Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 29:8 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 એ માટે પ્રભુ યહોવા કહે છે કે, જો, હું તારા પર તરવાર લાવીને તારી અંદરથી મનુષ્યનો તેમ જ પશુનો સંહાર કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

8 આથી હું, પ્રભુ પરમેશ્વર, તને કહું છું કે હું તારા પર તલવારધારી માણસો દ્વારા હુમલો કરાવીશ. તેઓ તારા જનજનાવરોનો સંહાર કરશે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેથી પ્રભુ યહોવાહ આમ કહે છે: હે, મિસર, હું તારી વિરુદ્ધ તલવાર ઉઠાવીશ; તારામાંથી માણસ તથા જાનવરો બંનેનો નાશ કરીશ.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

8 તેથી યહોવા આ પ્રમાણે કહે છે: “હે મિસર, હું તારી વિરુદ્ધ સૈન્યને મોકલીશ અને તારા લોકોની અને ઢોરઢાંખરની હત્યા કરાવીશ.

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 29:8
11 Iomraidhean Croise  

અને યહોવાએ કહ્યું, “જે માણસને મેં ઉત્પન્‍ન કર્યું, તેનો પૃથ્વી પરથી હું સંહાર કરીશ; હા, માણસ તથા પશુ, પેટે ચાલનારાં પ્રાણી તથા આકાશનાં પક્ષીઓ સુદ્ધાં [તે સર્વનો સંહાર કરીશ] ; કેમ કે તેઓને ઉત્પન્‍ન કર્યાનો મને પશ્ચાત્તાપ થયા છે.”


કેમ કે તે રાત્રે હું આખા મિસર દેશમાં ફરીશ, ને મિસર દેશમાં મનુષ્યના તથા પશુના સર્વ પ્રથમજનિતને મારી નાખીશ; અને હું મિસરના સર્વ દેવો પર ન્યાયાશાસન લાવીશ, હું યહોવા છું.


વળી જે દેશ વિષે તમે કહો છો કે, આ દેશ તો વસતિહીન તથા પશુહીન થઈને ઉજ્જડ થયો છે, તે ખાલદીઓના હાથમાં સોંપવામાં આવ્યો છે, તે દેશમાં ખેતરો વેચાતાં લેવામાં આવશે.


તે માટે પ્રભુ યહોવા કહે છે: “જુઓ, આ સ્થાન પર, મનુષ્ય પર, પશુ પર, ખેતરનાં વૃક્ષો પર તથા ભૂમિના પાક પર મારો કોપ તથા મારો ક્રોધ રેડવામાં આવશે; અને તે બળ્યા કરશે ને હોલવાઈ જશે નહિ.”


અથવા જો હું તે દેશ પર તરવાર લાવીને કહું કે, હે તરવાર, દેશમાં સર્વત્ર ફરી વળ, અને એમ કરીને હું તેમાંનાં માણસ તથા પશુનો સંહાર કરું,


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, હું અદોમ પર મારો હાથ ઉગામીને તેમાંથી મનુષ્ય તથા પશુનો સંહાર કરીશ. હું તેમાનથી માંડીને તેને વેરાન કરી નાખીશ. હા, દેદાન સુધી લોકો તરવારથી માર્યા જશે.


પ્રભુ યહોવા કહે છે કે, હું મિસરના જનસમૂહનો પણ, બાબિલના રાજા નબૂખાદનેસ્સારની મારફતે, અંત લાવીશ.


મિસર પર તરવાર આવશે, ને જ્યારે કતલ થયેલાઓ મિસરમાં પડશે ત્યારે કૂશમાં ભારે દુ:ખ થશે. તેઓ [મિસર] ના જનસમૂહને પકડી લઈ જશે, ને તેના પાયા તોડી પાડવામાં આવશે.


Lean sinn:

Sanasan


Sanasan