હઝકિયેલ 3:27 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 પણ હું તારી સાથે મોકલીશ ત્યારે હું તારું મુખ ખોલીશ, ને તું તેઓને કહેજે, પ્રભુ યહોવા કહે છે કે, જે સાંભળતો હોય તે સાભળે; અને જે ન સાંભળતો હોય તે ન સાંભળે; કેમ કે તેઓ બંડખોર લોકો છે. Faic an caibideilપવિત્ર બાઇબલ C.L.27 પછી જ્યારે હું તારી સાથે વાત કરીશ ત્યારે હું તને ફરી બોલતો કરીશ. તું તેમને કહેજે કે આ તો પ્રભુ પરમેશ્વરની વાણી છે. જેને સાંભળવું હોય તે સાંભળે અને જેને ન સાંભળવું હોય તે ન સાંભળે, કારણ, તેઓ બંડખોર પ્રજા છે. Faic an caibideilઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 પણ હું તારી સાથે બોલીશ, ત્યારે હું તારું મુખ ખોલીશ, તું તેઓને કહેજે કે, ‘પ્રભુ યહોવાહ આ પ્રમાણે કહે છે.’ જેને સાંભળવું હોય તે સાંભળે, ન સાંભળવું હોય તે ન સાંભળે, કેમ કે તેઓ બંડખોરપ્રજા છે.” Faic an caibideilપવિત્ર બાઈબલ27 પરંતુ મારે તને કઇંક કહેવું હશે ત્યારે હું તને ફરી બોલતો કરીશ, અને તું તેમને કહેજે કે, ‘યહોવા આપણા પ્રભુ આ પ્રમાણે કહે છે.’ જેને સાંભળવું હોય તે સાંભળે, ન સાંભળવું હોય તે ન સાંભળે, એ તો બળવાખોરોની જમાત છે.” Faic an caibideil |