Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 32:10 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 હા, હું એવું કરીશ કે ઘણી પ્રજાઓ તને જોઈને વિસ્મય પામશે, ને હું મારી તરવાર તેમની આગળ આમતેમ ફેરવીશ ત્યારે તેમના રાજાઓ તારે માટે બહુ ભયભીત થશે, અને તારી પાયમાલીને દિવસે તેઓ સર્વ પોતપોતાના જીવને માટે પળે પળે કાંપશે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

10 તારા પ્રત્યેનો મારો વર્તાવ જોઇને ઘણા દેશો આઘાત પામશે. તેમના દેખતાં હું મારી તલવાર વીંઝીશ ત્યારે તેમના રાજાઓ ભયથી થથરી ઊઠશે. જે દિવસે તારું પતન થશે તે જ દિવસે તેઓ બધા પોતાનો પ્રાણ જવાના ડરથી કાંપી ઊઠશે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 તારા વિષે હું ઘણા લોકોને આઘાત પમાડીશ, જ્યારે હું મારી તલવાર તેઓની આગળ ફેરવીશ, ત્યારે તેઓના રાજાઓ તારે લીધે ભયથી કાંપશે. તારા પતનના દિવસે તેઓ બધા સતત કાંપશે.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

10 તારા હાલ જોઇને તેઓ આઘાત પામશે. તેમના રાજાઓ પોતાની સામે મારી તરવારને ઘૂમતી જોઇ ભયભીત થઇ જશે. તારા પતનના દિવસે તેઓ બધા પોતાનો જીવ જવાના ભયથી થથરી જશે.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 32:10
11 Iomraidhean Croise  

અને જો કે આ મંદિર ઘણું ઊંચું છે, તો પણ તેની પાસે થઈને જનાર દરેક જણ અચંબો પામશે, ને છટ છટ કરશે; અને તેઓ કહેશે, ‘શા માટે યહોવાએ આ દેશના તથા આ મંદિરના આવા હાલ કર્યા હશે?’


યહોવા જે નીમેલી લાકડીનો ફટકો તેને મારશે તેનો હરેક ફટકો ડફ તથા વીણા [ના સૂર] સાથે મારવામાં આવશે; અને થથરાવી નાખનારી લડાઈઓમાં તે તેઓની સાથે લડશે.


અમે બાબિલને રૂઝ વાળવાનું કર્યું, પણ તેને રૂઝ વળી નથી. તેને તજી દો, ને આપણે દરેક પોતપોતાને દેશ પાછા જઈએ; કેમ કે તેનું શાસન આકાશ સુધી પહોંચ્યું છે, તે ગગન સુધી ઊંચું ચઢયું છે.


એ વખતે સમુદ્ર કાંઠા ના સર્વ હાકેમો પતાનાં રાજ્યાસનો પરથી ઊતરી જઈને પોતાના ઝબ્બાઓ કાઢી નાખશે, ને પોતાનાં બુટ્ટાદાર વસ્ત્રો ઉતારશે. તો ધ્રૂજતાં ધ્રૂજતાં વસ્ત્રો પહેરશે; તેઓ જમીન પર બેસશે, ને દરેક પળે ધ્રૂજશે, ને તને જોઈને વિસ્મય પામશે.


દ્વીપોના સર્વ રહેવાસીઓ તને જોઈને સ્તબ્ધ થઈ ગયા છે, ને તેઓના રાજાઓ બહું ભયભીત થયા છે, તેઓના ચહેરાઓ પર ગભરાટ [છવાઈ ગયો] છે.


તે દિવસે નિશ્ચિત રહેનારા કૂશીઓને ભયભીત કરવા માટે મારી હજૂરમાંથી ખેપિયા વહાણવાટે જશે; અને મિસરની આફત ના સમયમાં આવી હતી તેવી ભારે આપત્તિ તેઓ ઉપર આવી પડશે; કેમ કે જુઓ, તે આવે છે.


હે દેવદાર વૃક્ષ, બૂમ પાડ, કેમ કે એરેજવૃક્ષ પડી ગયું છે, કારણ કે ભવ્ય [વૃક્ષો] ખેદાનમેદાન થઈ ગયાં છે! હે બાશાનનાં ઓકવૃક્ષો, બૂમ પાડો, કેમ કે સુરક્ષિત ઘાડું વન જમીનદોસ્ત થઈ ગયું છે!


ત્યારે સર્વ દેશજાતિઓ પૂછશે કે યહોવાએ આ દેશ પર આમ કેમ કર્યું હશે? [તેમના] આ મહા કોપની ઉગ્રતાનું શું કારણ છે?


જો હું મારી ચળકતી તરવાર ઘસીશ, [અને] મારો હાથ ન્યાયદંડ ધારણ કરશે, તો મારા શત્રુઓ પર હું વેર વાળીશ, ને મારા દ્રેષીઓનો બદલો લઈશ.


અને તેની વેદનાની ધાકને લીધે દૂર ઊભા રહીને કહેશે, ‘અરેરે! અરેરે! મહાન બાબિલોન નગર, બળવાન નગર! એક ઘડીમાં તને કેવી શિક્ષા થઈ છે!”


Lean sinn:

Sanasan


Sanasan