Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 32:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 વળી બેસુન્નતોના જે શૂરવીરો માર્યા ગયેલા છે, જેથી પોતાના યુદ્ધનાં શસ્ત્રોસહિત શેઓલમાં ઊતરી ગયા છે, ને પોતાની તરવારો પોતાનાં માથાં નીચે મૂકી છે, ને તેમનાં દુષ્કર્મો તેમનાં હાડકાં પર છે, તેઓમાં શું તેઓ નહિ પડશે? કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં શૂરવીરોને ત્રાસદાયક [હતા].

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

27 પ્રાચીન સમયના શૂરવીરો સંપૂર્ણ શસ્ત્રસજ્જ થઇને અધોલોકમાં જતા, તેમની તલવારો તેમના માથા નીચે મૂકવામાં આવતી અને તેમની ઢાલો તેમના શરીર પર મુક્તી. જો કે તેઓ જીવતા હતા ત્યારે બીજાને માટે ત્રાસરૂપ હતા. મેશેખ અને તુબાલના યોદ્ધાઓને આમ માનપૂર્વક દફનાવાયા નથી.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 બેસુન્નતીઓમાં જે યોદ્ધાઓ માર્યા ગયા છે, તેઓ પોતાના યુદ્ધશસ્ત્રો સહિત શેઓલમાં ઊતરી ગયા છે, અને પોતાની તલવારો પોતાના માથા નીચે મૂકી છે. તેઓના ભાલાઓ પોતાના હાડકા પર મૂક્યા છે? કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં શૂરવીરો ત્રાસદાયક હતા.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

27 પરંતુ પ્રાચીનકાળમાં રાજાઓને શસ્ત્રોથી સજ્જ કરીને, તેમની ઢાલ તેમના શરીર પર મૂકીને તથા તેમની તરવાર તેમના માથાં નીચે મૂકીને મહાન આદર સાથે તેઓને દફનાવવામાં આવતાં હતાં. પરંતુ તું આદર સાથે મૃત્યુ પામીશ નહિ, પરંતુ તારા પાપ તારા હાડકાં પર રહેશે, કારણ જ્યારે તું જીવતો હતો ત્યારે તેં લોકોને ખુબજ હેરાન કર્યા હતા.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 32:27
16 Iomraidhean Croise  

તેનામાં જુવાનીનું જોર છે, પણ તે તેની સાથે ધૂળમાં મળી જશે.


તેણે વસ્‍ત્રની જેમ પોતાને અંગે શાપ ધારણ કર્યો હતો. તે પાણીની માફક તેના અંત:કરણમાં, અને તેલની જેમ તેનાં હાડકાંમાં પેસતો હતો.


તેમને શેઓલમાં [લઈ જવાના] ટોળા જેવા ઠરાવવામાં આવશે; મૃત્યુ તેઓનો ઘેટાંપાળક થશે; યથાર્થીઓ સવારમાં તેમના ઉપર અધિકાર ચલાવશે; તેઓનું સૌન્દર્ય શેઓલમાં એવું નાશ પામશે કે, કંઈ બાકી ન રહે.


જ્યારે દુષ્ટો ઘાસની જેમ વધે છે, અને સર્વ અન્યાય કરનારાઓની ચઢતી થાય છે, ત્યારે તે તેમનો સર્વકાળનો નાશ થવાને માટે જ છે;


કેમ કે, હે યહોવા, તમારા શત્રુઓ, તમારા શત્રુઓ નાશ પામશે; સર્વ અન્યાય કરનારાઓ વિખેરાઈ જશે.


દુષ્ટને પોતાની દુષ્ટતાથી હડસેલી પાડવામાં આવે છે; પરંતુ સદાચારીને પોતાના મોતમાં આશા હોય છે.


જ્યારે તેઓ તને જોશે, તને નિહાળશે, ત્યારે તેઓ તારે વિષે વિચાર કરશે કે, જે માણસે પૃથ્વી થથરાવી હતી, જેણે રાજ્યોને ડોલાવ્યાં હતાં,


તારી વિરુદ્ધ વાપરવા માટે ઘડેલુમ કોઈ પણ હથિયાર સાર્થક થશે નહિ; ન્યાયસભામાં જે કોઈ જીભ તારી વિરુદ્ધ બોલશે, તેને તું દોષિત ઠરાવીશ. એ યહોવાના સેનકોનો વારસો છે, તેમનું ન્યાયીપણું મારાથી છે, ” એમ યહોવા કહે છે.


જે જીવ પાપ કરે તે માર્યો જશે. દીકરો પિતાની દુષ્ટતા [નું ફળ] ભોગવશે નહિ, તેમ જ પિતા દીકરાની દુષ્ટતા [નું ફળ] ભોગવશે નહિ. નેકીવાનની નેકી તેને શિર રહેશે, ને ભૂંડાની ભૂંડાઈ તેને શિર રહેશે.


પછી તેઓ તારે વિષે એક પરજિયો ગાઈને તને કહેશે. ‘તું એક પ્રખ્યાત નગરી હતી, તારામાં ખલાસીઓની વસતિ હતી, તું ને તારા રહેવાસીઓ સમુદ્ર પર પરાક્રમી હતા, તમણે તેમાં આવજા કરનાર સર્વ ઉપર પોતાનો ધાક બેસાડ્યો હતો. તારો કેવો વિનાશ થયો છે!’


પરાક્રમીઓમાં જેઓ બળવાન છે તેઓ તેની તથા તેના સહાયકારીઓની સાથે શેઓલમાંથી બોલશે. તેઓ, એટલે બેસુન્નતો, નીચે પડ્યા, તેઓ તરવારથી કતલ થઈને પડી રહ્યા છે.


તું પણ બેસુન્નતોમાં ભાંગીતૂટી જશે, ને તરવારથી કતલ થયેલાઓની સાથે તું પડ્યો રહેશે.


એ માટે મેં તમને કહ્યું કે, તમે તમારાં પાપમાં મરશો; કેમ કે હું [તે] છું, એવો જો તમે વિશ્વાસ નહિ કરો, તો તમે તમારાં પાપમાં મરશો.”


(કેમ કે અમારી લડાઈના હથિયાર સાંસારિક નથી, પણ ઈશ્વર [ની સહાય] થી કિલ્લાઓને તોડી પાડવાને તેઓ સમર્થ છે).


Lean sinn:

Sanasan


Sanasan