હઝકિયેલ 36:11 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 હું તમારા પર માણસો તથા પશુઓની વૃદ્ધિ કરીશ. તેઓ વૃદ્ધિ પામશે ને ફળદ્રુપ થશે; અને હું તમને તમારી આગળની સ્થિતિ પ્રમાણે વસાવીશ, ને તમારા આરંભના કરતાં તમારું વધારે ભલું કરીશ; ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.11 હું તમારા ઉપર મનુષ્યો અને પશુઓની વૃદ્ધિ કરીશ. તેમનો વંશવેલો ખૂબ વધશે. હું તેમને પ્રાચીન સમયની જેમ ત્યાં વસાવીશ. અને પહેલાંના કરતાં પણ વધારે સુખસમૃદ્ધિ આપીશ. ત્યારે તેઓ જાણશે કે હું પ્રભુ છું. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 હું તમારી સાથે મનુષ્યોની તથા પશુઓની વસ્તી વધારીશ, તેઓ ફળદ્રુપ થશે. હું તમને તમારી અગાઉની સ્થિતિ પ્રમાણે વસાવીશ, ભૂતકાળમાં તમે જે કર્યું તેના કરતાં હું તમને વધારે સમૃદ્ધ બનાવીશ, ત્યારે તમે જાણશો કે હું યહોવાહ છું. Faic an caibideilપવિત્ર બાઈબલ11 માત્ર લોકોની વસતી જ નહિ, પણ તમારા ઢોરઢાંખર પણ અતિ ઘણાં વધારીશ. હે ઇસ્રાએલના પર્વતો ફરીથી તમે ઘરોથી ઢંકાઇ જશો. મેં અગાઉ તમારે માટે જે કર્યું છે તેથી વિશેષ હું તમારે માટે કરીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. Faic an caibideil |