Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 33:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 જો તું દુષ્ટ માણસને તેના દુરાચરણથી ફરવાની ચેતવણી ન આપે છતાં તે પોતાના દુરાચરણથી ન ફરે, તો તે પોતાના પાપને લીધે માર્યો જશે, પણ તેં પોતાનો જીવ બચાવ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 પણ જો તેં તે દુષ્ટને તેનાં દુરાચરણ છોડી દેવાની ચેતવણી આપી હોય અને છતાં તે પોતાના દુરાચારથી ન ફરે તો તે તેનાં પાપે મરશે, પણ તું તારી પોતાની જિંદગી બચાવીશ.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 પણ જો, તું દુષ્ટ માણસને પોતાના દુરાચરણથી ફરવાની ચેતવણી આપે, જેથી તે તેનાથી પાછો ફરે, જો તે તેના દુરાચરણથી પાછો ન ફરે, તો તે પોતાના પાપમાં મૃત્યુ પામશે, પણ તું પોતાનો જીવ બચાવશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 પરંતુ જો તે ખોટો રસ્તો છોડી દેવાની તેને ચેતવણી આપી હોય છતાં તેણે તે નહિ છોડ્યો હોય; તો તે પોતાના પાપે મરશે પણ તું બચી જશે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 33:9
24 Iomraidhean Croise  

માર્ગ તજનારને ભારે શિક્ષા થશે; અને ઠપકાને ધિક્કારનાર માર્યો જશે.


જે માણસ વારંવાર ઠપકો પામ્યા છતાં પોતાની ગરદન અક્કડ રાખે છે, તે અકસ્માત નાશ પામશે, અને તેનો કંઈ ઉપાય રહેશે નહિ.


પરંતુ દુષ્ટને તું ચેતાવે તે છતાં તે પોતાની દુષ્ટતાથી તથા પોતાના કુમાર્ગથી પાછો ન હઠે, તો તે પોતાની દુષ્ટતામાં માર્યો જશે; પણ તેં તો તારા આત્માને બચાવ્યો છે.”


તથાપિ, જો તું નેક માણસને તે પાપ ન કરે, તો તે નક્કી જીવતો રહેશે, કેમ કે તેણે ચેતવણી ધ્યાનમાં લીધી, તને તેં તારા આત્માને બચાવ્યો છે.”


અને જો તે તરવારને દેશ પર આવતી જોઈને રણશિંગડું વગાડીને લોકોને ચેતાવે;


ત્યારે જે કોઈ રણશિંગડાનો અવાજ સાંભળીને ચેતે નહિ, ને તરવાર આવીને તેનો સંહાર કરે, તો તેનું રક્ત તેને પોતાને માથે.


પણ જો ચોકીદાર તરવારને આવતી જોઈને રણશિંગડું વગાડે નહિ, ને લોકોને ચેતવણી ન મળે, ને તરવાર આવીને તેઓમાંના કોઈ માણસનો સંહાર કરે, તો તે તો પોતાની દુષ્ટતાને લીધે સંહાર પામ્યો છે, પરંતું તેના રક્તનો બદલો હું ચોકીદાર પાસેથી લઈશ.


જે દાસ પોતાના ધણીની ઇચ્છા જાણ્યા છતાં પોતે તૈયાર રહ્યો નહિ હોય, અને તેની ઇચ્છા પ્રમાણે વર્ત્યો નહિ હોય, તે ઘણો માર ખાશે.


એ માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપમાં મરશો; કેમ કે હું [તે] છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપમાં મરશો.”


માટે સાવધ રહો, રખેને પ્રબોધકોના લેખમાંનું આ વચન તમારા ઉપર આવી પડે,


‘ઓ તિરસ્કાર કરનારાઓ, તમે જુઓ, અને અચરત થાઓ, અને નાશ પામો. કેમ કે તમારા સમયમાં હું એવું કાર્ય કરવાનો છું કે તે વિષે કોઈ તમને કહે, તો તમે તે માનશો જ નહિ.’”


ત્યારે પાઉલે તથા બાર્નાબાસે હિંમતથી કહ્યું, “ઈશ્વરનું વચન પ્રથમ તમને કહેવાની જરૂર હતી. પણ તમે તેનો નકાર કરો છો, અને અનંતજીવન પામવાને તમે પોતાને અયોગ્ય ઠરાવો છો, માટે જુઓ, અમે વિદેશીઓ તરફ ફરીએ છીએ.


તે માટે આજે હું તમને સાક્ષી આપું છું કે સર્વ માણસના લોહી વિષે હું નિર્દોષ છું.


વળી, ભાઈઓ, અમે તમને વિનંતી કરીએ છીએ કે, તમે તોફાનીઓને બોધ કરો, બીકણોને ઉત્તેજન આપો, નિર્બળોને આશ્રય આપો, બધાંની સાથે સહનશીલ થાઓ.


જે બોલે છે તેનો તમે અનાદર ન કરો, માટે સાવધ રહો. કેમ કે પૃથ્વી પર ચેતવનારનો જેઓએ અનાદર કર્યો તેઓ જો બચ્યા નહિ, તો આકાશમાંથી ચેતવનારની પાસેથી જો આપણે ફરીએ તો ખરેખર બચીશું નહિ.


તો આપણે એવા મહાન તારણ વિષે બેદરકાર રહીએ તો શી રીતે બચીશું? તે [તારણની વાત] પ્રથમ પ્રભુએ પોતે કરી, પછી તેને સાંભળનારાઓએ અમને તેની ખાતરી કરી આપી,


Lean sinn:

Sanasan


Sanasan