Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -




હઝકિયેલ 29:3 - પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

3 અને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે મિસરના રાજા ફારુન, પોતાની નદીઓમાં પડી રહેનાર, ‘આ નદી મારી પોતાની છે, ને મેં તેને મારે પોતાને માટે બનાવી છે.’ એવું કહેનાર મહાન અજગર, જો, હું તારી વિરુદ્ધ છું.

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઇબલ C.L.

3 તેને કહે કે પ્રભુ પરમેશ્વર આ પ્રમાણે કહે છે: હે ઇજિપ્તના રાજા ફેરો, નાઇલ નદીમાં પડી રહેનાર રાક્ષસી મગર, હું તારી વિરુદ્ધ છું. તું કહે છે કે નાઇલ નદી મારી છે; તેં તારે માટે એને બનાવી છે.

Faic an caibideil Dèan lethbhreac

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

3 અને કહે કે, પ્રભુ યહોવાહ આમ કહે છે: જો, હે મિસરના રાજા ફારુન, હે નદીમાં પડી રહેનાર, “આ નદી મારી છે, મારે પોતાને માટે બનાવી છે.” એવું કહેનાર મોટા અજગર, હું તારી વિરુદ્ધ છું!

Faic an caibideil Dèan lethbhreac

પવિત્ર બાઈબલ

3 તેને સંબોધીને કહે કે ‘યહોવા મારા માલિક આ પ્રમાણે કહે છે: “‘હે મિસરના રાજા ફારુન, હે નાઇલ નદીના જળમાં આળોટતા મગર, હું તારી સામે પડ્યો છું. તું એવો દાવો કરે છે કે “નાઇલ નદી તારી છે. તેં પોતે એનું સર્જન કર્યું છે.”

Faic an caibideil Dèan lethbhreac




હઝકિયેલ 29:3
25 Iomraidhean Croise  

સરકટોમાં ભરાઈ રહેનાર હિંસક પ્રાણીને ધમકાવો, ગોધાઓના ટોળાને તથા વાછરડાં જેવા લોકોને પણ [ધમકાવો] કે, તેઓ રૂપાની લગડીઓ તમને આપીને દંડવત પ્રણામ કરે; જે લોકો યુદ્ધમાં રાજી હોય છે, તેઓને તમે વિખેરી નાખો.


તમે, એકલા તમે જ ભયાવહ છો; તમને રોષ ચઢે ત્યારે તમારી દષ્ટિ આગળ કોણ ટકી શકે?


તે દિવસે યહોવા પોતાની સખત, મહાન તથા સમર્થ તરવારથી, વેગવાન સર્પ લિવિયાથાનને, ને ગૂંછળીયા સર્પ લિવિયાથાનને જોઈ લેશે; અને જે અજગર સમુદ્રમાં રહે છે તેને તે મારી નાખશે.


રે યહોવાના ભુજ, જાગૃત થા, જાગૃત થા, સામર્થ્યથી વેષ્ટિત થા; પૂર્વકાળની જેમ, અને પુરાતન કાળની પેઢીઓમાં થયું, તેમ જાગૃત થા. જેણે રાહાબના ટુકડેટુકડા કરી નાખ્યા, જેણે અજગરને વીંધ્યો, તે જ તું નથી?


યહોવા કહે છે કે, ‘જુઓ જેમ મેં યહૂદિયાના રાજા સિદકિયાને તેના શત્રુ તથા તેનો જીવ શોધનાર બાબિલના રાજા નબૂખાદનેસ્સારના હાથમાં સોંપ્યો, તેમ હું મિસરના રાજા ફારુન હોફ્રાને તેના શત્રુના હાથમાં તથા તેનો જીવ શોધનારાઓના હાથમાં સોંપીશ.’”


“હે મનુષ્યપુત્ર, તૂરના હાકેમને કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, તારું મન ઉન્મત્ત થયું છે, ને તેં કહ્યું છે, ‘હું ઈશ્વર છું, હું ભરસમુદ્ર પર ઈશ્વરના આસનમાં બેઠેલો છું.’ જો કે તેં તારા મનને ઈશ્વરના મનને દરજ્જે બેસાડ્યું છે, તો પણ તું મનુષ્ય જ છે, ને ઈશ્વર નહિ.સ


કહે કે, પ્રભુ યહોવા કહે છે કે, હે સિદોન, જો, હું તારી વિરુદ્ધ છું. હું તારામાં મહિમા પામીશ. અને હું તેનો ન્યાય કરીને શિક્ષા કરીશ, ને તેમાં પવિત્ર મનાઈશ, ત્યારે તેઓ જાણશે કે હું યહોવા છું.


