Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 36:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 પ્રભુ યહોવા કહે છે કે, શત્રુઓ તારી વિરુદ્ધ ‘વાહ વાહ’ કહ્યું છે, ને [કહ્યું છે કે,] ‘પ્રાચીન ઉચ્ચસ્થાનોની માલિકી અમે ભોગવીએ છીએ.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 પ્રભુ પરમેશ્વર આમ કહે છે: ઇઝરાયલના શત્રુએ તમારે વિશે કહ્યું છે કે, ‘અરે, આ પ્રાચીન પર્વતો હવે અમારી માલિકીના છે!’ ”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 પ્રભુ યહોવાહ આમ કહે છે; દુશ્મન તમારે વિષે “વાહ, વાહ” કહે છે અને “આ પ્રાચીન ઉચ્ચસ્થાનો અમારા કબ્જામાં છે.’

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 આ યહોવા મારા માલિક કહે છે; ‘દુશ્મન તમારે વિષે વાત કરે છે અને કહ્યું, આહા! હવે આ પ્રાચીન ઉચ્ચસ્થાનો અમારા તાબામાં આવ્યા છે!’

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 36:2
13 Iomraidhean Croise  

અને પર્વતો જેવું, અને સદાને માટે સ્થાપન કરેલી પૃથ્વીના જેવું તેમણે પોતાનું પવિત્રસ્થાન બંધાવ્યું.


હે મારા ઈશ્વર, તેઓને વંટોળિયાની ધૂળ જેવા, પવનથી ઊડતાં ફોતરાં જેવા કરો.


તો તું યહોવામાં આનંદ પામીશ; અને હું પૃથ્વીનાં ઉચ્ચસ્થાઓ પર તને સવારી કરાવીશ; અને તારા પિતા યાકૂબના વારસાથી હું તારું પોષણ કરીશ:” કેમ કે યહોવાનું મોં એવું બોલ્યું છે.


આમ્મોનીઓ વિષેની વાત. યહોવા કહે છે, “શું ઇઝરાયલને પુત્રો નથી? શું તેને કોઈ વારસ નથી? તો મિલ્કોમે ગાદના વારસાનો ભોગવટો કેમ કર્યો છે? તેના લોકો ત્યાંના નગરોમાં કેમ વસ્યા છે?


તેઓને કહે કે, પ્રભુ યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા કહે છે કે, જ્યારે મારા પવિત્રસ્થાનને અશુદ્ધ કરવામાં આવ્યું, જ્યારે ઇઝરાયલનો દેશ વેરાન થયો, જ્યારે યહૂદિયાન લોકો બંદીવાસમાં ગયા, ત્યારે તેમની વિરુદ્ધ તેં વાહ વાહ કર્યું.


“હે મનુષ્યપુત્ર, તૂરે યરુશાલેમની વિરુદ્ધ કહ્યું છે કે, ‘વાહ વાહ, જે નગરી પ્રજાઓનો દરવાજો હતી તે ભાંગી ગઈ છે. તે તારી તરફ વળી છે. હવે તે ઉજ્જડ થઈ છે, માટે હું સમૃદ્ધિવાન થઈશ.’


જો કે યહોવા ત્યાં હતો તોપણ તેં કહ્યું છે કે, ‘આ બે પ્રજાઓ તથા આ બે દેશો મારાં થશે, ને અમે તેનો કબજો લઈશું.’


અને તું જાણશે કે ઇઝરાયલના પર્વતોની વિરુદ્ધ જે દુર્ભાષણો તું બોલ્યો છે, એટલે તેં ક્હ્યું છે કે, ‘તેઓ ઉજ્જડ કરી મૂકવામાં આવ્યા છે, તેઓ અમારું ભક્ષ થવા માટે અમને આપવામાં આવ્યા છે, ’ તે સર્વ મેં યહોવાએ સાંભળ્યા છે.


“વળી હે મનુષ્યપુત્ર, તું ભવિષ્ય ભાખીને, ઇઝરાયલના પર્વતોને કહે કે, હે ઇઝરાયલના પર્વતો, યહોવાનું વચન સાંભળો.


માટે પ્રભુ યહોવા કહે છે કે, બાકી રહેલી પ્રજાઓ તથા આખું અદોમ, જેઓએ દ્વેષબુદ્ધિથી મારા દેશને લૂંટી લેવા માટે તેને પોતાના હ્રદયના પૂરા હર્ષથી પોતાને માટે વતન તરીકે ઠરાવ્યો છે, તેઓની વિરુદ્ધ નક્કી હું ઈર્ષાના આવેશથી બોલ્યો છું.


મારા લોકોની આપત્તિને દિવસે તેઓના દરવાજામાં ન પેસ; હા, તેઓની આપત્તિને દિવસે તેઓની વિપત્તિ ન નિહાળ, ને તેમની આપત્તિને દિવસે તેમની સંપત્તિ પર [હાથ] ન નાખ.


પ્રભુ યહોવા મારું બળ છે, તે મારા પગને હરણના [પગ] જેવા ચપળ કરે છે, ને મને મારામ ઉચ્ચસ્થાનો પર ચલાવશે. (મુખ્ય ગવૈયાને માટે, તારવાળાં વાજિંત્ર સાથે [ગાવાને].)


તેમણે ઇઝરાયલને પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો પર બેસાડ્યો, અને ખેતરની ઊપજ તેણે ખાધી. અને યહોવાએ તેને ખડકમાંથી મધ, તથા ચકમકના ખડકમાંથી તેલ ચુસાવ્યું.


Lean sinn:

Sanasan


Sanasan