Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 30:9 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

9 તે દિવસે નિશ્ચિત રહેનારા કૂશીઓને ભયભીત કરવા માટે મારી હજૂરમાંથી ખેપિયા વહાણવાટે જશે; અને મિસરની આફત ના સમયમાં આવી હતી તેવી ભારે આપત્તિ તેઓ ઉપર આવી પડશે; કેમ કે જુઓ, તે આવે છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

9 એ દિવસ આવશે અને ઇજિપ્ત નાશ પામ્યું હશે ત્યારે હું દરિયાઈ માર્ગે વહાણોમાં સંદેશકોને કૂશ મોકલીશ અને ત્યાં નિશ્ર્વિંત્ રીતે જીવતા કૂશીઓને સાવધ કરી દઈશ અને તેઓ ભયભીત થઈ જશે. એ દિવસ હવે આવી જ રહ્યો છે.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

9 તે દિવસે નિશ્ચિંત રહેનારા કૂશીઓને ભયભીત કરવા માટે સંદેશાવાહક મારી આગળથી વહાણોમાં જશે, મિસરના દિવસે આફત આવી હતી તેમ તેઓ મધ્યે આફત આવી પડશે. તે દિવસ આવી રહ્યો છે.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

9 “‘જ્યારે એ દિવસ આવશે અને મિસરનો નાશ થયો હશે ત્યારે હું વહાણોમાં ખેપિયાઓ મોકલીને નિશ્ચિંત જીવે વસતા કૂશના વતનીઓને ચેતવીશ અને તેઓ ભયભીત થઇ જશે. એ દિવસ આવી રહ્યો છે!’”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 30:9
24 Iomraidhean Croise  

યહૂદિયાનો દેશ મિસરને બિહામણો લાગશે. સૈન્યોના [ઈશ્વર] યહોવાએ તેની વિરુદ્ધ જે ઠરાવ કર્યો છે તેને લીધે [યહૂદિયાના] નામના સ્મરણથી તેઓ ધ્રૂઝશે.


યહોવાએ કહ્યું, “મિસર તથા કૂશ સંબંધી ત્રણ વર્ષ સુધી ચિહ્ન તથા કૌતુકને અર્થે, મારો સેવક યશાયા જેમ ઉઘાડે શરીરે તથા ઉઘાડે પગે ફર્યો છે;


ત્યારે તેઓ પોતાના આશાસ્પદ કૂશને લીધે, અને પોતાના ગૌરવ મિસરને લીધે ગભરાઈને લજવાશે.


મિસરમાં ખબર પહોંચશે ત્યારે તેઓ તૂરની ખબર સાંભળીને ખેદ પામશે.


હવે, હે વિલાસિની, નિશ્ચિંત બેસી રહેનારી, હું જ છું, ને બીજું કોઈ નથી, હું વિધવા થઈને બેસીશ નહિ, હું પુત્રહાનિ જાણીશ નહિ, એમ પોતાના મનમાં કહેનારી, તું આ સાંભળ:


તેઓના પડવાના ધબકારાથી પૃથ્વી કંપે છે! તેનો અવાજ લાલ સમુદ્ર સુધી સંભળાય છે.


યહોવા કહે છે, ઊઠો, ને જે લોકો સ્વસ્થ અને નિશ્ચિંત રહે છે, જેઓને દરવાજા નથી તથા ભૂંગળો નથી, જેઓ એકલા વસે છે, તેઓની સામે ચઢી જાઓ.


હું યહોવા તે બોલ્યો છું; તે પૂરું થશે, ને હું તે કરીશ; હું પાછો હઠીશ નહિ, દયા રાખીશ નહિ, ને હું અનુતાપ કરીશ નહિ; તારાં આચરણો પ્રમાણે ને તારાં કૃત્યો પ્રમાણે તેઓ તારો ન્યાય કરશે, એમ પ્રભુ યહોવા કહે છે.”


