Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 34:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 તમે મેદ ખાઓ છો, તમે ઊનના વસ્ત્ર પહેરો છો, તમે મતેંલાંને કાપો છો, પણ તમે ઘેટાંનું પોષણ કરતાં નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તમે દૂધદહીં ખાઓ છો, ઊનનાં વસ્ત્રો પહેરો છો, અને સૌથી પુષ્ટ ઘેટાંનું માંસ ખાઓ છો, પણ તમે કદી ઘેટાંનું પોષણ કરતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 તમે ચરબીવાળો ભાગ ખાઓ છો અને ઊનનાં વસ્ત્ર પહેરો છો. તમે ચરબીવાળા ટોળાંઓનો સંહાર કરો છો, પણ તમે તેને ચરાવતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તમે દૂધ પી જાઓ છો, ઊનના કપડાં પહેરો છો અને તાજામાજાં ઘેટાંને મારીને ખાઓ છો, પણ તમે ઘેટાંને ખવડાવતા નથી.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 34:3
18 Iomraidhean Croise  

વળી મનાશ્શાએ યહોવાની ર્દષ્ટિમાં જે ભૂંડું હતું તે કરીને પોતાના પાપ વડે યહૂદિયા પાસે પાપ કરાવ્યું, તે ઉપરાંત તેણે એટલું બધું નિરપરાધી રક્ત પણ વહેવડાવ્યું કે તેથી યરુશાલેમ એક છેડાથી તે બીજા છેડા સુધી ભરાઈ ગયું.


એવી પણ પેઢી છે કે જેના દાંત તરવાર જેવા, અને જેની દાઢો ચપ્પુ જેવી છે! તે વડે તેઓ ગરીબોને પૃથ્વી પરથી, અને કંગાલોને માણસોમાંથી ખાઈ જાય છે.


હે સદોમના ન્યાયાધીશો, તમે યહોવાની વાત સાંભળો; હે ગમોરાના લોકો, આપણા ઈશ્વરના નિયમ [શાસ્ત્ર] પ્રત્યે કાન દો.


જ્યારે તમે પોતાના હાથ જોડશો ત્યારે હું તમારી તરફથી મારી નજર અવળી ફેરવીશ. તમે ઘણી પ્રાર્થનાઓ કરશો, પણ તે હું સાંભળનાર નથી; તમારા હાથ રક્તથી ભરેલા છે.


“તમારા પુત્રોને મેં માર્યા તે વ્યર્થ છે; તેઓએ શિક્ષા ગણકારી નથી; તમારી તરવારે વિનાશક સિંહની જેમ તમારા પ્રબોધકોને ખાઈ નાખ્યા છે.


પણ લૂંટી લેવું તથા નિર્દોષ રક્ત પાડવું, તથા જુલમ અને બલાત્કાર ગુજારવો, એ સિવાય બીજા કશા પર તારી આંખો તથા તારું હ્રદય લાગેલાં નથી.”


તેના પ્રબોધકોનાં પાપોને લીધે, તેના યાજકોના અન્યાયને લીધે, તેઓએ તેમાં ધાર્મિકોનું રક્ત પાડ્યું છે.


તેણે પોતાનાં બચ્ચાંમાંના એકને [કાળજી રાખીને] ઉછેર્યું. તે જુવાન સિંહ બન્યો; તે શિકાર પકડતાં શીખ્યો, તે માણસોનો ભક્ષ કરતો હતો.


તે સિંહોની સાતે હરફર કરવા લાગ્યો, તે જુવાન સિંહ બન્યો; તે શિકાર પકડતાં શીખ્યો, તે માણસોનો ભક્ષ કરતો હતો.


તમે હાથીદાંતના પલંગો પર સૂઓ છો, ને પોતાનાં બિછાનામાં લાંબા થઈને આળોટો છો, અને ટોળામાંથી હલવાનો, ને કોડમાંથી વાછરડાને લાવી ખાઓ છો.


તેની અંદર તેના અમલદારો ગર્જના કરતા સિંહો જેવા છે. તેના ન્યાયાધીશો સાંજે [ફરતા] વરુઓ જેવા છે. તેઓ આવતી કાલ માટે કંઈ પડતું મૂકતા નથી.


કેમ કે, જો, હું દેશમાં એવો એક પાળક ઊભો કરીશ કે જે નાશ પામનારાઓની ખબર નહિ લે, ને વિખેરાઈ ગયેલાઓની શોધ નહિ કરે, ને ઘાયલ થયેલાઓને સાજા નહિ કરે. તેમ જ તે નીરોગીને પણ ચારશે નહિ, પણ તે પુષ્ટનું માંસ ખાશે, ને તેમની ખરીઓ ચીરીને ફાડચાં કરશે.


તેઓના માલિકો તો તેમને કતલ કરે છે, તેમ છતાં પોતાને દોષિત ગણતા નથી. તેઓના વેચનારાઓ [માંનો દરેક] કહે છે કે, ‘યહોવાને ધન્ય હો કે, હું શ્રીમંત છું.’ અને તેઓના પોતાના પાળકો તેમના પર દયા રાખતા નથી.”


Lean sinn:

Sanasan


Sanasan