Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 34:5 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 પાળક ન હોવાથી તેઓ વિખેરાઈ ગયાં; અને વિખેરાઈ જવાથી તેઓ સર્વ જંગલી જનાવરોનું ભક્ષ થઈ પડ્યાં.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

5 “પાળક ન હોવાને કારણે ઘેટાં વિખેરાઇ ગયાં છે અને જંગલી પ્રાણીઓનો ભક્ષ થઇ પડયાં છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 તેઓ ઘેંટાપાળક વિના વિખેરાઈ ગયાં, તેઓ વિખેરાઈ ગયાથી તેઓ ખેતરનાં પશુઓનો ખોરાક બન્યાં છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

5 “‘તેથી પાળક વિના તેઓ વિખેરાઇ ગયા અને જંગલી પ્રાણીઓનો શિકાર બન્યા છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 34:5
20 Iomraidhean Croise  

મિખાયાએ કહ્યું, “મેં સર્વ ઇઝરાયલને પાળક વગરનાં ઘેટાંની માફક પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા. અને યહોવાએ કહ્યું, ‘એમનો કોઈ ધણી નથી; તેઓ પ્રત્યેક પોતપોતાને ઘેર શાંતિએ પાછા જાય.’


[મિખાયાએ] કહ્યું “મેં સર્વ ઇઝરાયલીઓને પાળક વગરના ઘેટાંની જેમ પર્વતો ઉપર વિખેરાઈ ગયેલા જોયા, અને યહોવાએ કહ્યું, ‘એમનો કોઈ ધણીધોરી નથી. તેઓ દરેક પોતપોતાને ઘેર શાંતિથી પાછા જાય.”


ખેતરનાં સર્વ શ્વાપદ, વનમાંનાં સર્વ પશુ, તમે ફાડી ખાવાને આવો.


કેમ કે પાળકો પશુવત થયા છે, તેઓએ યહોવાની સલાહ પૂછી નથી; તેથી તેઓ સફળ થયા નથી, તેઓનાં સર્વ ટોળાં વિખેરાઈ ગયાં છે.


તે માટે જે પાળકો મારા લોકનું પાલન કરે છે, તેઓ વિષે યહોવા, ઇઝરાયલના ઈશ્વર કહે છે કે, તમે મારું ટોળું વિખેરી નાખ્યું છે, ને હાંકી કાઢયું છે, અને તેઓની સંભાળ લીધી નથી. જુઓ, હું તમારાં દુષ્કર્મોનલે લીધે તમને જોઈ લઈશ, એમ યહોવા કહે છે.


ઇઝરાયલ રખડેલ ઘેટો છે. સિંહોએ તેને નસાડી મૂક્યો છે; પ્રથમ તો આશૂરનો રાજા તેને ખાઈ ગયો; અને હવે છેલ્લે બાબિલના રાજા નબૂખાદનેસ્સારે તેનાં હાડકાં ભાંગી નાખ્યા છે.


અમારા બંદીવાસના બારમા વર્ષના દશમા માસની પાંચમીએ, યરુશાલેમમાંથી નાસી આવેલા એક માણસે મારી પાસે આવીને કહ્યું, “નગરનો નાશ કરવામાં આવ્યો છે.”


વળી હું દેશને વેરાન તથા આશ્ચર્યરૂપ કરીશ, ને તેના સામર્થ્યના ગર્વનો અંત આવશે; અને ઇઝરાયલના પર્વતો એવા વેરાન થશે કે તેઓ પર થઈને કોઈ જશે નહિ.


ત્યાર પછી તેઓ કદી વિદેશીઓની લૂંટ થશે નહિ, તેમ જંગલી હિંસક પ્રાણીઓ પણ તેમને ફાડી ખાશે નહિ; પણ તેઓ નિર્ભય રહેશે, ને કોઈ એમને બીવડાવશે નહિ.


મારાં ઘેટાં સર્વ પર્વતો પર તથા દરેક ઊંચા ડુંગર પર ભટકતાં ફર્યાં. હા, મારાં ઘેટાં, અને તેમને ખોળનાર કે શોધનાર કોઈ નહોતું.


પ્રભુ યહોવા કહે છે કે, મારા જીવના સમ કે નક્કી મારાં ઘેટાં શિકાર થઈ પડ્યા છે, ને મારાં ઘેટાં સર્વ જંગલી જનાવરોનું ભક્ષ થઈ પડ્યાં છે, કેમ કે કોઈ પાળક નહોતો, તેમ જ મારા પાળકોએ મારાં ઘેટાંની શોધ કરી નહિ. પણ તેઓએ મારાં ઘેટાંનું પોષણ ન કરતાં પોતાનું પોષણ કર્યું.


સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હે તરવાર, મારા પાળક વિરુદ્ધ તથા જે માણસ મારો સાથી છે તેની વિરુદ્ધ જાગૃત થા. પાળકને માર, એટલે ઘેટાં વિખેરાઈ જશે. અને હું મારો હાથ નાનાંઓ ઉપર ફેરવીશ.”


જે તેઓની આગળ રહીને બહાર જાય ને તેઓની આગળ રહીને અંદર આવે, ને જે તેઓને બહર ચલાવે ને તેઓને અંદર લાવે, કે યહોવાના લોક પાળક વગરનાં ઘેટાંના જેવા થઈ ન જાય.”


અને લોકોને જોઈને તેમને તેઓ પર દયા આવી. કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા.


અને ઈસુએ નીકળીને અતિ ઘણા લોકોને જોયા, ને તેમને તેઓ પર કરુણા આવી, કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હતા. અને તે તેઓને ઘણી વાતો વિષે શીખવવા લાગ્યા.


પણ બારણામાંથી જે પેસે છે, તે ઘેટાંપાળક છે.


Lean sinn:

Sanasan


Sanasan