Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 34:15 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 હું પોતે મારાં ઘેટાંનું પોષણ કરીશ, ને હું તેમને સુવાડીશ, એમ પ્રભુ યહોવા કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

15 “હું પોતે જ મારા ઘેટાંનો પાળક બનીશ અને તેમને વિશ્રામ કરાવીશ. હું, પ્રભુ પરમેશ્વર, એ કહું છું.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 હું પોતે મારાં ટોળાંને ચારીશ, હું તેઓને સુવાડીશ.” આમ પ્રભુ યહોવાહ કહે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

15 હું જાતે મારા ટોળાને ચારીશ અને આરામ કરાવીશ.” આ હું યહોવા માલિક કહું છું.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 34:15
14 Iomraidhean Croise  

જ્યારે તે શાંતિ આપે, ત્યારે તેમને દોષપાત્ર કોણ ઠરાવી શકે? વળી પ્રજાથી અથવા માણસથી તે પોતાનું મુખ અદશ્ય રાખે, ત્યારે તેમને કોણ જોઈ શકે?


કેમ કે મોરચાબંધ નગર ઉજજડ, અરણ્ય સમાન છોડી દીધેલું તથા ત્યાગ કરેલું છે; ત્યાં વાછરડું ચરશે, ત્યાં તે બેસશે, ને તેની ડાળીઓ ખાશે.


ભરવાડની જેમ તે પોતાના ટોળાનું પાલન કરશે, ને તે બચ્ચાંને પોતાના હાથથી એકઠાં કરીને તેમને પોતાની ગોદમાં ઊંચકી લેશે, તે ધવડાવનારીઓને સંભાળીને ચલાવશે.


મારા મનગમતા પાળકો હું તમને આપીશ, ને તેઓ જ્ઞાન તથા બુદ્ધિથી તમારું પાલન કરશે.


મારા લોકો ભૂલાં પડેલાં ઘેટાં જેવાં છે; તેઓના પાળકોએ તેઓને ભમાવ્યા છે, તેઓને પર્વતો પર અવળે માર્ગે લઈ ગયા છે. તેઓ પર્વત પરથી ઊતરીને ડુંગર પર ગયા છે, તેઓ પોતાનું વિશ્રામસ્થાન ભૂલી ગયા છે.


“હે મનુષ્યપુત્ર, ઇઝરાયલના પાળકોની વિરુદ્ધ પ્રબોધ કર, પ્રબોધ કરીને તેમને, હા, તે પાળકોને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, ઇઝરાયલના પાળકોને અફસોસ, કેમ કે તેઓ માત્ર પોતાનું પોષણ કરે છે! શું પાળકોએ ઘેટાંનું પોષણ ન કરવું જોઈએ?


વળી હું તેમના પર એક પાળક સ્થાપીશ, ને તે, એટલે મારો સેવક દાઉદ તેમનું પોષણ કરશે. તે તેમનું પોષણ કરશે, ને તે તેઓનો પાળક થશે.


તે દિવસે હું તેઓને માટે વનચર જાનવરોની સાથે, ખેચર પક્ષીઓની સાથે તથા જમીન પર પેટે ચાલનાર પ્રાણીઓની સાથે ઠરાવ કરીશ; અને હું દેશમાંથી ધનુષ્ય તરવાર તથા યુદ્ધનું ખંડન કરીશ, ને તેઓને નિર્ભયપણે સુવાડીશ.


ઇઝરાયલના બચી રહેલા [લોકો] અન્યાય કરશે નહિ, તેમ જૂઠું બોલશે નહિ; અને તેમના મુખમાં કપટી જીભ માલૂમ પડશે નહિ, કેમ કે તેઓ ખાશે, ને નિરાંતે સૂશે, ને કોઈ તેમને બીવડાવશે નહિ.


હવે તેઓએ નાસ્તો કર્યા પછી ઈસુ સિમોન પિતરને પૂછે છે, “યોહાનના દીકરા, સિમોન, શું તું મારા ઉપર તેઓના કરતાં વધારે પ્રેમ રાખે છે?” તે તેમને કહે છે, “હા પ્રભુ, તમે જાણો છો કે હું તમારા પર હેત રાખું છું.” તે તેને કહે છે, “તું મારાં હલવાનોને પાળ.”


Lean sinn:

Sanasan


Sanasan