Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 36:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 હા, હું માણસોને, એટલે મારા ઇઝરાયલ લોકને, તમારા પર ચલાવીશ. તેઓ તારા માલિક થશે, ને તું તેઓનો વારસો થશે, ને તું ફરીથી તેમને નિ:સંતાન કરશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 મારા ઇઝરાયલી લોકોને ફરી તમારા પર હરતાફરતા કરીશ. તેઓ તમારા માલિક થશે અને તમે તેમની વારસાઇ સંપત્તિ બનશો. હવે પછી કદી તમે તેમને નિ:સંતાન કરશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હું માણસોને, મારા ઇઝરાયલી લોકોને તમારા પર ચઢાઈ કરાવીશ. તેઓ તમારો કબજો કરશે અને તમે તેઓનો વારસો થશો, હવે પછી કદી તમે તેઓનાં સંતાનોને મારશો નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હું મારી પ્રજાને ફરીથી તમારા પર ચલાવીશ અને તેઓ ઇસ્રાએલના પર્વતો પર વાસો કરશે અને કબજો જમાવશે. અને હવે પછી કદી તમે તેમના સંતાનોને હરી લેશો નહિ.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 36:12
12 Iomraidhean Croise  

હું યાકૂબમાંથી સંતાન, તથા યહૂદિયામાંથી મારા પર્વતોનો વારસ કાઢી લાવીશ; અને મારા પસંદ કરાયેલા તેનો વારસો પામશે, ને મારા સેવકો ત્યાં વસશે.


દેશના દરવાજાઓમાં મેં તેઓને સૂપડાથી ઊપણ્યા છે; મેં મારા લોકોને નિસંતાન તથા નષ્ટ કર્યા છે; [કેમ કે] તેઓ પોતાના માર્ગોથી ફર્યા નથી.


કેમ કે સૈન્યોના [ઈશ્વર] યહોવા, ઇઝરાયલના ઈશ્વર, કહે છે કે, એવો સમય ફરી આવશે કે જે સમયે ઘરો, ખેતરો તથા દ્રાક્ષાવાડીઓ આ દેશમાં વેચાતાં લેવામાં આવશે.’”


બિન્યામીનના દેશમાં, યરુશાલેમની ચારે બાજુના પ્રદેશમાં, યહૂદિયાના નગરોમાં, પહાડી‍ પ્રદેશનાં નગરોમાં, શફેલાનાં નગરોમાં, તથા દક્ષિણના પ્રદેશનાં નગરોમાં, લોકો મૂલ્ય આપીને ખેતરો વેચાતાં લેશે, વેચાણખતમાં સહી કરશે, તેના ઉપર મહોર મારશે, ને સાક્ષીઓ બોલાવશે, કેમ કે હું તેઓનો બંદીવાસ ફેરવી નાખીશ, ” એવું યહોવા કહે છે.


તારી અંદર લોકોએ લાંચ લઈને રક્ત વહેવડાવ્યું છે; તેં વ્યાજ તથા વટાવ લીધા છે, ને તેં લોભથી જુલમ ગુજારીને તારા પડોશી સાથે લાભ મેળવ્યો છે, ને તું મને વીસરી ગયો છે, એમ પ્રભુ યહોવા કહે છે.


તેના સરદારો શિકારને ફાડી ખાનાર વરુઓ જેવા છે; તેઓ અપ્રમાણિક લાભ મેળવવાને રક્ત વહેવડાવે છે, ને પ્રાણઘાત કરે છે.


વળી હું તેમને વિદેશીઓમાંથી કાઢી લાવીશ, ને બીજા દેશોમાંથી તેમને ભેગાં કરીશ, ને તેમને તેમના પોતાના દેશમાં લાવીશ. હું તેમને ઇઝરાયલના પર્વતો પર, વહેળાઓને કાંઠે, તથા દેશની સર્વ વસતિવાળી જગાઓમાં ચારીશ.


હું તેમને સારા બીડમાં ચરાવીશ, ને ઇઝરાયલના ઊંચા પર્વતો પર તેમનો વાડો થશે. ત્યાં તેઓ ઉત્તમ વાડામાં સૂઈ રહેશે, ને ઇઝરાયલના પર્વતો પર તેઓ કસદાર ચારાવાળા બીડમાં ચરશે.


પ્રભુ યહોવા કહે છે કે, તેઓ તને કહે છે કે, હે દેશ તું મનુષ્યોને ગળી જનાર છે, ને તારી પ્રજાને નિર્વશ કરનાર છે.


તમારે સરખે હિસ્સે તેનો વારસો વહેંચી લેવો; કેમ કે તે તમારા પૂર્વજોને આપવાને મેં ખાધા હતા. આ ભૂમિ તમને વારસા તરીકે મળશે જ.


અને જે દેશની જાસૂસી તેઓએ કરી હતી, તે વિષે ઇઝરાયલી પ્રજા પાસે તેઓ માઠો સંદેશો લાવ્યા, ને એમ કહ્યું, “જે દેશમાં તેની જાસૂસી કરવા માટે અમે ફરી આવ્યા છીએ તે પોતાની વસતીને ખાઈ જનાર દેશ છે. અને જે સર્વ લોકોને અમે તેમાં જોયા, તેઓ કદાવર માણસો છે.


Lean sinn:

Sanasan


Sanasan