Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 32:24 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

24 ત્યાં તેની કબરની આસપાસ એલામ તથા તેનો બધો જનસમૂહ છે. જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, તેઓ સર્વ તરવારથી કતલ થઈને પડયા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં અધોલોકમાં ઊતરી ગયા છે, અને કબરમાં ઊતરી જનારાઓની સાતે લજ્જિત થયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

24 “એલામ પણ ત્યાં છે. તેની ચારે તરફ તેના સૈનિકોની કબરો છે. એ બધા લડાઇમાં માર્યા ગયા છે. એક સમયે પૃથ્વીના લોકો પર તેઓ ત્રાસ વર્તાવતા હતા, તે સર્વ લડાઇમાં માર્યા જઈ ઈશ્વર સાથેના કોઈ સંબંધ વિનાની સ્થિતિમાં પાતાળમાં ઊતરી જનારાઓની સાથે મૃત્યુલોક શેઓલમાં પહોંચી ગયા છે અને અત્યારે તેઓ અપમાનિત થઈને ત્યાં પોઢી ગયા છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

24 તેની કબરોની આસપાસ એલામ તથા તેનો સમુદાય છે: તેઓમાંના બધા માર્યા ગયા છે. જેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, તેઓ બધા તલવારથી કતલ થઈ પડ્યા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં અધોલોકમાં ઊતરી ગયા છે, કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

24 “એલામના મહાન રાજાઓ પણ ત્યાં પોતાના લોકોની સાથે મૃત્યુ પામેલા છે. તેઓ જીવતા હતા ત્યારે પ્રજાઓ માટે ત્રાસદાયક હતા. પરંતુ હવે તેઓ નરકમાં સબડે છે કબરમાં ઊતરી જનાર સામાન્ય માણસોની જેમ તેઓ લજ્જિત થયા છે.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 32:24
29 Iomraidhean Croise  

શેમના દિકરા : એલામ તથા આશૂર તથા આર્પાકશાદ તથા લૂદ તથા અરામ.


અને શિનઆરનો રાજા આમ્રાફેલ, તથા એલ્લાસારનો રાજા આર્યોખ, તથા એલામનો રાજા કદોરલાઓમેર, તથા ગોઈમનો રાના તિદાલ તેઓના દિવસોમાં એમ થયું કે,


શેમના પુત્રો; એલામ, આશૂર, આર્પાકશાદ, લુદ, અરામ, ઉલ, હુલ ગેથેર તથા મેશેખ.


મનુષ્ય તેની કિંમત જાણતું નથી; અને વસતિવાળા ભાગમાં તે મળતું નથી.


હે યહોવા, મેં તમને વિનંતી કરીને કહ્યું, “તમે જ મારો આશરો છો. મારી જિંદગી પર્યંત તમે મારો વારસો છો.”


તે સમયે પ્રભુ પોતાના લોકોના શેષને મેળવવાને માટે, એટલે જેઓ બાકી રહેલા છે તેઓને આશૂરમાંથી, મિસરમાંથી, પાથ્રોસમાંથી, કૂશમાંથી, એલામમાંથી, શિનારમાંથી, હમાથમાંથી તથા સમુદ્રના ટાપુઓમાંથી મેળવવાને માટે ફરી બીજી વાર પોતાનો હાથ લાંબો કરશે.


મેં કહ્યું, હું યહોવાને જોઈશ નહિ, જીવતાંઓની ભૂમિમાં હું યહોવાને જોઈશ નહિ; સંસારના રહેવાસીઓની સાથે હું ફરી માણસને નિહાળીશ નહિ.


ગરીબ ઘેટાંને કાપવા માટે લઈ જવામાં આવે છે, તેના જેવો હું હતો. તેઓ મારી વિરુદ્ધ પ્રપંચ રચીને [માંહોમાંહે કહેતા] , “વૃક્ષનો તેનાં ફળ સહિત નાશ કરીએ, ને તેના નામનું સ્મરણ ન રહે માટે સજીવોની ભૂમિમાંથી તેને કાપી નાખીએ, ” એ મેં જાણ્યું નહિ.


ઝિમ્રીના, એલામના તથા માદીઓના સર્વ રાજાઓ;


તેં તારી બહેનોના લાભમાં ન્યાય ચૂકવ્યો છે, તેથી પણ તું લજ્જિત થા. તેં તેઓના કરતાં અધિક ધિક્કારપાત્ર કુકર્મો કર્યા છે, તેથી તેઓ [પ્રમાણમાં] તારા કરતાં ન્યાય ઠરી છે. હા, તેં તારી બહેનોને પ્રમાણમાં નિર્દોષ ઠરાવી છે, તેથી તું પણ ઝંખવાઈ જા ને તારી ફજેતી વહોરી લે.


એ માટે કે તું ફજેત થાય, ને તેં જે જે કર્યું છે ને જેથી તું તેઓને દિલાસારૂપ થઈ છે, તે સર્વને લીધે તું લજ્જિત થાય.


ત્યારે હું તને નીચે નાખી દઈને કબરમાં ઊતરી જનારા, એટલે પ્રાચીન કાળના લોકો, ભેગું કરીશ, ને તને પાતાળમાં પ્રાચીન કાળથી ઉજ્જડ પડેલૌ જગાઓમાં, કબરમાં ઊતરી ગયેલાઓ ભેગું વસાવીશ કે, ફરીથી તારામાં વસતિ ન થાય. અને જીવતાઓની ભૂમિમાં તારું ગૌરવ હું સ્થાપીશ નહિ.