એ વખતે સમુદ્ર કાંઠા ના સર્વ હાકેમો પતાનાં રાજ્યાસનો પરથી ઊતરી જઈને પોતાના ઝબ્બાઓ કાઢી નાખશે, ને પોતાનાં બુટ્ટાદાર વસ્ત્રો ઉતારશે. તો ધ્રૂજતાં ધ્રૂજતાં વસ્ત્રો પહેરશે; તેઓ જમીન પર બેસશે, ને દરેક પળે ધ્રૂજશે, ને તને જોઈને વિસ્મય પામશે.


દ્વીપોના સર્વ રહેવાસીઓ તને જોઈને સ્તબ્ધ થઈ ગયા છે, ને તેઓના રાજાઓ બહું ભયભીત થયા છે, તેઓના ચહેરાઓ પર ગભરાટ [છવાઈ ગયો] છે.


પણ જ્યારે એ થશે, (જો, એ તો થશે જ, ) ત્યારે તેઓ જાણશે કે તેઓમાં એક પ્રબોધક થઈ ગયો છે.”


કહેશે કે, ‘હું કોટ વગરનાં ગામડાંવાળા દેશ પર ચઢાઈ કરીશ. જેઓ કોટ વગર રહે છે ને જેમને ભૂંગળો કે દરવાજા નથી, પણ બધા નિરાંતે ને નિર્ભયપણે રહે છે તેમના પર હું ચઢાઈ કરીશ;


વળી હું માગોગ પર તથા જેઓ દરિયાકિનારે નીડર થઈને રહે છે તેઓ પર અગ્નિ મોકલીશ; ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું:


પ્રભુ યહોવાએ પોતાની પવિત્રતાની પ્રતિજ્ઞા લીધી છે, “તમારા પર એવા [આપત્તિના] દિવસો આવી પડશે કે જે સમયે તેઓ તમને કડીઓ નાખીને તથા તમારામાંની બાકી રહેલાઓને માછલી [પકડવાના] ગલ વળગાડીને ખેંચી જશે.


કેમ કે એ સંદર્શન હજી નીમેલા વખતને માટે છે, કેમ કે તે [સંદર્શન] પૂર્ણ થવાને તલપાપડ કરી રહ્યું છે, તે ખોટું પડશે નહિ. જો કે તેને વિલંબ થાય, તોપણ તેની વાટ જોજે; કેમ કે તે નક્કી થશે જ, તેને વિલંબલ થશે નહિ.


તમે કૂશીઓ પણ પ્રભુની તરવારથી કતલ થશો.


જે આનંદી નગર નિશ્ચિત રહેતું હતું, ને પોતાના મનમાં કહેતું હતું, ‘હું જ છું, ને મારા સિવાય બીજું કોઈ નથી, ’ તે કેવુમ વેરાન તથા પશુઓને પડી રહેવાનું સ્થાન થઈ પડયું છે! તેની પાસે થઈને જનાર દરેક માણસ ફિટકાર કરશે, ને [તિરસ્કારસહિત] પોતાનો હાથ હલાવશે.”


કેમ કે તમે પોતે સારી રીતે જાણો છો કે, જેમ રાતે ચોર આવે છે તેમ પ્રભુનો દિવસ આવે છે.


ત્યારે તે પાંચ માણસ વિદાય થયા, ને લાઇશ આવ્યા, ને ત્યાંના લોકોને જોયા કે, તેઓ નિશ્વિત રહે છે, તથા સિદોનીઓની જેમ શાંત તથા નિર્ભય છે. કેમ કે તેમને કશામાં પણ શરમાવે એવો તે દેશમાં કોઈ હાકેમ નહોતો, તેઓ સિદોનીઓથી વેગળા હતા, ને કોઈની સાથે તેઓને કશો વ્યવહાર નહોતો.


Lean sinn:

Sanasan


Sanasan