Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 36:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હું તમારા પર મનુષ્યોની વસતિ વધારીશ, એટલે ઇઝરાયલનો આખો વંશ, હા, આખો [વંશ વધારીશ] અને નગરોમાં વસતિ થશે, ને વેરાન જગાઓમાં ઈમારતો બાંધવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 હું તમારા પર વસતી વધારીશ એટલે કે સમગ્ર ઇઝરાયલી વંશની વૃદ્ધિ થશે. નગરો ફરીથી વસતીવાળાં થશે અને ખંડેરોનું પુન:નિર્માણ થશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 હું તમારી સાથે ઘણાં માણસોને વસાવીશ, ઇઝરાયલના આખા કુળને, બધાંને હું વસાવીશ. શહેરોમાં ફરી વસ્તી થશે અને ઉજ્જડ જગાઓ ફરી બાંધવામાં આવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 હું તમારા પર પુષ્કળ માણસોને વસાવીશ, ઇસ્રાએલના આખા વંશને હું વસાવીશ; શહેરોમાં ફરી વસ્તી થશે અને ખંડિયેરો ફરી બંધાશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 36:10
21 Iomraidhean Croise  

ભવિષ્યમાં યાકૂબની જડ બાઝશે, ઇઝરાયલને ફૂલ તથા કળીઓ ખીલશે; અને તેઓ ફળથી પૃથ્વીનું પુષ્ઠ ભરપૂર કરશે.”


કેમ કે યહોવાએ સિયોનને દિલાસો આપ્યો છે, તેમણે તેની સર્વ ઉજ્જડ જગાઓને દિલાસો આપ્યો છે; તેના રણને એદન સરખું, ને તેના વનને યહોવાની વાડી સરખું કર્યું છે; તેમાં આનંદ તથા ઉત્સવ થઈ રહેશે, આભારસ્તુતિ તથા ગાનતાન સંભળાશે.


યરુશાલેમનાં ખંડિયેર, તમે બધા હર્ષનાદ કરવા માંડો; કેમ કે યહોવાએ પોતાના લોકોને દિલાસો આપ્યો છે, યરુશાલેમનો ઉદ્ધાર કર્યો છે.


જેઓ તારાથી ઉત્તન્ન થશે તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે. ઘણી પેઢીઓના પાયા [પર] તું ચણતર કરીશ; તું ફાટોને સમારનાર, ને ધોરી માર્ગોને મરામત કરનાર કહેવાઈશ.


તેઓ પુરાતન કાળનાં ખંડિયેરોને બાંધશે, પૂર્વકાળની પાયમાલ થયેલી [ઇમારતો] ને તેઓ ઊભી કરશે, ઘણી પેઢીઓથી ઉજ્જડ તથા નષ્ટ થયેલાં નગરોને તેઓ સમારશે.


તેઓમાં આભારસ્તુતિ તથા હર્ષ કરનારાઓનો સાદ સંભળાશે. હું તેઓને વધારીશ, ને તેઓ ઓછા નહિ થશે; હું તેઓને મહિમાવાન કહીશ, ને તેઓ નમાલા થશે નહિ.


યહૂદિયા તથા તેનાં નગરોમાં બધાં ભેગાં રહેશે. ખેડૂતો તથા જેઓ [ઘેટાંનાં] ટોળાની સાથે ફરે છે, તેઓ પણ ત્યાં રહેશે.


સૈન્યોના [ઈશ્વર] યહોવા કહે છે, “વસતિહીન તથા પશુહીન થઈને ઉજજડ થયેલા એવા આ સ્થાનમાં તથા તેનાં સર્વ નગરોમાં, [ઘેટાંનાં] ટોળાં બેસાડનારા ભરવાડોનું રહેણાણ ફરી થશે.


પ્રભુ યહોવા કહે છે કે, તમારાં સર્વ દુષ્કર્મોથી હું તમને શુદ્ધ કરીશ તે સમયે હું નગરોને વસાવીશ, ને ઉજ્જડ પડેલી જગાઓમાં મકાનો બાંધવામાં આવશે.


પ્રભુ યહોવા કહે છે કે, વળી ઇઝરાયલ લોકોની આ વિનંતી પણ હું સાંભળીને તેમને માટે તે પ્રમાણે કરીશ. હું તેમના ઘેટાંના ટોળાની જેમ મનુષ્યોની વૃદ્ધિ કરીશ.


ત્યારે પ્રભુના આત્માએ મને કહ્યું, “હે મનુષ્યપુત્ર, આ હાડકાં તે ઈઝરાયલનું આખું કુળ છે, અમારી આશા નાશ પામી છે.અમે તદ્‍ન નાબુદ થઈ ગયા છીએ.’


અને તેમને કહે કે, પ્રભુ યહોવા એમ કહે છે કે, જુઓ, જે પ્રજાઓમાં ઇઝરાયલ લોકો ગયા છે તેઓમાંથી તેઓને બહાર કાઢીને હું તેમને બધે સ્થળેથી ભેગા કરીશ, ને તમને તેમના પોતાના દેશમાં લાવીશ.


હું તેમને પોતાના દેશમાં, ઇઝરાયલના પર્વતો પર, એક પ્રજા કરીશ, તે સર્વનો એક રાજા થશે; અને ત્યાર પછી તેઓ કદી બે પ્રજાઓ થશે નહિ, ને ફરીથી તેઓમાં કદી ફૂટ પડીને બે રાજ્યો બનશે નહિ.


વળી હું તેમની સાથે શાંતિનો કરાર કરીશ. તે તેમની સાથે સદાકાળનો કરાર થશે. હું તેમને ઠરીઠામ પાડીશ. ને તેમનો વસ્તાર વધારિશસ, ને મારુ પવિત્રસ્થાન તેઓમાં સદાને માટે સ્થાપીશ.


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, હવે હું યાકૂબની ગુલામગીની હાલત ફેરવી નાખીશ, ને ઇઝરાયલની આખી પ્રજા પર કૃપા કરીશ; અને હું પોતાના પવિત્ર નામ વિષે આવેશી રહીશ.


હું મારા ઇઝરાયલ લોકોની ગુલામગીરી પાછી ફેરવીશ, ને તેઓ ઉજ્જડ નગરો બાંધીને તેઓમાં વસશે. તેઓ દ્રાક્ષાવાડીઓ રોપીને


Lean sinn:

Sanasan


Sanasan