હું નદીઓને સૂકવી નાખીશ, ને દેશને હું દુષ્ટ માણસોના કબજામાં સોંપી દઈશ. અને હું દેશને તથા તેની અંદર જે છે તે સર્વને પરદેશીઓની મારફતે પાયમાલ કરીશ; હું યહોવા તે બોલ્યો છું.


એ માટે પ્રભુ યહોવા કહે છે કે, જુઓ, હું મિસરના રાજા ફારુનની વિરુદ્ધ છું, ને તેના [બન્ને] હાથ. મજબૂત તેમજ ભાંગેલો, ભાંગી નાખીશ. અને હું તેના હાથમાંથી તરવાર પાડી નાખીશ.


“હે મનુષ્યપુત્ર, મિસરના રાજા ફારુન વિષે વિલાપ કરીને તેને કહે કે, તને પ્રજાઓના જુવાન સિંહની ઉપમાં આપેલી હતી, તો પણ તું સમુદ્રમાંના અજગર જેવો છે. તેં તારી નદીઓમાં ઘસારો કર્યો છે, ને તારા પગથી પાણીને ડહોળીને તેમની નદીઓને મેલી કરી નાખી છે.


એ માટે, હે રાજાજી, મારી શિખામણ આપની નજરમાં માન્ય થાઓ, અને સદાચાર વડે અપના પાપનું ને ગરીબો પર દયા દર્શાવવાથી આપના દુરાચારનું પ્રાયશ્ચિત કરો. જોઈએ, એથી કદાચ આપની જાહોજલાલી લાંબો કાળ ટકે.”


વળી, “શું અમારા પોતાના પરાક્રમથી અમે શિંગો ધારણ કર્યા નથી?” એમ કહીને તમે વ્યર્થ વાતોમાં આનંદ માનો છો.


પ્રભુના રોષ આગળ કોણ ઊભું રહી શકે? અને તેમના કોપના આવેશ સમયે કોણ ટકી શકે? તેમનો ઉગ્ર ક્રોધ અગ્નિની જેમ રેડાય છે, ને તેનાથી ખડકો તૂટીને તેમના કકડા થઈ જાય છે.


અને રખેને તું મનમાં એમ ધારે કે મારી પોતાની શક્તિથી ને મારા હાથના સામર્થ્યથી મેં આ સર્વ સંપતિ મેળવી છે.


પછી મેં પૃથ્વીમાંથી બીજા એક શ્વાપદને નીકળતું જોયું. તેને હલવાનનાં [શિંગડાં] જેવાં બે શિગડાં હતાં, અને અજગરની જેમ તે બોલતું હતું.


જે શ્વાપદને મેં જોયું, તે ચિત્તાના જેવું હતું, તેના પગ રીંછના પગ જેવ હતા, અને તેનું મોં સિંહના મોં જેવું હતું. તેને અજગરે પોતાનું પરાક્રમ, પોતાનું રાજયાસન તથા મોટો અધિકાર આપ્યાં.


અને અજગરે શ્વાપદને અધિકાર આપ્યો હતો તેથી તેઓએ તેની આરાધના કરી વળી, તેઓએ શ્વાપદની પણ આરાધના કરી અને કહ્યું, “શ્વાપદના જેવું બીજું કોણ છે? અને એની સામે લડી શકે એવું કોણ છે?”


ત્યારે પેલા અજગરના મોંમાંથી તથા શ્વાપદના મોંમાંથી તથા જૂઠા પ્રબોધકોના મોંમાંથી દેડકાંના જેવા ત્રણ અશુદ્ધ આત્મા [નીકળતા] મેં જોયા.


તેણે પેલા અજગરને, એટલે ઘરડો સર્પ, જે દોષ મૂકનાર તથા શેતાન છે, તેને પકડયો, અને હજાર વર્ષ સુધી તેને બાંધી રાખ્યો.


Lean sinn:

Sanasan


Sanasan