Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 34:4 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

4 તમે રોગિષ્ઠને બળવાન કર્યું નથી, તમે માંદાને સાજું કર્યું નથી જેનું હાડકું ભાગ્યું હોય તેને તમે પાટો બાંધ્યો નથી, હાંકી મૂકેલાને તમે પાછું લાવ્યા નથી, ને ખોવાઈ ગયેલાને તમે શોધ્યું નથી. પણ જબરદસ્તીથી અને સખતાઈથી તમે તેના પર સત્તા ચલાવી છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

4 તમે દૂબળાંને બેઠાં કર્યા નથી, બીમારની સારવાર કરીને તેમને સાજાં કર્યા નથી, ઘાયલ થયેલાંને પાટા બાંયા નથી, ભટકી ગયેલાંને પાછાં લાવ્યા નથી કે ખોવાઇ ગયેલાંને શોયાં નથી. ઊલટું, તમે તો તેમના પર બળજબરી અને સખતાઈથી શાસન કરો છો.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

4 તમે રોગિષ્ઠને બળવાન કર્યાં નથી, તમે બીમારને સાજાં કર્યાં નથી. તમે ભાંગી ગયેલાને પાટો બાંધ્યો નથી, નસાડી મુકાયેલાને તમે પાછાં લાવ્યા નથી કે ખોવાઈ ગયેલાંની શોધ કરી નથી: પણ તેઓના પર બળજબરી તથા સખતાઈથી શાસન ચલાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

4 તમે પાતળાની કાળજી રાખી નથી, માંદાની સાચવણી કરી નથી, ઘવાયેલાને પાટાપિંડી કરી નથી, જેઓ ભટકી ગયા છે તેઓની તમે શોધ કરી નથી અને તેઓને પાછા લાવ્યા નથી, પરંતુ તેમના ઉપર બળજબરી અને સખતાઇથી શાસન ચલાવ્યું છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 34:4
24 Iomraidhean Croise  

હજુ તમારે વધારે માર ખાવો છે કે તમે દ્રોહ કર્યા કરો છો? આખું માથું રોગિષ્ટ અને આખું હ્રદય નિર્ગત છે.


ત્યારે તે બોલી ઊઠશે, “હું તો સુધારનાર થવાનો નથી; વળી મારા ઘરમાં કંઈ રોટલી નથી, ને કંઈ વસ્ત્ર પણ નથી; તમે મને લોકનો અધિપતિ ઠરાવશો નહિ!


તેના ચોકીદારો આંધળા છે, તેઓ સર્વ અજ્ઞાન છે; તેઓ સર્વ મૂંગા કૂતરા છે કે, જેઓ ભસી શકતા નથી; તેઓ સ્વપ્નવશ, સૂઈ રહેનારા, અને ઊંઘણશી છે.


“જે માણસ પોતાનું ઘર અન્યાયથી તથા પોતાની મેડીઓ અનીતિથી બાંધે છે, જે પોતાના પડોશીની પાસે વેઠ કરાવે છે, ને તેની મજૂરી તેને આપતો નતી, તે માણસને હાય હાય!


ગિલ્યાદમાં કંઈ પણ શેરી લોબાન નથી? ત્યાં કોઈ વૈદ નથી? તો મારા લોકોની દીકરીને રૂઝ કેમ નથી આવી?


તે સિંહોની સાતે હરફર કરવા લાગ્યો, તે જુવાન સિંહ બન્યો; તે શિકાર પકડતાં શીખ્યો, તે માણસોનો ભક્ષ કરતો હતો.


તેણે તેઓના મહેલોને લૂંટ્યા, ને તેઓનાં નગરોને વેરાન કરી નાખ્યાં; તેની ગર્જનાના અવાજને લીધે દેશ તથા તેની સમૃદ્ધિ નાશ પામ્યાં.


તેઓએ તેને સાંકળે બાંધીને પાંજરામાં પૂર્યો, ને તેને બાબિલના રાજા પાસે લાવ્યા. ફરીથી તેનો સાદ ઇઝરાયલના પર્વતો પર સાંભળવામાં ન આવે તે માટે તેઓએ તેને કિલ્લામાં લાવીને [કેદમાં પૂર્યો].


ખોવાઈ ગયેલાને હું શોધીશ, ને હાંકી મૂકેલાને હું પાછું લાવીશ, ને હાડકું ભાંગી ગયેલાને હું પાટો બાંધીશ, ને માંદાને હું સારું કરીશ; પણ પુષ્ટનો તથા બળવાનનો હું નાશ કરીશ. હું ન્યાય કરીને તેમનું પોષણ કરીષ.


તું સખ્તાઈથી તેના પર ધણીપણું ન કર, પણ તારા ઈશ્વરનો ડર રાખ.


પણ તેના કરતાં ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાંની પાસે જાઓ.


ત્યારે ખેડૂતોએ તેના‍ ચાકરોને પકડીને એકને માર્યો, ને બીજાને મારી નાખ્યો, ને ત્રીજાને પથ્થરે માર્યો.


અને બીજા ચાકરોને તે મારવા તથા છાકટાઓની સાથે ખાવાપીવા લાગે;


અને લોકોને જોઈને તેમને તેઓ પર દયા આવી. કેમ કે તેઓ પાળક વગરનાં ઘેટાંના જેવા હેરાન થયેલા તથા વેરાઈ ગયેલા હતા.


તમારા વિશ્વાસ પર અમે અધિકાર ચલાવીએ છીએ એમ તો નહિ, પણ તમારા આનંદના સહાયકારીઓ છીએ; કેમ કે વિશ્વાસથી તમે દઢ રહો છો.


એ માટે ઢીલા થયેલા હાથોને તથા અશક્ત થયેલા ઘૂંટણોને તમે ફરી મજબૂત કરો.


Lean sinn:

Sanasan


Sanasan