Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 30:2 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 “હે મનુષ્યપુત્ર, ભવિષ્ય ભાખીને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તે દિવસનું નખોદ જજો! એમ બૂમો પાડો.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

2 “હે મનુષ્યપુત્ર, તું સંદેશ પ્રગટ કર, અને હું, પ્રભુ પરમેશ્વર જે કહું છું તે જણાવ. તારે આ શબ્દો પોકારવાના છે. અહો કેવો ભયંકર દિવસ આવ્યો છે!

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 હે મનુષ્યપુત્ર, ભવિષ્યવાણી ઉચ્ચાર અને કહે કે, પ્રભુ યહોવાહ કહે છે: ‘આવનાર દિવસ દુઃખમય છે!’ એવું બૂમો પાડીને કહો,

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

2 “હે મનુષ્યના પુત્ર, મારી ચેતવણી ઉચ્ચાર અને કહે કે, ‘યહોવા મારા માલિક કહે છે: “‘આ બધી વસ્તુઓનો નખ્ખોદ જાજો! “કેવો ભયંકર દિવસ આવી રહ્યો છે!”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 30:2
17 Iomraidhean Croise  

વિલાપ કરો; કેમ કે યહોવાનો દિવસ પાસે છે; તે સર્વસમર્થ પાસેથી સંહારરૂપે આવશે.


હે નગરદ્વાર, વિલાપ કર; હે નગર, આક્રંદ કર; હે પલિસ્તી દેશ, પીગળી જા; કેમ કે ઉત્તર તરફથી ધુમાડો આવે છે, ને તેના સૈન્યમાં કોઈ પાછળ રહી જનાર નથી.


તે બાઈથ તથા દિબોનમાં, ઉચ્ચસ્થાનો પર રડવાને ચઢી ગયું છે; નબો તથા મેદબા પર મોઆબ વિલાપ કરે છે; તેઓ સર્વનાં માથાં બોડાવેલાં ને સર્વની દાઢી મૂંડેલી છે.


તે માટે મોઆબ મોઆબને માટે વિલાપ કરશે, તેમાંનો પરેક વિલાપ કરશે; ઘણો માર ખાઈને કીર-હરેસેથની સૂકી દ્રાક્ષાની બાટીઓને માટે તમે શોક કરશો.


તૂર વિષે ઈશ્વરવાણી:હે તાર્શીશનાં વહાણો, તમે વિલાપ કરો; કેમ કે તે પાયમાલ થયું છે, અને પ્રવેશ કરવાની ગોદી નથી; કિત્તીમ દેશથી આવતાં તેઓને એવી ખબર મળે છે.


[સમુદ્ર] ઓળંગીને તાર્શીશ જાઓ; હે બેટવાસીઓ, વિલાપ કરો.


જુઓ, મારા સેવકો હ્રદયના ઉમળકાથી હર્ષનાદ કરશે, પણ તમે હ્રદયના ખેદને લીધે શોક કરશો, ને જીવના સંતાપને લીધે વિલાપ કરશો.


તે કારણથી ટાટ પહેરો, વિલાપ તથા રુદન કરો; કેમ કે યહોવાનો ઉગ્ર કોપ આપણા પરથી ઊતર્યો નથી.


યહોવા કહે છે, “જુઓ, ઉત્તરમાંથી પૂર ચઢે છે, ને જંગી રેલ દેશ પર, તથા તેમાંના સર્વસ્વ પર, નગર તથા તેમાં રહેનારાંઓ પર, ફરી વળશે. અને માણસો રડાપીટ કરશે, ને દેશના સર્વ રહેવાસીઓ વિલાપ કરશે.


હે મનુષ્યપુત્ર, રડ તથા પોક મૂક; કેમ કે તે મારા લોક પર આવી પડી છે, તે ઇઝરાયલના સર્વ સરદારો પર આવી પડી છે. તેઓ તથા મારા લોકો તરવારને સ્વાધીન કરવામાં આવ્યા છે; માટે તારી જાંઘ પર થબડાકો માર.


ફરીથી યહોવાનું વચન મારી પાસે આવ્યુ,


હે ખેડૂતો, તમે લજ્જિત થાઓ; હે દ્રાક્ષામાળીઓ, ઘઉંને માટે તથા જવને માટે તમે પોક મૂકો; કેમ કે ખેતરના પાકનો નાશ થયો છે.


હે છાકટાઓ, તમે જાગો ને વિલાપ કરો; હે સર્વ મદ્યપાન કરનારાઓ, તમે લહેજતદાર દ્રાક્ષારસને માટે પોક મૂકો; કેમ કે તમારા મુખથી તેને દૂર કરવામાં આવ્યો છે.


હે માખ્તેશના રહેવાસીઓ, તમે પોક મૂકો, કેમ કે તમામ વેપારીવર્ગનું સત્યાનાશ વળ્યું છે. કૃપાથી લાદેલા સર્વનો સંહાર થયો છે.


હે દેવદાર વૃક્ષ, બૂમ પાડ, કેમ કે એરેજવૃક્ષ પડી ગયું છે, કારણ કે ભવ્ય [વૃક્ષો] ખેદાનમેદાન થઈ ગયાં છે! હે બાશાનનાં ઓકવૃક્ષો, બૂમ પાડો, કેમ કે સુરક્ષિત ઘાડું વન જમીનદોસ્ત થઈ ગયું છે!


હવે ચાલો, શ્રીમંતો, તમારા પર પડનારાં સંકટોને લીધે તમે વિલાપ કરો અને રડો.


અને તેની વેદનાની ધાકને લીધે દૂર ઊભા રહીને કહેશે, ‘અરેરે! અરેરે! મહાન બાબિલોન નગર, બળવાન નગર! એક ઘડીમાં તને કેવી શિક્ષા થઈ છે!”


Lean sinn:

Sanasan


Sanasan