Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 30:12 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 હું નદીઓને સૂકવી નાખીશ, ને દેશને હું દુષ્ટ માણસોના કબજામાં સોંપી દઈશ. અને હું દેશને તથા તેની અંદર જે છે તે સર્વને પરદેશીઓની મારફતે પાયમાલ કરીશ; હું યહોવા તે બોલ્યો છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

12 હું નાઇલ નદીને સૂકવી નાખીશ અને ઇજિપ્તને દુષ્ટોના કબજામાં સોંપી દઈશ. પરદેશીઓ આખા દેશને ખેદાનમેદાન કરી નાખશે, હું, પ્રભુ, એ બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 હું નદીઓને સૂકવી નાખીશ અને હું દેશને દુષ્ટ માણસોના હાથમાં વેચી દઈશ. હું દેશને તથા તેની અંદર જે છે તે બધાને પરદેશીઓને હાથે વેરાન કરી દઈશ. હું યહોવાહ તે બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

12 હું નાઇલ નદીને સૂકવી નાખીશ અને મિસરને બદમાશોને સોંપી દઇશ. હું પરદેશીઓને હાથે આખા દેશને વેરાન બનાવી દઇશ. આ હું યહોવા બોલ્યો છું.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 30:12
12 Iomraidhean Croise  

તે જ સાગરને કહે છે કે, સુકાઈ જા, હું તારી નદીઓને સૂકવી નાખીશ;


તેનાં જળાશયો પર સૂકવણું આવ્યું છે, તેઓ સુકાઈ જશે; કેમ કે તે કોતરેલી મૂર્તિઓનો દેશ છે, ને તેઓ પોતાનાં પૂતળાં ઉપર મોહિત થયા છે.


તે માટે યહોવા કહે છે, “જો, હું તારા પક્ષમાં બોલીશ, ને તારું વૈર લઈશ; અને હું તેના સમુદ્રને સૂકવી નાખીશ ને તેના ઝરાને નિર્જળ કરી નાખીશ.


તું પારકાઓના હાથથી બેસુન્નતોના જેવું મોત પામશે; કેમ કે પ્રભુ યહોવા કહે છે કે, હું તે બોલ્યો છું.”


અને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે મિસરના રાજા ફારુન, પોતાની નદીઓમાં પડી રહેનાર, ‘આ નદી મારી પોતાની છે, ને મેં તેને મારે પોતાને માટે બનાવી છે.’ એવું કહેનાર મહાન અજગર, જો, હું તારી વિરુદ્ધ છું.


પ્રજાઓમાંના જે સૌથી નિર્દય છે એવા પરદેશીઓએ તેનો સંહાર કર્યો છે, ને તેને પડતું મૂક્યું છે. તેની ડાળીઓ પર્વતો પર તથા સર્વ ખીણોમાં પડેલી છે, ને તેની ડાંખળીઓ દેશના સર્વ વહેળાઓ પાસે ભાંગી પડેલી છે, અને તેની છાયામાંથી જતા રહીને પૃથ્વીની સર્વ પ્રજાઓએ તેને તજી દીધું છે.


તે સમુદ્રને ધમકાવીને તેને સૂકો કરી નાખે છે, ને બધી નદીઓને સૂકવી નાખે છે. બાશાન ઝૂરે છે, ને કાર્મેલ તથા લબાનોનનું ફૂલ કરમાય છે.


કેમ કે પૃથ્વી તથા તેમાંનું સર્વસ્વ પ્રભુનું છે.


પછી છઠ્ઠાએ પોતાનું પ્યાલું મોટી નદી પર, એટલે ફ્રાત પર રેડી દીધું. એટલે પૂર્વથી જે રાજાઓ આવનાર‌ છે તેઓને માટે રસ્તો તૈયાર થાય, માટે તેનું પાણી સૂકાઈ ગયું.


ત્યારે યહોવાનો કોપ ઇઝરાયલ પર સળગી ઊઠ્યો, ને તેમણે તેઓને પાયમાલ કરનારાઓના હાથમાં સોંપ્યા કે, જેઓએ તેમને પાયમાલ કર્યા, અને યહોવાએ તેઓને તેઓની ચારે તરફના શત્રુઓના હાથમાં વેચી દીધા કે, જેથી તેઓ ત્યાર પછી તેઓના શત્રુઓની સામે વધારે વાર ટકી શક્યા નહિ.


Lean sinn:

Sanasan


Sanasan