Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 30:21 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 “હે મનુષ્યપુત્ર, મેં મેસરના રાજા ફારુનનો હાથ ભાંગી નાખ્યો છે. અને તેને ફરીથી તરવાર પકડી શકે એવો મજબૂત થવા માટે દવા લગાડીને તેના પર પાટો બાંધી લીધો નથી.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

21 “હે મનુષ્યપુત્ર, મેં ઇજિપ્તના રાજા ફેરાનો હાથ ભાગી નાખ્યો છે. કોઈએ તેને પાટો બાંધ્યો નથી કે કોઈએ તેને ઝોળીમાં ભેરવ્યો નથી કે જેથી તે સાજોસમો થઈને ફરીથી સ્વસ્થ બની તલવાર પકડી શકે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 “હે મનુષ્યપુત્ર, મેં મિસરના રાજા ફારુનનો હાથ ભાંગી નાખ્યો છે. જુઓ, તને ફરીથી તલવાર પકડી જશે એવો મજબૂત કરવા સારુ દવા લગાડીને તેના પર પાટો બાંધી લીધો નથી.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

21 “હે મનુષ્યના પુત્ર, મેં મિસરના રાજા ફારુનનો હાથ ભાંગી નાખ્યો છે. કોઇએ એને પાટો બાંધ્યો નથી કે એને ઝોળીમાં નથી મૂક્યો, જેથી તે તરવાર પકડવા જેટલી શકિત ફરીથી મેળવે.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 30:21
15 Iomraidhean Croise  

મિસરનો રાજા ત્યાર પછી કોઈ પણ વખત પોતાનાં દેશમાંથી ચઢી આવ્યો નહિ. કેમ કે બાબિલના રાજાએ મિસરની નદીથી તે ફ્રાત નદી સુધી જે કંઈ મિસરના રાજાને તાબે હતું તે લઈ લીધું હતું.


દુષ્ટનો હાથ તમે ભાંગી નાખો. તમે ભૂંડા માણસની ભૂંડાઈને એટલે સુધી શોધી કાઢો કે કંઈ પણ બાકી રહે નહિ.


કેમ કે દુષ્ટોના ભુજ ભાંગી નાખવામાં આવશે; પણ યહોવા ન્યાયીઓને નિભાવશે.


હા, તેની તરવારની ધાર તમે વાળી દો છો, અને તમે તેને યુદ્ધમાં ઊભો રાખ્યો નથી.


પગના તળિયાથી તે માથા સુધીમાં કોઈ પણ ભાઘ સાજો નથી; [ફકત] ઘા, સોળ તથા પાકેલા જખમ છે. તેમને દાબીને તેમાંથી પરું કાઢવામાં આવ્યું નથી; તેમના પર પાટા બાંધવામાં કે તેમને તેલથી નરમ કરવામાં આવ્યા નથી.


કોઈ તારો પક્ષ કરીને બોલતો નથી. તારી પાસે અકસીર મલમ નથી કે, જે લગાડીને પાટો બાંધવામાં આવે.


યહોવા કહે છે કે, ‘જુઓ જેમ મેં યહૂદિયાના રાજા સિદકિયાને તેના શત્રુ તથા તેનો જીવ શોધનાર બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપ્યો, તેમ હું મિસરના રાજા ફારુન હોફ્રાને તેના શત્રુના હાથમાં તથા તેનો જીવ શોધનારાઓના હાથમાં સોંપીશ.’”


હે મિસરની કુંવારી દીકરી, તું ગિલ્યાદ પર ચઢીને શેરીલોબાન લે; તું ઘણાં ઓસડનો ઉપચાર કરશે, પણ એ તો નિરર્થક જશે. તું સાજી થઈશ નહિ.


મોઆબનું શિંગ કાપી નાખવામાં આવ્યું છે, ને તેનો ભુજ ભાંગી નાખવામાં આવ્યો છે, ” એવું યહોવા કહે છે.


વળી હું બાબિલના રાજાના હાથ બળવાન કરીશ, ને મારી તરવાર તેના હાથમાં આપીશ, પણ હું ફારુનના હાથ ભાંગી નાખીશ; ને પ્રાણઘાતક ઘા વાગેલો માણસ જેમ કણે તેમ જ એ [બાબિલના રાજા] ની આગળ કણશે.


હું તારા ધનુષ્યને ફટકો મારીને તારા ડાબા હાથમાંથી પાડી નાખીશ, ને તારાં બાણોને તારા જમણા હાથમાંથી પાડી નાખીશ.


તેં તારા વેપારીઓને આકાશના તારાઓ કરતાં વધારી દીધા છે. કાતરાઓ ખાઈ નાખીને ઊડી જાય છે.


ટોળાને તજી દેનાર નકામા પાળકને અફસોસ! તેના હાથ પર તથા તેની જમણી આંખ પર તરવાર આવશે. તેનો હાથ છેક સુકાઈ જશે, ને તેની જમણી આંખ છેક આંધળી થઈ જશે.”


પછી એક બળવાન દૂતે મોટી ઘંટીના પડના જેવો એક પથ્થર ઊંચકી લીધો, અને તેને સમુદ્રમાં નાખીને કહ્યું, “તે મહાન નગર બાબિલોનને એ જ પ્રમાણે ઝપાટાથી નાખી દેવામાં આવશે, અને ફરી તે કદી પણ જોવામાં આવશે નહિ.


Lean sinn:

Sanasan


Sanasan