Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 34:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પાળકોની વિરુદ્ધ પ્રબોધ કર, પ્રબોધ કરીને તેમને, હા, તે પાળકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, ઇઝરાયલના પાળકોને અફસોસ, કેમ કે તેઓ માત્ર પોતાનું પોષણ કરે છે! શું પાળકોએ ઘેટાંનું પોષણ ન કરવું જોઈએ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “હે મનુષ્યપુત્ર, તું ઇઝરાયલના રાજપાલકો વિરુદ્ધ સંદેશ પ્રગટ કર. તેમને કહે કે પ્રભુ પરમેશ્વર કહે છે, ‘હે ઇઝરાયલના ઘેટાંપાળકો, તમને ધિક્કારે છે.’ તમે તો તમારું પોતાનું જ પોષણ કરો છો, પણ ઘેટાંની સંભાળ રાખતા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના ઘેંટાપાળકોની વિરુદ્ધ ભવિષ્યવાણી કરીને તેમને કહે, ‘પ્રભુ યહોવાહ ઘેંટાપાળકોને કહે છે, “ઇઝરાયલના ઘેંટાપાળકોને અફસોસ, કેમ કે તેઓ પોતાનું પોષણ કરે છે. શું ઘેંટાપાળકોએ તેઓના ટોળાંઓનું પોષણ ન કરવું જોઈએ?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “હે મનુષ્યના પુત્ર, તું ઇસ્રાએલના રાજકર્તાઓને મારા તરફથી સાવધાન કરીને તેમને કહેજે કે, આ યહોવા મારા માલિકના વચન છે: ‘હે ઇસ્રાએલના ઘેટાંપાળકો, તમારું આવી બન્યું! તમારે ઘેટાંનું પાલનપોષણ કરવું ન જોઇએ? તમે તો પોતાનું જ લાલનપાલન કરીને સ્વાર્થ સાધો છો.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 34:2
35 Iomraidhean Croise  

ગતકાળમાં શાઉલ રાજા અમારા પર રાજ કરતા હતા, ત્યારે પણ ઇઝરાયલને બહાર લઈ જનાર તથા અંદર લાવનાર તે તમે જ હતા; અને યહોવાએ તમને કહ્યું હતું, ‘તું મારા લોક ઇઝરાયલને પાળશે, ને તું ઇઝરાયલ પર અધિપતિ થશે.’”


ભરવાડની જેમ તે પોતાના ટોળાનું પાલન કરશે, ને તે બચ્ચાંને પોતાના હાથથી એકઠાં કરીને તેમને પોતાની ગોદમાં ઊંચકી લેશે, તે ધવડાવનારીઓને સંભાળીને ચલાવશે.


વળી તેઓ ખાઉધરા કૂતરા છે, તેઓ તૃપ્તિ સમજતા નથી; અને ઘેટાંપાળક પોતે કશું સમજતા નથી; તેઓ સર્વ પોતપોતાને માર્ગે, દરેક પોતાનો સ્વાર્થ સાધવાને માટે, ફરી ગયા છે.


કેમ કે પાળકો પશુવત થયા છે, તેઓએ યહોવાની સલાહ પૂછી નથી; તેથી તેઓ સફળ થયા નથી, તેઓનાં સર્વ ટોળાં વિખેરાઈ ગયાં છે.


ઘણા ભરવાડોએ મારી દ્રાક્ષાવાડીનો નાશ કર્યો છે, તેઓએ મારો વિભાગ પગ નીચે ખૂંદ્યો છે, તેઓએ મારો રળિયામણો વિભાગ ખેદાનમેદાન કરી નાખ્યો છે.


‘યહોવા ક્યાં છે?’ એવું યાજકોએ કહ્યું નહિ; અને જેઓ નિયમશાસ્ત્ર શીખવે છે તેઓ મને ઓળખતા નહોતા; અને અધિકારીઓએ મારો અપરાધ કર્યો, ને પ્રબોધકોએ બાલને નામે પ્રબોધ કર્યો, ને જે હિતકારક નથી તેની પાછળ ગયા.”


“જે પાળકો મારા બીડનાં ઘેટાંનો નાશ કરે છે, તથા તેઓને વિખેરી નાખે છે, તેઓને હાય હાય! એવું યહોવા કહે છે,


મારા મનગમતા પાળકો હું તમને આપીશ, ને તેઓ જ્ઞાન તથા બુદ્ધિથી તમારું પાલન કરશે.


