છે કે, ગોગ ઇઝરાયલના દેશ પર ચઢી આવશે તે દિવસે મારા કોપનો ધુમાડો ઊંચે ચઢીને મારાં નસકોરાંમાં પેસશે.


કેમ કે મારાં આવેશમાં ને મારા ક્રોધાગ્નિમાં હું બોલ્યો છું કે, નક્કી તે દિવસે ઇઝરાયલના દેશમાં એટલો મોટો ધરતીકંપ થશે કે,


એવી રીતે મારો કોપ પૂરો થશે, ને તેમના પરનો મારો ક્રોધ હું સમાપ્ત કરીશ, ત્યારે મને નિરાંત વળશે; અને મારો કોપ હું તેમના પર પૂરો કરીશ ત્યારે તેઓ જાણશે કે હું યહોવા મારા આવેશમાં બોલ્યો છું.


Lean sinn:

Sanasan


Sanasan