Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 33:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને, હે મનુષ્યપુત્ર, તું તારા લોકોને કહે કે, નેક માણસ અપરાધ કરશે તે દિવસે તેની નેકી તેનો બચાવ કરશે નહિ; અને દુષ્ટ માણસ પોતાની દુષ્ટતાથી ફરશે તે દિવસે તેની દુષ્ટતાને લીધે તે માર્યો જશે નહિ; તેમ જ નેક માણસ પાપ કરશે તે દિવસે તેની નેકીથી તે જીવી શકશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 “હે મનુષ્યપુત્ર, ઇઝરાયલીઓને કહે કે, કોઈ નેક માણસ પાપ કરે ત્યારે તેની નેકી તેનો જાન બચાવી શકશે નહિ. જો કોઇ દુષ્ટ પોતાની દુષ્ટતા છોડી દે તો તેની દુષ્ટતાને લીધે તે માર્યો જશે નહિ. જો કોઈ નેક માણસ પાપ કરે તો તેનો જાન બચવા પામશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હે મનુષ્યપુત્ર, તારા લોકોને કહે કે, ‘ન્યાયી માણસ પાપ કરશે તો તેનું ન્યાયીપણું તેને બચાવશે નહિ, જો દુષ્ટ માણસ પોતાના પાપથી પાછો ફરે તો તેની દુષ્ટતાને લીધે તેનો નાશ થશે નહિ. તેમ જ ન્યાયી માણસ પાપ કરશે તો તે પોતાના ન્યાયીપણાથી જીવશે નહિ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 “હે મનુષ્યના પુત્ર, તારા દેશબંધુઓને કહે કે, ‘કોઇ પુણ્યશાળી માણસ પાપ કરે તો તેનું પુણ્ય તેને બચાવી નહિ શકે. જો કોઇ દુષ્ટ માણસ તેનો દુષ્ટ રસ્તો છોડી દે તો તેનાં કરેલા પાપો તેને પડવા નહિ દે, અને કોઇ પુણ્યશાળી માણસ પાપ કરવાનું શરૂ કરે તો તે જીવતો નહિ રહે.’

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 33:12
14 Iomraidhean Croise  

ત્યારે જો મરા લોક, જેઓ મારા નામથી ઓળખાય છે, તેઓ નમી જશે ને પ્રાર્થના કરીને મારું મુખ શોધશે ને પોતાના દુષ્ટ માર્ગોથી ફરશે; તો હું આકાશમાંથી તે સાંભળીને તેઓના પાપ માફ કરીશ, ને તેઓના દેશને સાજો કરીશ.


ત્યારે જો તે મારું કહ્યું ન માનીને મારી દષ્ટિમાં જે ભૂંડું છે તે કરે, તો જે પ્રકારના કલ્યાણથી મેં તેનું હિત કરવાનું કહ્યું હતું તે વિષે હું પસ્તાઈશ.


તે વખતે જે પ્રજાની વિરુદ્ધ હું બોલ્યો છું તે જો પોતાની દુષ્ટતાથી ફરે, તો તેનો જે અનર્થ કરવાનું મેં વિચાર્યું હતું તે વિષે હું પસ્તાઈશ.


પણ જો દુષ્ટ પોતે કરેલાં સર્વ પાપ કરવાનું છોડી દેશે, મારા સર્વ વિધિઓ પાળશે, ને નીતિથી તથા પ્રામાણિકપણે વર્તશે, તો તે નક્કી જીવશે, તે માર્યો જશે નહિ


જ્યારે હું દુષ્ટને કહું કે, તું નક્કી માર્યો જશે, ત્યારે જો તું તેને ન ચેતવે, ને દુષ્ટનો જીવ બચાવવા માટે, તેને તેના કુમાર્ગથી [ફરવાને] ચેતવણી ન આપે, તો તે દુષ્ટ માણસ તો તેની દુષ્ટતામાં મરશે; પણ તેના રક્તનો જવાબ હું તારી પાસેથી માગીશ.


“હે મનુષ્યપુત્ર, તારા લોકોની સાથે વાત કરીને તેઓને કહે કે, જ્યારે હું કોઈ દેશ પર તરવાર લાવું ત્યારે જો તે દેશના લોકો પોતાનામાંથી એક પુરુષને પસંદ કરીને તેને પોતાના ચોકીદાર તરીકે સ્થાપે;


તેમ છતાં તમે કહો છો, ‘પ્રભુનો વ્યવહાર અદલ નથી, ’ હે ઇઝરાયલ લોકો, હું તમારા દરેકનો તેનાં આચરણ પ્રમાણે ન્યાય કરીશ.”


ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યા, જેથી ઈશ્વરની સહનશીલતાથી અગાઉ થયેલાં પાપની દરગુજર થઈ તે વિષે [ઈશ્વર] પોતાનું ન્યાયપણું બતાવે.


મારાં બાળકો, તમે પાપ ન કરો, માટે હું તમને આ વાતો લખું છું. જો કોઈ પાપ કરે તો પિતાની પાસે આપણો મધ્યસ્થ છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે.


Lean sinn:

Sanasan


Sanasan