મારા લોકોમાંથી જેઓ જૂઠી વાત પર લક્ષ આપે છે તેઓની આગળ તમે જૂઠું બોલીને, જે જીવોને મરવું ઘટિત નથી તેમને સંહારવાને, ને જે જીવોને જીવવું ઘટિત નથી તેઓને બચાવી રાખવાને તમે મુઠ્ઠી મુઠ્ઠી જવ ને ટુકડો ટુકડો રોટલી લઈને, મને મારા લોકોમાં હલકો પાડ્યો છે.


શિકારને ફાડી ખાનાર ગાજતા સિંહના જેવા તેના આગેવાનોની મસલત તેનામાં છે. તેઓએ આત્માઓને ફાડી ખાધા છે. તેઓ દ્રવ્ય તથા મૂલ્યવાન વસ્તુઓનું હરણ કરે છે. તેમાં તેઓએ વિધવાઓની સંખ્યા વધારી દીધી છે.


“હે મનુષ્યપુત્ર, જેઓ ઇઝરાયલ દેશમાં ઉજ્જડ ઠેકાણાંમાં વસેલા છે તેઓ કહે છે કે, ‘ઇબ્રાહિમ એકલો હતો, ત્યારે તેને દેશનો વારસો મળ્યો હતો, પણ અમે તો ઘણા છીએ, અમને દેશ વારસામાં આપવામાં આવ્યો છે.’


યહોવાનું વચન મારી પાસે આવ્યું,


હું તેમને સારા બીડમાં ચરાવીશ, ને ઇઝરાયલના ઊંચા પર્વતો પર તેમનો વાડો થશે. ત્યાં તેઓ ઉત્તમ વાડામાં સૂઈ રહેશે, ને ઇઝરાયલના પર્વતો પર તેઓ કસદાર ચારાવાળા બીડમાં ચરશે.


હું પોતે મારાં ઘેટાંનું પોષણ કરીશ, ને હું તેમને સુવાડીશ, એમ પ્રભુ યહોવા કહે છે.


તમે હાથીદાંતના પલંગો પર સૂઓ છો, ને પોતાનાં બિછાનામાં લાંબા થઈને આળોટો છો, અને ટોળામાંથી હલવાનો, ને કોડમાંથી વાછરડાને લાવી ખાઓ છો.


ટોળાને તજી દેનાર નકામા પાળકને અફસોસ! તેના હાથ પર તથા તેની જમણી આંખ પર તરવાર આવશે. તેનો હાથ છેક સુકાઈ જશે, ને તેની જમણી આંખ છેક આંધળી થઈ જશે.”


જેટલા મારી અગાઉ આવ્યા, તેઓ સર્વ ચોર તથા લૂંટારા છે! પણ ઘેટાંએ તેઓનું સાંભળ્યું નહિ.


તે માટે આજે હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું.


હું જાણું છું કે મારા ગયા પછી ટોળા પર દયા નહિ રાખે એવા ક્રૂર વરુઓ તમારામાં દાખલ થશે.


કેમ કે એવા માણસો આપણા પ્રભુ ખ્રિસ્તની નહિ, પણ પોતાના પેટની સેવા કરે છે; અને મીઠી મીઠી વાતો તથા ખુશામતથી ભોળા માણસોનાં મન ભમાવે છે.


જુઓ, હું આ ત્રીજીવાર તમારી પાસે આવવાને તૈયાર છું; અને તમને ભારરૂપ નહિ થઈશ; કેમ કે હું તો તમારું [દ્રવ્ય] નહિ, પણ તમને મેળવવાની ઇચ્છા રાખું છું. કેમ કે છોકરાંએ માબાપને માટે સંગ્રહ કરવો ઘટતો નથી, પણ માબાપે છોકરાંને માટે સંગ્રહ કરવો.


તેઓ દ્રવ્યલોભથી કપટી વાતો બોલીને તમને વેચવાના માલ જેવા કરશે. તેઓને માટે આગળથી ઠરાવેલી સજા વિલંબ કરતી નથી, અને તેઓનો નાશ ઢીલ કરતો નથી.


તેઓ તમારી સાથે ખાય છે ત્યારે તેઓ તમારાં પ્રેમભોજનમાં કલંકરૂપ છે. તેઓ નીડરતાથી પોતાનું પોષણ કરે છે. તેઓ પવનોથી હડસેલાતાં નિર્જળ વાદળાં છે; તેઓ પાંદડાં વગરનાં, ફળરહિત, બે વખત મરેલાં, તથા ઉખેડી નાંખવામાં આવેલાં વૃક્ષો છે.


Lean sinn:

Sanasan


Sanasan