એ માટે કે પાણી પાસેનાં [અને] પાણી પીનારાં સર્વ વૃક્ષોમાંના કોઈ પણ કદમાં ઊંચા ન થઈ જાય, ને પોતાની ટોચ વાદળ સુધી ન પહોંચાડે, ને તેમના પરાક્રમીઓ પોતાની ગરદન ઊંચી ન કરે; કેમ કે તેઓ [બીજાં] મનુષ્યો સાથે કબરમાં ઊતરી જનારાઓના ભેગા મોતને [તથા] અધોલોકને સ્વાધીન કરવામાં આવ્યા છે.


ગૌરવમાં તથા મોટાઈમાં એદનનાં વૃક્ષોમાં તારા જેવું કોણ છે? તે છતાં તું એદનના વૃક્ષોની સાથે અધોલોકમાં પડશે. તું તરવારથી કતલ થયેલાઓની સાથે બેસુન્નતોમાં પડ્યો રહેશે. ફારુન તથા તેના સર્વ જનસમૂહો [ની] આ [વલે] છે એમ પ્રભુ યહોવા કહે છે.”


“હે મનુષ્યપુત્ર, મિસરના જનસમૂહને માટે પોક મૂક, ને તેમને, એટલે તેને તથા પ્રખ્યાત પ્રજાઓની પુત્રીઓને, કબરમાં ઊતરનારાઓની સાથે અધોલોકમાં નાખ.


તું સૌદર્યમાં કોનાથી શ્રેષ્ઠ છે? નીચે ઊતરી જા, ને બેસુન્નતોની સાથે જઈ પડ.


પરાક્રમીઓમાં જેઓ બળવાન છે તેઓ તેની તથા તેના સહાયકારીઓની સાથે શેઓલમાંથી બોલશે. તેઓ, એટલે બેસુન્નતો, નીચે પડ્યા, તેઓ તરવારથી કતલ થઈને પડી રહ્યા છે.


તેઓએ તેને માટે તથા તેના સર્વ જનસમૂહને માટે કતલ થયેલાઓમાં શય્યા બિછાવી છે; તેની કબરો તેની આસપાસ છે, તેઓ સર્વ બેસુન્નત તથા તરવારથી કતલ થયેલા છે; કેમ કે તેઓ પૃથ્વી પર માણસોમાં ત્રાસદાયક હતા, ને તેઓ કબરમાં ઊતરી જનારાઓની સાથે લજ્જિત થયા છે. કતલ થયેલાઓમાં તેને મૂકવામાં આવ્યો છે.


ત્યાં ઉત્તરના સર્વ સરદારો તથા સિદોનીઓ છે, તેઓ કતલ થુયેલાઓની સાથે ઊતરી ગયા છે; તેમના પરાક્રમથી ભારે ત્રાસ ઉત્પન્ન થતો હતો તેમ છતાં તેઓ લજ્જિત થયા છે, તેઓ બેસુન્નત સ્થિતિમાં તરવારથી કતલ થયેલાઓની સાથે પડેલા છે, ને કબરમાં ઊતરી જનારાઓની સાથે તેઓ લજ્જિત થયા છે.


હું તેમને રોપીને એવી રીતે ફળદ્રુપ કરીશ કે તેઓ પ્રખ્યાત થશે, ને ફરીથી કદી પણ દેશમાં દુકાળ પડવાથી તેમનો ક્ષય થશે નહિ, તેમ ફરીથી કદી પણ તેઓને વિદેશીઓથી લજ્જિત થવું પડશે નહિ.


અને હું તને ફરીથી કદી વિદેશીઓની નિંદા સાંભળવા દઈશ નહિ, ને તું ફરીથી કદી લોકોનાં મહેણાં સાંભળશે નહિ, ને ફરીથી કદી તું તારી પ્રજાને ઠોકર ખવડાવશે નહિ, એમ પ્રભુ યહોવા કહે છે.”


તેઓ પોતાની લજ્જા તથા મારી વિરુદ્ધ પોતે કરેલા સર્વ અપરાધ [ની શિક્ષા] ભોગવશે, ત્યાર પછી તેઓ પોતાના દેશમાં નિર્ભયતાથી વસશે, અને કોઈ તેમને બીવડાવશે નહિ.


મારા પ્રત્યે યાજકપદ બજાવવા તથા મારી કોઈ પણ પવિત્ર વસ્તુની પાસે, પરમપવિત્રવસ્તુઓની પાસે આવવા તેઓ મારી હજૂરમાં ન આવે. પણ તેઓ પોતાની લજ્જા તથા પોતાના ધિક્કારપત્ર કૃત્યોનું ફળ ભોગવે.


હું સંદર્શનમાં જોતો હતો; તે વખતે હું એલામ પ્રાંતમાંના સૂસાના મહેલમાં હતો. મારા સંદર્શનમાં મેં જોયું કે હું ઉલાઈ નદીની પાસે હતો.


તું કીર્તિને બદલે લજ્જાથી ભરપૂર છે. વળી તું પીને બેસુન્નતના જેવો થા. યહોવાના જમણા હાથનો પ્યાલો તારી તરફ વળશે, ને તારી કીર્તિને ભારે કલંક લાગશે.


અને, ઓ ક૫ર-નાહૂમ, તું આકાશ સુધી ઊંચું કરાશે શું? તું હાદેસ સુધી નીચું ઊતરશે, કેમ કે જે પરાક્રમી કામો તારામાં થયાં તે જો સદોમમાં થયાં હોત, તો તે આજ સુધી રહેત.


Lean sinn:

Sanasan


Sanasan