હઝકિયેલ 32:30 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 ત્યાં ઉત્તરના સર્વ સરદારો તથા સિદોનીઓ છે, તેઓ કતલ થુયેલાઓની સાથે ઊતરી ગયા છે; તેમના પરાક્રમથી ભારે ત્રાસ ઉત્પન્ન થતો હતો તેમ છતાં તેઓ લજ્જિત થયા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં તરવારથી કતલ થયેલાઓની સાથે પડેલા છે, ને કબરમાં ઊતરી જનારાઓની સાથે તેઓ લજ્જિત થયા છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.30 ઉત્તરના સર્વ સરદારો અને સિદોનીઓ પણ ત્યાં છે. એક સમયે તેઓ પોતાની શક્તિથી ત્રાસ ફેલાવતા હતા. પણ અત્યારે પરપ્રજાના એ બધા લોક અપમાનિત થઇને લડાઇમાં માર્યા ગયેલાઓ સાથે અને પાતાળમાં ઊતરી જનારાઓની સાથે મૃત્યુલોક શેઓલમાં પોઢયા છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 ત્યાં ઉત્તરના સર્વ રાજકુમારો છે તથા સિદોનીઓ જેઓ મૃત્યુ પામેલાઓની સાથે નીચે ગયા છે. તેઓ પરાક્રમી હતા અને બીજાને ભય પમાડતા હતા, પણ તેઓ લજ્જિત થયા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં તલવારથી કતલ થયેલાઓની સાથે પડેલા છે. તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે. Faic an caibideilપવિત્ર બાઈબલ30 “ઉત્તરના સર્વ સરદારો ત્યાં છે, સર્વ સિદોનીઓની હત્યા થઇ છે. એક વખત તેઓ લોકોને કંપાવતા હતા, પણ અત્યારે તેઓ લજ્જિત થઇને મૃત્યુ પામ્યા છે. બીજા હત્યા થયેલા દુષ્ટોની સાથે તેઓ અપમાનિત થઇને દુષ્ટોની સ્થિતિમાં જ પૃથ્વીના ઊંડાણમાં પડ્યા છે. Faic an caibideil |