Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 34:18 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 સારો સારો ચરી જઈને તમારા ચારાનો બાકીનો ભાગ પોતાના પગથી ખૂંદી જ નાખવો, ને સ્વચ્છ પાણી પીને બાકીનું પોતના પગથી ડહોળી નાખવું એ શું તમને નાનુંસૂનું લાગે છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

18 તમારામાંના કેટલાંક સારો સારો ચારો ચરી જાઓ છો. અને એટલું પૂરતું ન હોય તેમ બાકીનો ભાગ પગ નીચે ખૂંદી નાખો છો! વળી, સ્વચ્છ પાણી પીધા પછી તમે બાકીનું પાણી પગ વડે ડહોળી નાખો છો!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 સારો ચારો ચરીને બાકીનો બચેલો ચારાવાળો ભાગ પગ નીચે ખૂંદવો, અથવા સ્વચ્છ પાણી પીને બાકીનું પાણી પગથી ડહોળી નાખવું એ શું નાની બાબત છે?

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

18 હે ઘેટાંઓ અને બકરાઓ, ઉત્તમ ચારો આરોગી તમે ધરાયા નથી કે બાકીના ચારાને તમે પગ વડે કચડી નાખો છો? અથવા સ્વચ્છ પાણી પીને તમે ધરાયા નથી કે બાકીનું પાણી પગ વડે ડહોળી નાખો છો?

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 34:18
16 Iomraidhean Croise  

અને તેણે કહ્યું, “તેં મારા પતિને લઈ લીધો છે, તે કંઈ થોડું છે? મારા દિકરાનાં રીંગણાંને લીધઞ આજે રાત્રે યાકૂબ તારી સાથે સૂઈ રહેશે.”


અને હે પ્રભુ યહોવા, તમારી દષ્ટિમાં એ વાત હજી જૂજ લાગી હોય તેમ વળી તમે લાંબા સમયને માટે તમારા સેવકના કુટુંબ વિષે વચન આપ્યું છે. વળી એ માણસની રીતે, હે પ્રભુ યહોવા!


જેવો ડહોળાયેલો ઝરો તથા અવડ કૂવો છે, તેવો જ દુષ્ટોની આગળથી ખસી જનાર નેક પુરુષ છે.


કેમ કે મૂર્ખ મૂર્ખાઈની જ વાત બોલશે, ને તેનું હ્રદય અધર્મ કરવામાં, યહોવા વિષે ભૂલભરેલી વાત બોલવામાં, ભૂખ્યાઓને જીવ અતૃપ્ત રાખવામાં, ને તરસ્યાઓનું પીવાનું બંધ કરવામાં અન્યાય કરશે.


પછી યશાયાએ કહ્યું, “હે દાઉદના વંશજો, સાંભળજો. માણસને કાયર કરો છો એ થોડું કહેવાય કે, તમે મારા ઈશ્વરને પણ કાયર કરવા માગો છો?


વળી મારાથી જે દીકરા તથા દીકરીઓ તને થયાં તેઓને લઈને તેં તેમની આગળ તેઓનો ભોગ આપ્યો. શું તારા વ્યભિચારો તને જૂજ લાગ્યા કે,


તોપણ તું તેઓના માર્ગે ચાલીને ને તેમનાં ધિક્કારપાત્ર કૃત્યોનું અનુસરણ કરીને [સંતોષ પામી] નથી. પણ [જાણે કે એ તો] નજીવી વાત હોય તેમ સમજીને તું તારા સર્વ આચરણમાં તેઓના કરતાં વધારે ભ્રષ્ટ થઈ.


“હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુન વિષે વિલાપ કરીને તેને કહે કે, તને પ્રજાઓના જુવાન સિંહની ઉપમાં આપેલી હતી, તો પણ તું સમુદ્રમાંના અજગર જેવો છે. તેં તારી નદીઓમાં ઘસારો કર્યો છે, ને તારા પગથી પાણીને ડહોળીને તેમની નદીઓને મેલી કરી નાખી છે.


મારાં ઘેટાં તો જે તમે તમારા પગથી ખૂંદી નાખ્યું છે તે ખાય છે, ને જે તમે તમારા પગથી ડહોળી નાખ્યું છે એ પીએ છે.


તેઓ ખેતેરોનો લોભ કરીને તેમને છીનવી લે છે. અને ઘરોનો [લોભ કરીને] તેમને પડાવી લે છે; તેઓ માણસ તથા તેના ઘર પર, એટલે માણસ તથા તેના વારસા પર જુલમ કરે છે.


તું અમને અરણ્યમાં મારી નાખવા માટે દૂધમધની રેલછેલવાળા દેશથી અહીં કાઢી લાવ્યો છે, એ કંઈ થોડું છે કે વળી તું અમારા પર આગેવાની કરે છે?


એ શું તમને જૂજ લાગે છે કે ઇઝરાયલના ઈશ્વરે તમને પોતાની નજીક લાવવા માટે, યહોવાના મંડપની સેવા કરવા માટે, ને પ્રજાની સામે ઊભા રહીને તેઓની સેવા કરવા માટે ઇઝરાયલની પ્રજાથી તમને અલગ કર્યા છે.


અને, ઓ શાસ્‍ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે! કેમ કે લોકોની સામે તમે આકાશનું રાજ્ય બંધ કરો છો; કેમ કે તેમાં તમે પોતે પેસતા નથી, ને જેઓ પેસવા ચાહે છે તેઓને તમે પેસવા દેતા નથી. [


તમો પંડિતોને અફસોસ છે! કેમ કે તમે જ્ઞાનની ચાવી લઈ લીધી છે; તમે પોતે અંદર પેઠા નથી, અને જેઓ અંદર પેસતા હતા તેઓને તમે અટકાવ્યા છે.”


Lean sinn:

Sanasan


Sanasan